વેપારીનો ખુબ જ કિંમતી હાર પહેરેલા ઠાકોરજી ગુમ થઈ ગયા, થોડા વર્ષો પછી એવું થયું કે વેપારી...
ઘણા વર્ષો પહેલાની વાત છે, ગામમાં એક હીરા ઝવેરાત બનાવવાનું કામ કરનારો હતો. નામ એનું રમેશ. રમેશભાઈ ની દુકાન માંથી બનેલા ઘરેણાઓ આજુબાજુના ગામમાં પણ પ્રખ્યાત હતા અને આજુબાજુના ઘણા બીજા ગામડાઓમાંથી પણ લોકો રમેશ ભાઈ ની દુકાને ઘરેણા કરાવવા આવતા.
હાથમાં પહેરવાની બંગડી હોય કે બીજું કોઈ ઘરેણું પણ રમેશભાઈની દુકાનમાં એક ઘરેણું બને એટલે બધા લોકો તે જોઈને ખુશ થઈ જતા. એ ઘરેણા ની ચમક જ એટલી આવતી કે રમેશભાઈ ની દુકાન ના બનેલા ઘરેણાં આજુબાજુના ગામમાં પણ આ જ કારણથી પ્રખ્યાત થઈ ગયા હતા.
વેપારમાં રમેશભાઈને ખુબ સારો ધંધો ચાલી રહ્યો હતો તેમ છતાં રમેશભાઈ સ્વભાવે એકદમ શાંત અને સરળ વ્યક્તિત્વ ધરાવનાર હતા. રમેશભાઈને માયાનો જરા પણ રંગ ચઢેલો હતો નહીં. એક દિવસે બીજા ગામનો તેનો એક મિત્ર તેની દુકાન પર આવ્યો હતો અને આવીને રમેશભાઈને દર્શન કરવા ગયો હોવાથી પ્રસાદ આપ્યો.
રમેશભાઈએ તે પ્રસાદ ગ્રહણ કર્યો અને મિત્રને આવકારો આપ્યો. એટલામાં જ રમેશભાઈનો એક હાર કારીગર પાસે બનાવવા ગયો હતો તે હાર લઈને કારીગર રમેશ ભાઈ ની દુકાને આવ્યો. રમેશભાઈ એ હાર નિહાળી રહ્યા હતા એવામાં સામે બેઠેલા મિત્રનો પણ ધ્યાન તે હાર પર ગયું. ખુબ જ સુંદર હાર હોવાથી મિત્રની સાથે રહેલા ઠાકોરજીના સ્વરૂપને એ હાર પહેરાવી દીધો. અને ઠાકોરજીના સૌંદર્યથી રમેશભાઈ અતિ આનંદિત થઈ ઉઠયા.
તેના મિત્રને કહ્યું ઠાકોરજી ના ગળા માં જેવો હાર ગયો કે તરત જ એ હાર ની શોભા કેટલી વધી ગઈ છે. મિત્ર પણ રમેશભાઈ ની વાત સાથે સહમત થયો. બંને મિત્રો આપસમાં થોડી ચર્ચાઓ કરી રહ્યા હતા. અચાનક જ મિત્રને કામ નો ફોન આવ્યો એટલે તરત જ તે રીક્ષા કરીને પોતાના ગામ જવા રવાના થઈ ગયો.
પરંતુ તે એક વાત ભૂલી ગયો કે તેના ઠાકોરજી ના ગળા માં રમેશભાઈ ની દુકાન નો હાર હતો. અને આ બાજુ રમેશભાઈને પણ યાદ ન રહ્યું કે તેનો નવો બનેલો હાર ઠાકોરજીના ગળામાં જ રહી ગયો છે. અને રમેશભાઈનો મિત્ર જ્યારે પોતાના ગામે પહોંચ્યો ત્યારે રિક્ષામાં રહેલા ઠાકોરજીને લેવાનું જ ભૂલી ગયો. રીક્ષા વાળો માણસ ખૂબ જ ગરીબ હતો જેનું નામ કિશોર હતું. કિશોરભાઈ બીજા ગામના હતા પરંતુ પરિવારનું ગુજરાન ચલાવવા માટે તેઓ ગામેગામ રિક્ષા ચલાવતા હતા. રમેશભાઈના મિત્ર અને તેના ઘરે ઉતારીને કિશોરભાઈ પોતાની રિક્ષા લઈને ખૂબ જ આગળ નીકળી ચૂક્યા હતા.
હજુ તેનું ઘર દૂર હોવાથી ઘણા સમય સુધી રિક્ષા ચલાવીને પોતાના ઘરે પહોંચ્યા પોતાના ઘરે રીક્ષા રાખી ત્યારે પાછલા સીટ પર નજર પડી તો કિશોરભાઈ જોયું કે ત્યાં ઠાકોરજી હતા. ખુબ જ શાંતિથી પાછળની સીટ પર ગળામાં અતિ સુંદર હાર પહેરેલુ ઠાકોરજીનું સ્વરૂપ જોઈને કિશોરભાઈ વિચારમાં પડી ગયા. તેઓ થોડા ગભરાઈ ગયા કે આ ઠાકોરજીનું સ્વરૂપ કોનું હોય એ કેવી રીતે ખબર પડે, અને આમ પણ ગામેગામ રિક્ષા ચલાવતા હોવાથી તે બધાના ઘર પણ જાણતા ન હોય. કિશોરભાઈ વિચારમાં પડી ગયા કે આખરે હવે શું કરવું, પછી શ્રદ્ધાથી હા ચોખા કરીને ઠાકોરજીના સ્વરૂપને પોતાના હાથમાં લઈને પોતાના ઘરમાં પ્રવેશ કર્યો અને જેવો અંદર પ્રવેશ કર્યો કે તરત જ કિશોરભાઈ ની પત્ની બહાર આવ્યા. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
કિશોરભાઈ ના હાથમાં ઠાકોરજીનું સ્વરૂપ જોઈને પત્ની તેનો રૂપ જોઈને ખુશખુશાલ થઈ ગઈ. અચાનક જ કિશોરભાઈ ના હાથમાંથી ઠાકોરજીના સ્વરૂપને લઇને તેના મનમાં વાત્સલ્યભાવ જાગી ઉઠ્યો. અને કેમ ન જાગે? આઠ વર્ષથી લગ્ન થઈ ચૂક્યા હતા પરંતુ હજુ કોઈ સંતાન નહોતું. વાત્સલ્ય ભાવના કારણે ઠાકોરજીના સ્વરૂપને ખોળામાં રાખ્યું હોય તો જાણે કોઈ બાળક ખોળામાં હોય એવો અહેસાસ થતો હતો. તરત જ તેની પત્ની કિશોરભાઇ ને કહ્યું તમે આજે આ અમૂલ્ય રત્ન તમારા માટે લઈને આવ્યા છો એનો આભાર કઈ રીતે માનવું એ જ નથી સમજાતું. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
અને કિશોર ભાઈ કશું બોલી ન શક્યા તે સમજી જ નહોતા રહ્યા કે તેની પત્નીને અચાનક એવું શું થઈ ગયું? એવામાં એની પત્ની અચાનક જલ્દી જલ્દી ઠાકોરજીને અંદર લઇ ગઈ અને તરત જ ભોગ ધરાવ્યો.
અને આ બાજુ રમેશભાઈ પોતાની દુકાનમાં બેઠા હતા ત્યારે અચાનક જ યાદ આવ્યો કે કારીગર એ આપેલો હાર તેને ઠાકોરજીના ગળામાં પહેરાવ્યો હતો એ ગળામાં જ રહી ગયો. તરત જ પેલા મિત્રને ફોન કર્યો તો મિત્ર એ જવાબ આપ્યો કે એ પોતે પણ પરેશાન થઈ ગયો છે કારણકે તેના ઠાકોરજી હાર સહિત પોતે જ ક્યાંક ગાયબ છે.
રમેશભાઈ તેના મિત્રની આ વાત સાંભળીને થોડા મુશ્કેલીમાં પડી ગયા કે આટલો કીમતી હાર ન જાણે ક્યાં જતો રહ્યો હશે? રમેશભાઈને આજે લાખોનું નુકસાન થઈ ગયું પરંતુ તેનો સ્વભાવ એકદમ સરળ હોવાને કારણે મિત્રને કશું કહ્યું નહીં અને મનમાં વિચારવા લાગ્યા કે મારો હાર ઠાકોરજીના ગળામાં જ છે. જો મારી ભાવના સાચી હોય તો એ હાર ઠાકોરજી જ પહેરી રાખે.
અને આ બાજુ કિશોરભાઈ અને તેની પત્ની દિવસ-રાત ઠાકોરજીની સેવા ખૂબ જ પ્રેમથી અને ભાવથી કરતા. હવે તો કિશોરભાઈ ની પત્ની ઠાકોરજીના સ્વરૂપને જાણે પોતાનો દીકરો જ માનવા લાગી. અને થોડા જ સમય પછી ઠાકોરજીની કૃપાથી તેઓના ઘરે દીકરી નો જન્મ થયો એટલે તેની પત્ની બોલી ઉઠી કે આપણો દીકરો છે અને હવે આપણે ઘેર દીકરી પણ જન્મે છે બસ હવે આપણો પરિવાર પૂરો થઈ ગયો. કિશોરભાઈ ની પત્ની પૂરા ભાવથી ઠાકોરજીની દિવસ-રાત સેવા કરતી અને ઘણી વખત અવારનવાર ઠાકોરજી પાસે જઈને જોવા લાગતી કે તેઓને કોઇ કષ્ટ તો નથી ને.
એક દિવસે રમેશભાઈને દુકાનના કામથી હું બહારગામ જવાનું થયું. અને ત્યાંથી ખૂબ જ વરસાદ શરૂ થઈ ગયો એટલે પાછા ફરવામાં મોડું થઈ ગયું. અને એટલામાં જ કિશોરભાઈ ત્યાં પોતાની રિક્ષા લઈને પહોંચ્યા. તરત જ રમેશભાઈ ને પૂછ્યું તમે અહીં કેમ ઊભા છો? આ વરસાદ તો હવે રોકાવાનું નામ નહિ લે. આખા ગામમાં પાણી ભરાઈ ચૂક્યા છે. મારુ ઘર અહીં પાસે જ છે તમે ઈચ્છો તો મારા ઘરે આવી શકો છો. રમેશભાઈ એ પહેલા વિચાર કર્યો કે આવી રીતે અજાણ્યા લોકોના ઘરે કેવી રીતે જવું. ખાસ કરીને તેની પાસે સોનાના અને હીરાના ઘણા દાગીના હતા એટલે વધારે ગભરાહટ અનુભવતા હતા. પરંતુ તેના ઘરે જવા સિવાય બીજો કોઈ ઉપાય પણ રમેશભાઈ પાસે નહોતો.
એટલે કિશોરભાઈ ની રીક્ષા માં બેસીને રમેશભાઈ અને કિશોરભાઈ બંને તેની ઘરે પહોંચ્યા. ઘરે પહોંચતાની સાથે કિશોરભાઈ તરત જ તેની પત્નીને અવાજ કરીને કહ્યું આજે આપણે ઘરે મહેમાન આવ્યા છે. તેની માટે જમવાનું બનાવજે. રમેશભાઈ એ કિશોરભાઈ નું ઘર જોયું નાનુ ઘર હોવા છતાં એકદમ વ્યવસ્થિત ગોઠવણ કરેલી હતી. ઘરમાં એક રૂમમાંથી ખુબ જ સરસ સુગંધ આવી રહી હતી એટલે રમેશભાઈ એ પૂછ્યું કે આ સુગંધ ક્યાંથી આવી રહી છે? કિશોરભાઈ એ કહ્યું એ રૂમમાંથી આવી રહી છે જ્યાં ઠાકોરજી વિરાજમાન છે.
રમેશભાઈ એ સહજતાથી પૂછ્યું તો હું એના દર્શન કરી શકું? કિશોરભાઈ તરત જ એ રૂમમાં રમેશભાઈને લઈ ગયા અને દર્શન કરાવ્યા. તો દર્શન કરીને રમેશભાઈ આશ્ચર્યચકિત થઈ ગયા કારણકે ઠાકોરજી પણ એ જ હતાં અને ઠાકોરજીના ગળામાં હાર પણ એ જ હતો.એટલે તરત જ રમેશભાઈએ કિશોરભાઇ ને પૂછ્યું તમે આ ઠાકોરજીનું સ્વરૂપ ક્યાંથી લઇ આવ્યા? આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
કિશોરભાઈ ના મનમાં જરા પણ છળકપટ ન હતું એટલે આખી વાતની જાણ કરી અને કહ્યું કે ઠાકોરજી અમને સૌભાગ્યથી મળ્યા અને અમારુ દુર્ભાગ્ય પણ ઠાકોરજી મળ્યા પછી સૌભાગ્યમાં બદલી ગયું.
એટલે કિશોરભાઈ ની બધી વાત સાંભળીને રમેશભાઈ એ પૂછ્યું શું તમે જાણો છો ઠાકોરજીના ગળામાં રહેલ આહાર ની કિંમત શું છે? એટલે કિશોરભાઈ બે હાથ જોડીને વિનમ્રતા સાથે કહ્યું કે એક વખત કોઈ વસ્તુ અમારા લાલાના અંગે લાગી ગઈ પછી અમે એનું મૂલ્ય જાણવા નથી ઇચ્છતા અને અમારા લાલા ની સામે કોઇ હાર કે બીજી કોઈ વસ્તુનો કંઈ જ મહત્વ નથી.
કિશોરભાઈ ના મોઢે થી આવી વાત સાંભળીને રમેશભાઈ એકદમ ચૂપ થઈ ગયા. અને મનોમન વિચારવા લાગ્યા કે ચલો સારું છે મારો હાર ઠાકોરજીએ પોતાના અંગે તો લગાવ્યો છે. વરસાદ હજુ પણ રોકાયો નહોતો તે દિવસ ત્યાં કિશોર ભાઈ ના ઘરે જ રમેશભાઈ રોકાઈ ગયા. બીજા દિવસે સવારે જ્યારે કિશોરભાઈ ની રિક્ષામાં જ રમેશભાઈ પોતાની ઘરે જવા રવાના થયા ત્યારે જ્યારે રમેશભાઈ રિક્ષામાંથી ઉતરી ને ઘર તરફ જવા લાગ્યા ત્યારે કિશોર ભાઈ એ કહ્યું કે તમારો કોઈ સામાન રિક્ષામાં રહી ગયો છે.
રમેશભાઈએ કહ્યું અરે ભાઈ મેં તો કશું નથી રાખ્યું, તો કિશોરભાઈ એ કહ્યું આ બે તમારું જ છે, જ્યારે રમેશભાઈએ તે બેગ ખોલી ને જોયું તો તેમાં ઘણા બધા પૈસા હતા. રમેશભાઈ એકદમ આશ્ચર્ય ચકિત થઈ ગયા. એ બેગમાં અંદાજે પેલા હાર ની કિંમત જેટલા જ રૂપિયા હતા.
રમેશભાઈને પોતાના વિચાર પ્રત્યે જ થોડી નફરત જેવું થવા લાગ્યું કારણકે જ્યાં સુધી તેને છળકપટ વગર ના ભાવે ઠાકોરજી ને હાર પહેરાવ્યો હતો ત્યાં સુધી તેઓએ પહેરી રાખ્યો. પછી જેવું પૈસાની વાત કરી કે તરત જ રમેશભાઈ નું અભિમાન તૂટી જાય એવી ઘટના બની. રમેશભાઈ મનોમન ઠાકોરજીની માફી માંગવા લાગ્યા પરંતુ હવે તો તેનું થઈ પણ શું શકે?
એટલા માટે જ કદાચ કહેવાય છે કે આપણી અંદર એવા ભાવ હોવા જોઈએ જેમાં અભિમાન નહીં પરંતુ વિનમ્રતા હોવી જોઈએ. ભગવાન જે ઇચ્છે છે એ જ થવાનું છે આપણે તો નિમિત્ત માત્ર છીએ.
જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો, તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં ૧ થી ૧૦ ની વચ્ચે રેટિંગ પણ આપજો.