ઉઘાડા પગે જઈ રહેલી દીકરી ને બોલાવીને દુકાનદારે કહ્યું ચપ્પલ લઈ લો, દીકરીના ભાઈએ કહ્યું પૈસા નથી તો દુકાનદારે એવું કહ્યું કે દીકરીનો ભાઈ...
એક સાત વર્ષનો દીકરો અને ત્રણ વર્ષની દીકરી, આ બંને અત્યંત ગરીબીમાં જીવન વિતાવી રહ્યા હતા.. આજે નજીકના વિસ્તારમાં આવેલા એક મંદિરમાં બટુક ભોજન હોવાથી બંને ભાઈ બહેન ત્યાં પ્રસાદ લેવા માટે જવાના હતા. પ્રસાદ લઈને તેની ઝૂંપડી બાજુ આગળ વધી રહ્યા હતા.
ઉનાળાનો સમય હતો તડકો પણ ખૂબ જ પડતો હતો,. પરંતુ તેની પાસે પહેરવા માટે ચપ્પલ નહોતા, નાની બહેનને પગ બળતા હતા ત્યાં જ એક ચપ્પલ વાળા ની દુકાન આવી અને બહેને તેના ભાઈને કહ્યું કે મને અહીંયા થી ચપ્પલ લઈ આપ કારણકે મને પગ બહુ બળે છે.
ત્રણ વર્ષનું બાળક સરખું બોલી પણ ન શકે પરંતુ તે બોલે તે આપણે સમજી જાય, એવી જ રીતના તેનો ભાઈ પણ બહેને શું કહ્યું તે તરત જ સમજી ગયો તેના ભાઈએ તેને કહ્યું અત્યારે આપણી પાસે પૈસા નથી. તું થોડા દિવસ રાહ જોઈ લે હું હમણાં જ કોઈક નોકરી કે મજૂરી કામ કરીશ અને તને ચપ્પલ અપાવીશ.
ચપ્પલની દુકાને પસાર થતા થતા ભાઈ બહેન આ વાત કરી રહ્યા હતા આ વાત ચપ્પલની દુકાનવાળા ભાઈના કાને પણ પડી, દુકાનદારે તરત જ છોકરાને અવાજ કરીને બોલાવ્યો અને કહ્યું કે તારી નાની બહેન માટે તું એક જોડી ચપ્પલ લઈ લે ત્યારે છોકરાએ કહ્યું કે મારી પાસે પૈસા નથી.
દુકાનદારે કહ્યું તો પૈસા સિવાય બીજું કંઈ છે? ભાઈએ ખિસ્સા તપાસીને કહ્યું મારે રમવા માટે આ લખોટી છે તેમાં ચપ્પલ આવે? દુકાનદારે થોડા સ્મિત કરીને કહ્યું અરે હા એ બધું થઈ જશે તું તારી નાની બહેનને જે ગમે તે ચપ્પલ લઈ લે પછી પૈસાની વાત કરીશું.
એક સમયે દુકાનદાર પણ આવી જ રીતના અત્યંત ગરીબ હોવાથી તેને જાણે પોતાનો ભૂતકાળ તે બાળકોમાં દેખાઈ રહ્યો હતો,. જીવનમાં ઘણા ઉતાર ચડાવ જોઈ ચૂકેલા એ માણસની વાત કરવામાં ખૂબ જ સરળતા હતી.
થોડા સમય પછી નાની બહેન માટે ચપ્પલ લઈ લીધા, બહેનને જે ગમે તે ચપ્પલ લઈને આવ્યો અને ચડ્ડીના ખિસ્સામાં રહેલી બધી લખોટી નો ઢગલો દુકાનદારના ટેબલ પર કરી દીધો અને પૂછ્યું આમાં ચપ્પલ આવી જશે કે નહીં? આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
દુકાનદારે તેમાંથી ગણીને બે લખોટી લઈ લીધી, અને બાકીની છોકરાને પાછી આપતા કહ્યું આ ચપ્પલ ની કિંમત બે લખોટી જ છે ભાઈ આ વધારાની લખોટી તું પાછી ખિસ્સામાં મૂકી દે, છોકરો તો રાજી થઈ ગયો ખિસ્સામાં લખોટી મૂકતા મૂકતા દુકાનમાંથી બહાર જતો રહ્યો.
એ દુકાનદારની દુકાનમાં કામ કરી રહેલા એક માણસે તે શેઠને પૂછ્યું કે શેઠ આટલા મોંઘા ભાવના ચપ્પલ હતા. તમે તેને ફક્ત બે લખોટી ના બદલે આપી દીધા?
ત્યારે દુકાનદારે જવાબ આપ્યો, કે તે ભાઈના ચહેરા પર બહેનને ચપ્પલ લઈ લીધા નો આનંદ સ્પષ્ટ પણે દેખાતો હતો અને તેની નાની બહેન પણ ચપ્પલ જોઈને પહેરીને ખૂબ જ રાજી થઈ ગઈ હતી.
ભલે અત્યારે તેને કશું સમજ નથી પડતી પરંતુ જ્યારે મોટા ને સમજદાર થશે ત્યારે હંમેશા માટે આપણને યાદ કરશે કે બે લખોટી ના બદલામાં મને એક ચપ્પલ મળ્યા હતા. સમય બધાના બદલાય છે, ખરાબ સમયમાં તેને અહીંથી ચપ્પલ મળ્યા તે વાત તે જિંદગીભર ભૂલશે નહીં એવું મારું માનવું છે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
માણસને જવાબ આપીને બંને લખોટી હાથમાં લઈ દુકાનમાં સામે રહેલા ભગવાન ના મંદિરમાં મૂર્તિની બાજુમાં રાખી દીધી. સમાજની અંદર મોટાભાગના માણસો સારા જ હોય છે પરંતુ તેની અંદર જ્યારે સકારાત્મકતા જાગૃત થાય ત્યારે માણસ પોતે પણ અને સમાજ પણ સારા બનવા માટે પ્રેરિત થઈ જાય છે.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં એક થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.