વહુ ને સાસુએ કહ્યું નીચે આવો, પિયરથી તમારા ભાઈ આવ્યા છે. વહુએ નીચે આવતા આવતા કહ્યું “પરંતુ મારે તો કોઈ ભાઈ જ નથી મમ્મી” પછી રૂમમાં જઈ જોયું તો વહુ…

ઘરમાં પ્રસંગ ની તૈયારીઓ થઇ રહી હતી, માલતીની બંને વહુઓ ના પિયરથી અનેક થેલાઓમાં સામાન અહીં પહોંચાડી દેવામાં આવ્યો હતો. બંને વહુના ભાઈઓએ આ સામાન માલતી બહેનના ઘરે પહોંચાડ્યો હતો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

માલતી બહેન ની સૌથી નાની વહુ શીતલ ના લગ્ન પછી આ પહેલો જ પ્રસંગ આવી રહ્યો હતો. શીતલ ના માતા પિતા શીતલ જ્યારે નાની હતી ત્યારે જ આ દુનિયા છોડીને ચાલ્યા ગયા હતા. શીતલ ના માતા પિતા નું એક્સિડન્ટ થયા પછી તેના કાકા કાકી એ જ શીતલ ને મોટી કરી હતી.

શીતલ ખુબજ નાની ઉંમરથી હોસ્ટેલમાં રહેવા જતી રહી હતી એટલા માટે ઘર પ્રસંગના રીતિરિવાજો ની તેને બહુ ઓછી જાણકારી હતી. શીતલ ભણવામાં ખૂબ જ હોશિયાર હતી તે પૂરતી સુવિધા પણ નહોતી એવી હોસ્ટેલમાં રહેતી હોવા છતાં તેનો કાયમ પહેલો નંબર આવતો.

કોલેજ પૂરી થયા પછી શીતલને કોલેજના કેમ્પસમાંથી જ નોકરી પણ મળી ચૂકી હતી. શીતલ અને મયંક બંને એક જ કંપનીમાં નોકરી કરી રહ્યા હતા, અને થોડા સમય પછી બંને એકબીજાના મિત્ર બની ગયા હતા અને એકબીજાને તેઓ પસંદ કરવા લાગ્યા હોવાથી પરિવારની સંમતિ સાથે તે બન્નેના લગ્ન કરાવી દેવામાં આવ્યા.

જ્યારે શીતલ એ જોયું કે તેની બંને જેઠાણી ઓ ના પિયરથી બધો સામાન સાડીઓ મીઠાઈઓ વગેરે આવ્યું છે. ત્યારે તેને મનમાં પોતાનો પરિવાર ન હોવાનું ખૂબ જ દુઃખ થવા લાગ્યું. પિયર ના નામે તેના કાકા કાકી નું ઘર હતું પરંતુ તેઓએ શીતલને બાળપણમાં જ હોસ્ટેલમાં એડમિશન કરાવી ને પોતાની જવાબદારી નિભાવી લીધી હતી.

અને થોડા સમય પહેલા તેના લગ્ન નક્કી કર્યા ત્યારે લગ્ન પણ તેના કાકા કાકી એ કરાવી દીધા હતા, હવે તેના પિયરથી કોણ સામાન લઈને આવશે બસ આ જ વિચાર કરી કરીને તે દુઃખી થઈ રહી હતી. જેઠાણીઓ ને મસ્તી મજાક માં હસતા જોઈને પણ તેને એવું લાગ્યું કે કદાચ બંને જેઠાણીઓ તેનો મજાક ઉડાવી રહી છે. વર્ષો પછી આજે ફરી પાછી તેને માતા-પિતાની ખામી સૌથી વધારે મહેસૂસ થઇ રહી હતી.

ધીમે ધીમે પ્રસંગ આગળ વધતો ગયો અને આજના દિવસનો પ્રસંગ પૂરો થઈ ગયો, આ પ્રસંગ દરમિયાન પણ શીતલ માણી નહોતી શકી. કારણ કે તેના મનમાં હજુ પહેલો વિચાર દુઃખી કરી રહ્યો હતો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

બીજા દિવસે સવારે શીતલ તૈયાર થઇ રહી હતી એવા માટેની સાસુએ અવાજ કરીને નીચે બોલાવી અને કહ્યું શીતલ વહુ, તમે નીચે આવો... તમારા પિયરમાંથી સામાન આવ્યો છે.

આ વાક્ય સાંભળીને તૈયાર થઈ રહેલી શીતલ બધું એક બાજુ મુકીને તરત જ કુતૂહલ સાથે નીચે ઉતરીને હોલમાં આવી, આવીને તરત જ પૂછ્યું મારા કાકા અને કાકી આવ્યા છે, ક્યાં છે એ લોકો? મમ્મી જવાબ તો આપો, મને તો ખબર પણ નથી કે એ લોકો આવવાના હતા! કુતૂહલ સાથે શીતલ બધું બોલી.

ત્યારે માલતી બહેને કહ્યું અરે શીતલ બેટા તમારા કાકા કાકી નહિ પરંતુ તમારા ભાઈઓ અને ભાભીઓ બધું લઈને આવ્યા છે. આવું સાંભળીને શીતલ ને વધુ આશ્ચર્ય થયું તેને કહ્યું પણ મમ્મી મારે તો કોઈ ભાઈ જ નથી? તો કોણ લઈને આવ્યું છે?

સાસુએ કહ્યું શીતલ બેટા, રૂમમાં જઈને જોઈ લો, એ લોકો તમારી રાહ જોઈ રહ્યા છે.

શીતલ ના મનમાં ગડમથલ ચાલી રહી હતી કે આ વળી કોણ ભાઈ આવ્યા હશે, મનમાં ગડમથલ લઈને તે રૂમ તરફ આગળ વધવા લાગી. ત્યાં જઈને જોયું તો અંદર રૂમમાં તેના જેઠ જેઠાણીઓ ઉભા હતા, તે હજુ પણ આશ્ચર્ય ચકિત થઈને બધું જોઈ રહી હતી. ત્યાં જ પાછળથી માલતી બહેન પણ આવ્યા અને કહ્યું અરે તમારા પિયરથી લોકો આવ્યા છે તો ચા પાણી નું પણ નહીં પૂછો કે શું? આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

શીતલને કંઇ સમજમાં નહોતું આવી રહ્યું કે શું થઈ રહ્યું છે? તે પોતાના જેઠ જેઠાણી ને જોઈને ફરી પાછું સાસુ સામે જોવા લાગતી તો વળી બીજા લોકો સામે જોવા લાગતી, તેનો આવો માસુમ ચહેરો જોઈને દરેક લોકો હસવા લાગ્યા.

શીતલ ને ફરી પાછું થયું કે લોકો તેની મજાક ઉડાવી રહ્યા છે તે શરમથી નીચું જોવા લાગી કે તરત જ તેની સાસુએ તેને કહ્યું અરે શીતલ બેટા કાલે જ્યારે જેઠાણીના પિયરમાંથી શુકન નો સામાન આવ્યો હતો. ત્યારે અમે બધાએ તમારા ચહેરામાં રહેલી રોનક ગાયબ થઈ જતા જોઈ હતી. અને તમારી ઉદાસીનતા પણ જોઈ લીધી હતી.

માતા-પિતા ન હોવાનું દુઃખ તમારા ચહેરા ઉપર સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું, પિયરની મહત્વતા શું હોય તે આપણી સ્ત્રીઓ થી વધારે કોણ સમજી શકે એટલા માટે જ મેં નક્કી કર્યું કે આજે એક નવો સંબંધ બનાવીએ અને તમને તમારા પિયરનું સુખ આપીએ. શીતલ આ બધું સાંભળીને રડવા લાગી તેને આ વાત ઉપર વિશ્વાસ જ નહોતો થઈ રહ્યો.

જે સંબંધો ન હોવાને કારણે તેને ગઈકાલ સુધી મજાક બનવાનો ડર લાગી રહ્યો હતો એ જ સંબંધો એ આજે એક નવી વિચારધારા અપનાવીને શીતલને તેનું પિયર આપ્યું હતું. તે રડતા રડતા તેની સાસુ ને ભેટી પડી અને તેના મોઢેથી માત્ર એક જ શબ્દ નીકળી શક્યો “મા”. ધ્રુસકે ને ધ્રુસકે રડી રહેલી શીતલ ને આજે જાણે પોતાની સાસુ મા પોતાની માં માના દર્શન થઈ ગયા હતા.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો. તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 5 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

Read more

છેલ્લા શ્વાસે પિતાએ કર્યો મોટો ખુલાસો, દીકરો સાંભળીને સ્તબ્ધ થઈ ગુસ્સામાં પિતાને કહેવા લાગ્યો...

કિશનના હાથમાં રહેલી લાકડીનો અવાજ સિમેન્ટના રસ્તા પર એકધારો આવતો હતો. તેના પિતા, રતિલાલભાઈ, દરવાજા પાસે ઊભા હતા. તેમણે કિશનનો હાથ પકડવા માટે પોતાનો હાથ

By Just Gujju Things Team

કરિયાણાના છૂટા પૈસા બચાવીને માતાએ દીકરીને આપી ભેટ

શાંતાબેને રસોડાના ડબ્બા પાછળથી પિત્તળની નાની પેટી બહાર કાઢી. તેમના હાથ થોડા ધ્રૂજતા હતા, પણ પકડ મજબૂત હતી. તેમણે રસોડાના ટેબલ પર રહેલી એ જૂની

By Just Gujju Things Team

વરરાજાના મિત્રોએ કરી એવી ભૂલ કે દુલ્હને લગ્ન તોડીને આખા ગામને ચોંકાવી દીધું

આ એક સાચી ઘટના પર આધારિત વાર્તા છે. જોકે તે કાલ્પનિક શૈલીમાં લખવામાં આવી છે અને પાત્રોના નામ બદલવામાં આવ્યા છે. ગામના પાદરમાં આવેલા જૂના મંદિરમા

By Just Gujju Things Team

કિડની વેચીને પુત્રને કરોડપતિ બનાવનાર માતાને ઘરડાઘર? ડાયરીએ ખોલ્યું રહસ્ય!

ભવ્ય મંચ પર અજય શાહ જ્યારે 'વર્ષના સર્વશ્રેષ્ઠ ઉદ્યોગપતિ'નો એવોર્ડ સ્વીકારી રહ્યો હતો, ત્યારે તેની આંખોમાં ગર્વ નહોતો, માત્ર એક

By Just Gujju Things Team