યુવક દર મહિને ગામડે તેની માતાને પૈસા મોકલતો, અચાનક તેની નોકરી છૂટી ગઈ. માતાને પત્ર લખીને જાણ કરી કે હવે પૈસા નહિ મોકલે, પરંતુ પછી જે થયું…

ઘણા સમય પહેલાંની વાત છે, એક યુવક ગામડેથી શહેરમાં નવી નવી તક મળે તે માટે કમાવવા આવ્યો હતો. ગામડા કરતાં શહેરમાં કમાવાના સ્ત્રોત વધારે હશે એવું વિચારીને તે શહેરમાં આવ્યો હતો.

શહેરમાં આવીને તરત તો નોકરી મળી જવાની હતી નહીં, એટલે સાથે થોડા પૈસા લઈને પણ આવ્યો હતો ઘરની હાલત એવી સધ્ધર ન હતી કે એકાદ મહિનો તે વગર નોકરીએ પણ ચલાવી શકે. એટલે થોડા દિવસ ચાલે તેટલા પૈસા લઈને આવ્યો હતો.

દરરોજ સવારે જાગીને નાઈ ધોઈને તરત જ નોકરી શોધવા માટે નિકળી જતો, અને સાંજે પાછો પોતાના રૂમમાં પાછો ફરી જતો. નોકરી મળી કે ના મળી પરંતુ તે દરેક જગ્યાએ ઇન્ટરવ્યુ દેવા માટે જતો.

આખરે ચાર પાંચ દિવસ ઘણી જગ્યાએ ઇન્ટરવ્યુ દીધા પછી એક જગ્યાએ તેની નોકરી નક્કી થઈ ગઈ, બીજા દિવસથી નોકરીમાં જવાનું હતું.

મનોમન એ યુવાન ખુશ થઇ ગયો કે મને નોકરી મળી ગઈ છે આથી હવે હું મારા ઘરે થોડા બચત કરીને વધારે પૈસા પણ મોકલી શકીશ.

નોકરી ચાલુ થઈ ગઈ, મહિનાના અંતે પગાર આવે એટલે પોતાને જોતા હોય એટલા પૈસા રાખીને થોડી બચત કરી અને આ બધા પૈસા તેના ઘરે મની ઓર્ડર કરી દેતો.

આવું ઘણા મહિના સુધી ચાલ્યું પરંતુ એક દિવસ અચાનક તે જે કંપનીમાં કામ કરી રહ્યો હતો તે કંપનીમાં કંઈક ગરબડ થઈ અને કંપની પડી ભાંગી. એક પછી એક એમ બધા કર્મચારીઓને છૂટા કરવા લાગ્યા.

સમય જતા આ યુવકને પણ નોકરીમાંથી છૂટો કરી દેવામાં આવ્યો, એક જગ્યાએ નોકરીમાંથી છૂટા થઈ ને બીજી જગ્યાએ નોકરી મેળવવી તે શક્ય તો છે પરંતુ ખૂબ જ આસાન કામ નથી.

બીજે નોકરી ન મળે ત્યાં સુધી ફરી પાછું બધે તપાસ કરતી રહેવી પડે, અને કંપની પણ આર્થિક રીતે નબળી પડી ગઇ હોવાથી તેને નોકરીમાંથી છુટો તો કર્યો પરંતુ તેને તે મહિનાનો પગાર જ આવ્યો નહીં.

પરંતુ થોડા ઘણા પૈસા બચત કરેલા હતા એટલે જેમ તેમ કરીને એક મહિનો કાઢી નાખ્યો, પોતાની માતાને પણ દરેક મહિને અમુક ચોક્કસ રકમ નો મની ઓર્ડર કરતો. પરંતુ નોકરી છૂટી ગયા પછી હવે કઈ રીતે મનીઓર્ડર કરે?

હવે શું કરવું તેની કંઈ સમજ ન પડી રહી હતી, એટલે તેને વિચાર્યું કે હવે હું માતાને પત્ર લખીને જણાવી દઉં કે મારી પરિસ્થિતિ આવી હોવાથી થોડા સમય હું તમને પૈસા નહિ મોકલી શકું.

પત્રમાં લખ્યું માં, મારી નોકરી છૂટી ગઈ છે, એટલે અનિશ્ચિત સમય સુધી હું તમને હવે પૈસા નહીં મોકલી શકું. પત્રમાં આગળ શું લખું તેની કંઈ સમજ ન પડી અને હિંમત પણ ના થઇ.

પત્રને પાકીટમાં રાખી દીધો અને દરરોજ વિચાર કરે કે આજે હું પત્ર મોકલી આપીશ. પરંતુ ફરી પાછો તેનો વિચાર બદલી જાય કે મને જલદી બીજી નોકરી મળી જશે તો હું મારી માતાને ફરી પાછા નિયમિત પણે પૈસા મોકલ તો થઈ જઈશ. બે ત્રણ દિવસ સુધી તો તેની હિંમત ન થઈ. પછી…

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel