ત્રણ મિનિટનો સમય કાઢીને આ વાંચી લેજો, જો આંખમાંથી આંસુ ન નીકળે તો કહેજો...
એક નાનો છોકરો તેના ઘર પાસે આવેલા આંબા ના ઝાડ પાસે રમત રમવાનો બહુ જ આનંદ આવતો હતો અને તે નવરાશ ની પળો માં આંબા ના ઝાડ પાસે આવી અને રમતો ઝાડ પર ચડતો કેરી ખાતો અને રમતો અને થાકી જતા તે ઝાડ ના છાંયડે સુઈ જતો.
આમ આંબા ના ઝાડ અને છોકરા ની વચ્ચે અનોખો સંબંધ થઇ ગયો હતો આમ ને આમ છોકરો થોડો મોટો થઇ ગયો હતો અને તેને ઝાડ પાસે આવવાનું ઓછું કરી નાખ્યું હતું અને થોડા સમય પછી તો સાવ બંધ કરી દીધું હતું આંબા નું ઝાડ તે છોકરાને યાદ કરી અને રડી લેતું હતું
એક દિવસ તે છોકરો અચાનક જ આંબા ના ઝાડ તરફ આવ્યો ત્યારે આંબા ના ઝાડ એ કહ્યું તું ક્યાં ચાલ્યો ગયો હતો મને તારા વિના જરા પણ ગમતું નહોતું ચાલો હવે આપણે બંને સાથે રમત રમીયે છોકરો કંઈક ચિંતા માં હતો તેને ઝાડ ને કહ્યું હવે મારી રમત રમવાની ઉંમર નથી
મારે હવે ભણવા માટે સ્કૂલે જવું છે પણ અમારી પાસે સ્કૂલ ની ફી ભરવાના રૂપિયા નથી ત્યારે આંબા ના ઝાડ એ તે છોકરાને કહ્યું કે એમાં શું થઇ ગયું ??? મારા ઝાડ પર જે કેરી છે હેતુ લઇ લે અને બજાર માં જય ને વહેંચી ને તેના રૂપિયા તારી સ્કૂલ ફી માં ભરી આપજે આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
એટલે તારું કામ થઇ જાય તે છોકરા એ બધી કેરી ઉતારી લીધી અને ચાલ્યો ગયો અને ત્યાર બાદ પાછો ક્યારેય દેખાયો નહિ અને આંબા નું ઝાડ તેની રાહ જોઈ રહ્યું. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
એક દિવસ એ છોકરો ફરી ને પાછો ઝાડ પાસે આવ્યો અને ઝાડ ને કહ્યું કે હવે હું નોકરી એ લાગી ગયો છું અને મારા લગ્ન પણ થઇ ગયા છે પણ મારી પાસે રહેવા માટે ઘર નથી ત્યારે આંબા ના ઝાડ એ કહ્યું કે મારુ આખું ઝાડ અને ડાળી કાપી ને લઈ જા અમે તારું ઘર બનાવી લે.
ત્યારે છોકરો જે હવે જુવાન હતો તે આખું ઝાડ કાપી અને સાથે લઇ ગયો અને પોતાનું ઘર બનાવ્યું હવે આંબા ના ઝાડ ના નામે થોડું થડ હતું અને તે થડ ને હવે તે જુવાન તેની પાસે આવે તેવી આશા પણ નહોતી પરંતુ વર્ષો પછી એક દિવસ એક વૃદ્ધ વ્યક્તિ તેની પાસે આવે છે.
અને થડ ને કહે છે કે કદાચ તમે મને નહિ ઓળખી શકો પણ હું તમને સારી રીતે ઓળખું છું હું એ જ છોકરો છું જે તમારી પાસે વારંવાર આવતો અને તમારી મદદ માંગતો અને તમે મને દરેક સમયે મદદ કરી અને તમારું અસ્તિત્વ મિટાવી દીધું.
ત્યારે આંબા ના ઝાડ ના થડ એ કહ્યું કે હવે હું તમને કશું મદદ કરી શકું તેમ નથી કારણ કે હવે મારી પાસે કઈ જ નથી જે તમને આપી શકું.
ત્યારે એ વૃદ્ધ વ્યક્તિ એ કહ્યું કે આજે હું તમારી પાસે થી કઈ લેવા માટે નથી આવ્યો પણ આજે મારે તમારી સાથે મન ભરી ને વાતો કરવી છે આટલું બોલતા જ તે ઝાડ ને બાથ ભરી અને રડવા લાગ્યા અને ઝાડ ના થડ માંથી ફરીને ડાળીઓ અંકુરિત થવા લાગી.
આ કહાની માં રહેલા આંબા નું ઝાડ તે કોઈ ઝાડ ની વાત નથી પણ તે ઝાડ તે આપણા માતા પિતા છે જયારે આપણે નાના હતા ત્યારે તેની સાથે રમવું સારું લાગતું હતું જેમ જેમ આપણે મોટા થયા તેમ તેમ માતા પિતા થી થોડા દૂર થતા ગયા જયારે કઈ જરૂર પડે ત્યારે જ આપણે તેની પાસે જતા હોય છીએ.
આજે પણ કેટલાય માતા પિતા ઝાડના થડ ની જેમ જ તેના બાળકો ની રાહ જોઈ રહ્યા છે. ત્યાં જઈને તેને ભેટી ને ગળે લગાવી લો. અને પછી આપ જોઈ શકશો કે વૃદ્ધાવસ્થા ના જીવન માં ફરી ને આનંદ ની ડાળીઓ કેવી રીતે અંકુરિત થાય છે.
આ સ્ટોરી ના વધુ માં વધુ લોકો સાથે શેર કરશો લખો લોકો માંથી એક બે સંતાનો પણ સાચા રસ્તા પર આવી અને પોતાના માતા પિતા ને ગળે લગાવી લે તો લખવાવાળા અને વાંચવા વાળા બંને નું કર્યું સાર્થક થઈ જાય.
જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.