વેપારીનો ખુબ જ કિંમતી હાર પહેરેલા ઠાકોરજી ગુમ થઈ ગયા, થોડા વર્ષો પછી એવું થયું કે વેપારી…

અને આ બાજુ કિશોરભાઈ અને તેની પત્ની દિવસ-રાત ઠાકોરજીની સેવા ખૂબ જ પ્રેમથી અને ભાવથી કરતા. હવે તો કિશોરભાઈ ની પત્ની ઠાકોરજીના સ્વરૂપને જાણે પોતાનો દીકરો જ માનવા લાગી. અને થોડા જ સમય પછી ઠાકોરજીની કૃપાથી તેઓના ઘરે દીકરી નો જન્મ થયો એટલે તેની પત્ની બોલી ઉઠી કે આપણો દીકરો છે અને હવે આપણે ઘેર દીકરી પણ જન્મે છે બસ હવે આપણો પરિવાર પૂરો થઈ ગયો. કિશોરભાઈ ની પત્ની પૂરા ભાવથી ઠાકોરજીની દિવસ-રાત સેવા કરતી અને ઘણી વખત અવારનવાર ઠાકોરજી પાસે જઈને જોવા લાગતી કે તેઓને કોઇ કષ્ટ તો નથી ને.

એક દિવસે રમેશભાઈને દુકાનના કામથી હું બહારગામ જવાનું થયું. અને ત્યાંથી ખૂબ જ વરસાદ શરૂ થઈ ગયો એટલે પાછા ફરવામાં મોડું થઈ ગયું. અને એટલામાં જ કિશોરભાઈ ત્યાં પોતાની રિક્ષા લઈને પહોંચ્યા. તરત જ રમેશભાઈ ને પૂછ્યું તમે અહીં કેમ ઊભા છો? આ વરસાદ તો હવે રોકાવાનું નામ નહિ લે. આખા ગામમાં પાણી ભરાઈ ચૂક્યા છે. મારુ ઘર અહીં પાસે જ છે તમે ઈચ્છો તો મારા ઘરે આવી શકો છો. રમેશભાઈ એ પહેલા વિચાર કર્યો કે આવી રીતે અજાણ્યા લોકોના ઘરે કેવી રીતે જવું. ખાસ કરીને તેની પાસે સોનાના અને હીરાના ઘણા દાગીના હતા એટલે વધારે ગભરાહટ અનુભવતા હતા. પરંતુ તેના ઘરે જવા સિવાય બીજો કોઈ ઉપાય પણ રમેશભાઈ પાસે નહોતો.
એટલે કિશોરભાઈ ની રીક્ષા માં બેસીને રમેશભાઈ અને કિશોરભાઈ બંને તેની ઘરે પહોંચ્યા. ઘરે પહોંચતાની સાથે કિશોરભાઈ તરત જ તેની પત્નીને અવાજ કરીને કહ્યું આજે આપણે ઘરે મહેમાન આવ્યા છે. તેની માટે જમવાનું બનાવજે. રમેશભાઈ એ કિશોરભાઈ નું ઘર જોયું નાનુ ઘર હોવા છતાં એકદમ વ્યવસ્થિત ગોઠવણ કરેલી હતી. ઘરમાં એક રૂમમાંથી ખુબ જ સરસ સુગંધ આવી રહી હતી એટલે રમેશભાઈ એ પૂછ્યું કે આ સુગંધ ક્યાંથી આવી રહી છે? કિશોરભાઈ એ કહ્યું એ રૂમમાંથી આવી રહી છે જ્યાં ઠાકોરજી વિરાજમાન છે.

રમેશભાઈ એ સહજતાથી પૂછ્યું તો હું એના દર્શન કરી શકું? કિશોરભાઈ તરત જ એ રૂમમાં રમેશભાઈને લઈ ગયા અને દર્શન કરાવ્યા. તો દર્શન કરીને રમેશભાઈ આશ્ચર્યચકિત થઈ ગયા કારણકે ઠાકોરજી પણ એ જ હતાં અને ઠાકોરજીના ગળામાં હાર પણ એ જ હતો.એટલે તરત જ રમેશભાઈએ કિશોરભાઇ ને પૂછ્યું તમે આ ઠાકોરજીનું સ્વરૂપ ક્યાંથી લઇ આવ્યા?

કિશોરભાઈ ના મનમાં જરા પણ છળકપટ ન હતું એટલે આખી વાતની જાણ કરી અને કહ્યું કે ઠાકોરજી અમને સૌભાગ્યથી મળ્યા અને અમારુ દુર્ભાગ્ય પણ ઠાકોરજી મળ્યા પછી સૌભાગ્યમાં બદલી ગયું.

એટલે કિશોરભાઈ ની બધી વાત સાંભળીને રમેશભાઈ એ પૂછ્યું શું તમે જાણો છો ઠાકોરજીના ગળામાં રહેલ આહાર ની કિંમત શું છે? એટલે કિશોરભાઈ બે હાથ જોડીને વિનમ્રતા સાથે કહ્યું કે એક વખત કોઈ વસ્તુ અમારા લાલાના અંગે લાગી ગઈ પછી અમે એનું મૂલ્ય જાણવા નથી ઇચ્છતા અને અમારા લાલા ની સામે કોઇ હાર કે બીજી કોઈ વસ્તુનો કંઈ જ મહત્વ નથી.

કિશોરભાઈ ના મોઢે થી આવી વાત સાંભળીને રમેશભાઈ એકદમ ચૂપ થઈ ગયા. અને મનોમન વિચારવા લાગ્યા કે ચલો સારું છે મારો હાર ઠાકોરજીએ પોતાના અંગે તો લગાવ્યો છે. વરસાદ હજુ પણ રોકાયો નહોતો તે દિવસ ત્યાં કિશોર ભાઈ ના ઘરે જ રમેશભાઈ રોકાઈ ગયા. બીજા દિવસે સવારે જ્યારે કિશોરભાઈ ની રિક્ષામાં જ રમેશભાઈ પોતાની ઘરે જવા રવાના થયા ત્યારે જ્યારે રમેશભાઈ રિક્ષામાંથી ઉતરી ને ઘર તરફ જવા લાગ્યા ત્યારે કિશોર ભાઈ એ કહ્યું કે તમારો કોઈ સામાન રિક્ષામાં રહી ગયો છે.

રમેશભાઈએ કહ્યું અરે ભાઈ મેં તો કશું નથી રાખ્યું, તો કિશોરભાઈ એ કહ્યું આ બે તમારું જ છે, જ્યારે રમેશભાઈએ તે બેગ ખોલી ને જોયું તો તેમાં ઘણા બધા પૈસા હતા. રમેશભાઈ એકદમ આશ્ચર્ય ચકિત થઈ ગયા. એ બેગમાં અંદાજે પેલા હાર ની કિંમત જેટલા જ રૂપિયા હતા.

રમેશભાઈને પોતાના વિચાર પ્રત્યે જ થોડી નફરત જેવું થવા લાગ્યું કારણકે જ્યાં સુધી તેને છળકપટ વગર ના ભાવે ઠાકોરજી ને હાર પહેરાવ્યો હતો ત્યાં સુધી તેઓએ પહેરી રાખ્યો. પછી જેવું પૈસાની વાત કરી કે તરત જ રમેશભાઈ નું અભિમાન તૂટી જાય એવી ઘટના બની. રમેશભાઈ મનોમન ઠાકોરજીની માફી માંગવા લાગ્યા પરંતુ હવે તો તેનું થઈ પણ શું શકે?

એટલા માટે જ કદાચ કહેવાય છે કે આપણી અંદર એવા ભાવ હોવા જોઈએ જેમાં અભિમાન નહીં પરંતુ વિનમ્રતા હોવી જોઈએ. ભગવાન જે ઇચ્છે છે એ જ થવાનું છે આપણે તો નિમિત્ત માત્ર છીએ.

જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો, તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં ૧ થી ૧૦ ની વચ્ચે રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel