વહુએ કહ્યું પિતાને વૃદ્ધાશ્રમ મૂકી આવજો, આ વાત પિતાએ સાંભળી લિધી એટલે રાત્રે દીકરાને બોલાવીને એવું કહ્યું કે દીકરો…

પોતે પલંગ પર બેઠા અને પૂછ્યું કે તું શું મૂંઝવણમાં છો ??? તારું મોઢું કેમ પડી ગયું છે ??? ત્યારે તેમના દીકરાએ કહ્યું કે હું તમારી સાથે એક વાત કરવા માટે આવ્યો છું ત્યારે પિતાએ જવાબ આપતા કહ્યું બેટા હું પણ તારી સાથે એક વાત કરવા માંગુ છું, સારું થયું કે તું જ અહીં આવી ગયો નહીંતર હું તને અવાજ કરીને બોલાવવાનો જ હતો.

ત્યારે દીકરો ખુરશી બાપુજી ની નજીક કરતા બોલ્યો કે પહેલા તમે જ કહો શું વાત કરવા માંગો છો? ત્યારે પિતાએ કહ્યું કે વાત એમ છે બેટા કે ડોક્ટરે મારી બીમારી ને એકદમ ગંભીર બતાવી છે. અને મારી ઇરછા છે કે મારુ બાકી નું જીવન મારી જેવા બીમાર લોકો કે જેને ક્યાંય થી સહાય મળતી નથી એવા વૃદ્ધો સાથે વ્યતીત કરું.

બોલતા બોલતા તેના પિતાના ગળે જાણે ડુમો ભરાઈ ગયો હતો. અને આ વાત સાંભળતા જ તેનો દીકરો ના મન માં અને મન માં હરખાઈ ગયો કારણ કે પિતાજી એ સામે ચાલી ને તેના મનમાં જે ઇચ્છા હતી તે જણાવી દીધી હતી ત્યારે તેના દીકરા એ નાટક કરતા કહ્યું કે તમે શું કહી રહ્યા છો તમને અહીંયા રહેવા માં શું તકલીફ છે?

ત્યારે જવાબમાં તેના પિતાએ તેને કહ્યું કે મને અહીંયા રહેવા માં શું તકલીફ હોય? મેં આખી જિંદગી મહેનત કરી ને મકાન દુકાન અને રૂપિયા બનાવ્યા છે. એટલે મને આ મકાનમાં રહેવામાં કોઈ તકલીફ નથી પરંતુ તને કહેતા પણ મને તકલીફ થાય છે કે હવે તું તારી પત્ની અને બાળકો તમારી રહેવાની વ્યવસ્થા અન્ય જગ્યા એ કરી લેજો.

કારણ કે મારા આ બંગલા માં વૃદ્ધાશ્રમ બનાવવાનું નક્કી કર્યું છે. અને નિરાધાર વૃદ્ધો કે જેને પોતાના ઘર માંથી પ્રેમ થી કે પરાણે હાંકી કાઢવામાં આવે છે, તેને હું અહીંયા શાંતિથી રહેવા દઉં અને હું પણ મારા બંગલા માં શાંતિ થી રહી શકું. અને હા તું પણ કંઈક કહેવા માંગતો હતો, શું વાત હતી?? બોલને બેટા… રૂમમાં એકદમ સન્નાટો છવાઈ ગયો અને થોડા જ સમય પછી દીકરો કંઈ જ બોલ્યા વગર તેના રૂમમાં થોડીવાર પછી દીકરો ત્યાંથી વીલા મોઢે ચાલ્યો ગયો.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો, તેમજ આ સ્ટોરીને કમેન્ટ માં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel