વિમાન આમતેમ હાલક-ડોલક થઈ રહ્યુ હતુ, બધા લોકો ડરી ગયા પણ એક છોકરાને બિલકુલ બીક નહોતી, કારણ જાણશો તો તમે પણ કહેશો કે…

એક ખૂબ મોટા બિઝનેસમેન હતા. તેનો ધંધો માત્ર દેશ પૂરતો નહીં પરંતુ આખા વિશ્વમાં ઘણા દેશોમાં ફેલાયેલો હતો. અને તેઓ પાસે કોઈપણ જાતની આર્થિક ખામી ન હતી, અત્યંત વૈભવશાળી જીવન તેઓ જીવતા હતા.

તેઓની ઓફિસે તેઓ ગાડી લઈને જાય તો લગભગ ત્રણ કલાક જેટલો સમય લાગે, પરંતુ આ સમય પણ ઓછો કરવા માટે તેઓએ પોતાનું પ્રાઇવેટ હેલિકોપ્ટર રાખેલું હતું. અને સાથે સાથે જો કોઈ વિદેશ યાત્રાએ જવાનું થાય અથવા પછી કોઈ બીજા રાજ્યમાં કે તેમ જવાનું થાય તો તેઓ પોતાનું ચાર્ટડ પ્લેન પણ ઉપયોગ કરતા.

એક દિવસ તેને વિદેશ યાત્રાએ જવાનું થયું, પરંતુ તેઓને એક કલાક પહેલાં જ માલૂમ થયું કે તેનું ચાર્ટર્ડ પ્લેનમાં કોઇ ટેક્નિકલ ખામી સર્જાઈ ચૂકી છે અને હવે આ પ્લેન ઉડાન નહીં કરી શકે. પરંતુ એ ભાઈને ખુબ જ મોટી બીઝનેસ ડિલ નો સવાલ હતો અને સમયસર પહોંચવું પડે તેમ પણ હતું, આથી તેઓએ બીજી કોઈ ફ્લાઇટ છે કે કેમ તે તપાસ કરાવી અને સદ્નસીબે એક કલાક પછી એક પેસેન્જર વિમાન તેને જાવું હતું એ જ જગ્યાએ જઈ રહ્યું હતું. ફટાફટ બધી પ્રોસેસ પૂરી કરાવી અને તેઓ તે વિમાનમાં બેસી ગયા.

વિમાને સફળતાપૂર્વક ઊડવાનું શરૂ કર્યું, બધા મુસાફરો વિમાનમાં બેસી ગયા હતા એક ચોક્કસ ઉંચાઈ પર પહોંચ્યા પછી વિમાનમાં સીટબેલ્ટ ખોલવાની અનુમતિ પણ આપી દેવાઈ હતી, બધા લોકો રીલેક્સ થઈને બેઠા હતા એવામાં અચાનક જ વિમાનમાં કોઇ ટેક્નિકલ ખામી સર્જાણી.

પહેલા પોતાના ચાર્ટર્ડ વિમાનમાં ખામી સર્જાય પછી હવે પેસેન્જર વિમાનમાં પણ ખામી સર્જાઈ એટલે પહેલા તો પેલા ભાઈ ને થોડો ગુસ્સો આવ્યો પરંતુ ખામી સર્જાવાથી વિમાન હાલકડોલક પણ થવા લાગ્યું હતું એટલે બધા લોકો સહિત પેલા ભાઈ ને પણ ખૂબ જ ડર લાગવા લાગ્યો અને બધા લોકો ચીસો પાડી રહ્યા હતા, ઘણા લોકો તો ખૂબ જ ડરી ગયા હતા.

વિમાનમાં બધા મુસાફરને આ બાબતથી જાણ કરવામાં આવી કે વિમાનમાં કોઇ ટેક્નિકલ ખામી સર્જાઈ છે એના હિસાબે વિમાન હાલક-ડોલક થવા લાગ્યું હતું.

પેલા ભાઈ પણ ખૂબ જ ડરી ગયા હતા અને આમ તેમ બધાના ચહેરા ના હાવભાવ જોઇ રહ્યા હતા તેવા માટેની એક નજર નાના એવા બાળક પર ગઈ એ લગભગ દસથી બાર વર્ષનો છોકરો હશે પરંતુ એ છોકરો તો મજાનો પોતાની કોમિક બુક વાંચી રહ્યો હતો. એના મોઢા ઉપર સહેજ પણ ડર દેખાઈ રહ્યો ન હતો. પેલા ભાઈ પણ આશ્ચર્યચકિત થઈ ગયા કે વિમાનમાં લગભગ બધા મુસાફરો ડરી રહ્યા છે પરંતુ આ છોકરાને વળી બીક નહીં લાગતી હોય? શું આ છોકરાએ ચેતવણી નહીં સાંભળી હોય? શું આ છોકરાને ખબર નહીં હોય કે વિમાન હાલકડોલક થાય તે કેવી મુસીબત કહેવાય?

આવા એક પછી એક ઘણા સવાલ તેના મનમાંથી ચમકારની જેમ પસાર થઈ ગયા. પરંતુ બીજી જ મિનિટે બધાના આશ્ચર્ય વચ્ચે વિમાન હાલક-ડોલક થવા નું સંપૂર્ણ બંધ થઈ ગયું.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel