યુવક દર મહિને ગામડે તેની માતાને પૈસા મોકલતો, અચાનક તેની નોકરી છૂટી ગઈ. માતાને પત્ર લખીને જાણ કરી કે હવે પૈસા નહિ મોકલે, પરંતુ પછી જે થયું…

એક દિવસે સવારે બજારમાં થઈને તે પોસ્ટ ઓફિસ સુધી તો પહોંચી ગયો, પરંતુ ત્યાં જઈને ખિસ્સામાં રહેલા પાકીટમાંથી પત્ર કાઢવા ગયો ત્યારે ખબર પડી કે ખિસ્સામાં તો પાકીટ જ નથી. જ્યારે ખબર પડી કે ખિસ્સામાં પાકીટ નથી, ત્યારે તેને જોરદાર આઘાત લાગ્યો.

પાકીટ માં હતું પણ શું? લગભગ 1500 કેટલા રૂપિયા હતા અને પોતાની માતા માટે લખેલો એક પત્ર હતો. જેને પોસ્ટ કરવાનો બાકી હતો. ત્રણ દિવસથી લખેલો પત્ર ખિસ્સામાં જ પડ્યો હતો, પોસ્ટ કરવાની હિંમત પણ નહોતી અને મન પણ નહોતું થઈ રહ્યું.

1500 રૂપિયા એટલે કોઈ ખૂબ મોટી રકમ તો ન કહી શકાય, પરંતુ જેની નોકરી છૂટી ગઈ હોય એ લોકો માટે તો 1500 રૂપિયા એટલે જાણે 15000 રૂપિયા બરાબર કહી શકાય.

પાકીટ ખોવાઈ ગયું તેને પણ અમુક દિવસો વીતી ગયા, એક દિવસ તે રૂમમાં બેઠો હતો ને પત્ર આવ્યો.

જોયું તો ઘરેથી માતા નો પત્ર હતો. યુવક સ્વસ્થ થઈને સીધો બેસી ગયો, અને સહેજ ડર પણ હતો કે જરૂર માતાએ પૈસા મોકલવા માટે કહ્યું હશે. પરંતુ પત્ર વાંચીને તે યુવાન આશ્ચર્યચકિત થઇ ગયો.

તેની માતાએ લખ્યું હતું બેટા, તે મોકલેલા 4000 રૂપિયા નો મની ઓર્ડર મને મળી ગયો છે. તું કેટલો પ્રેમાળ દીકરો છે, પૈસા મોકલવામાં જરા પણ લાપરવાહી કરતો નથી. ભગવાન બધાને આવા દીકરા આપે! અને હા દીકરા તારી માટે પણ ત્યાં પૈસા રાખજે, બધા પૈસા અમને ના મોકલાવી દેતો.

પત્ર વાંચીને યુવાન તો વિચારમાં પડી ગયો કે મેં તો એક પણ રૂપિયા મોકલાવ્યા નથી, તો પછી આ મનીઓર્ડર કોણે મોકલાવ્યો હશે? શું માતા ખોટું બોલી રહી છે? આવા એક પછી એક ઘણા સવાલ તેના મનમાં ઊભા થઈ ગયા.

થોડા દિવસ પછી તેના સરનામે એક બીજો પત્ર આવ્યો, પત્રમાં કોઈ નામ નહોતું લખ્યું બસ એકદમ ખરાબ અક્ષર માં લખાયેલો પત્ર હતો. જેને વાંચવામાં યુવકે ઘણી મહેનત કરવી પડી.

એ પત્રમાં લખ્યું હતું કે ભાઈ, 1500 રૂપિયા તારા તરફથી અને 2500 રૂપિયા મારા તરફથી ઉમેરીને, મેં તારી માતાને 4000 રૂપિયા નો મની ઓર્ડર મોકલાવી દીધો છે. ચિંતા નહીં કરતો મિત્ર, માતા તો બધાની એક જ જેવી હોય ને? એ શું કામ દુઃખી રહે?

પત્રની નીચે એક છેલ્લી લાઈન લખી હતી, “ તારો અજાણ્યો મિત્ર – પાકીટચોર”

આ સ્ટોરી માં થી એટલું તો સમજી જ શકાય કે માણસ ગમે તેટલો ખરાબ કેમ ના હોય પરંતુ જ્યારે વાત માતાની આવે તો માતા માટે ની ભાવના બધા લોકોની એકસરખી જ હોય છે. ખરું કે નહીં?

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો, અને કોમેન્ટમાં સ્ટોરીને રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel