સવાર સવારમાં પોતાના બંગલા ના બગીચા માં લોન પર ચાલતા ચાલતા શેઠ ગોરધનદાસ ના મન માં અજીબ ગડમથલ ચાલી રહી હતી. તેની પત્ની ના અવસાન બાદ વેપાર નું કામકાજ તેના દીકરા ને સોંપી અને પોતાનો સમય ઘર માં નાના નાના કામ માં અને પોતાના પૌત્ર અને પૌત્રી ને રમાડવા માં સમય વિતાવી રહ્યા હતા.
પરંતુ જ્યારથી ડોકટરે ગંભીર રોગ નું નિદાન કર્યું ત્યારે વહુ દીકરા નું વર્તન ગોરધનદાસ સાથે ફરી ગયું હતું, જો કે ડોકટરે કહ્યું હતું કે અડવાથી ચેપ લાગે તેવી બીમારી નથી એટલે એવી કઈ ચિંતા કરશો નહીં. ગોરધનદાસ ની તબિયત ની કાળજી રાખશો અને સમયસર દવા આપશો. પરંતુ વહુ દીકરા ને ડોકટર ની વાત માં પણ વિશ્વાસ બેઠો નહિ.
અને પોતાના સંતાનો ને દાદા સાથે રમવાની કે તેની પાસે જવાની મનાઈ ફરમાવી દીધી. તેમજ ભોજન પણ નોકર સાથે મોકલી આપતા વહુ દીકરા ના આવા વર્તનથી વિચારમાં ને વિચારમાં ગોરધનદાસ લોન પર ચાલતા ચાલતા દીકરા ના રૂમની બારી પાસેથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે તેના કાનમાં વહુ દીકરા ની વાત કરવાનો અવાજ પડ્યો.
અને વહુ તેના પતિ ને કહી રહી હતી કે હું તમને કહી દઉં છું પિતાજી ને ભલે ચેપ લાગે તેવી બીમારી ના હોય પણ હું મારા અને મારા બાળકો ને સ્વાસ્થ્ય ને લઇ ને કોઈ જોખમ લેવા માટે તૈયાર નથી. તમે તેને એક સારા વૃદ્ધાશ્રમ માં દાખલ કરાવી દ્યો. જેટલા રૂપિયા ભરવા પડે તેટલા ભરી આપો. અને આપણે થોડા થોડા સમયે મળવા માટે આવતા જતા રહીશું.
ત્યારે દીકરા એ વહુ ની વાત માં હા માં હા મિલાવતા કહ્યું કે હું આજે રાત્રે જ બાપુજી પાસે જઈશ અને આ વિશે વાત કરીશ. ગોરધનદાસ આટલી વાત સાંભળી એટલે ત્યાં વધારે વખત ઉભા ન રહી શક્યા અને બીજું કઈ સાંભળવાની તેની હિંમત નહોતી રહી. ઠંડા બરફ જેવા થઇ ગયા હતા. અને પોતાના રૂમમાં આવી અને પલંગ પર સુઈ ગયા. તેના ધબકારા ખુબ જ ઝડપથી ચાલી રહ્યા હતા.
રાત્રે ગોરધનદાસ તેના રૂમ માં જમી ને ખુરશી પર બેઠા બેઠા ભગવાન નું સ્મરણ કરી રહ્યા હતા. ત્યારે તેનો દીકરા એ ધીમા પગલે અને નીચું જોઈ ને રૂમ માં પ્રવેશ કરે છે ત્યારે તેના પિતાએ પોતાની જાતને દૃઢ નિર્ણય સાથે જાણે તૈયાર કરી લીધી હતી. કહ્યું આવ આવ બેટા આવ કહેતા ગોરધનદાસ તેના દીકરાને અંદર બોલાવ્યો. અને ખુરશી ખાલી કરી આપી.