ટ્રેનમાં પતિ-પત્ની દરરોજ સાથે મુસાફરી કરતા, પરંતુ એક દિવસ પત્ની સાથે નહોતી તો પૂછ્યું પત્ની ક્યાં ગઈ? તો પતિએ એવો જવાબ આપ્યો કે...
એક પતિ-પત્ની દરરોજ ટ્રેનમાં મુસાફરી કરતા, આ બંને ની ખાસિયત એ હતી કે તેઓ હંમેશા એક સમયે એક જ ટ્રેનમાં એક સાથે મુસાફરી કરતા. આ પતિ પત્નીની સાથે એક યુવક બીજો હતો જે પણ કાયમી ધોરણે આ ટ્રેનમાં જ મુસાફરી કરતો એટલે એ યુવક તે પતિ પત્ની ને ઓળખતો નહોતો પરંતુ એક જ ટ્રેનમાં જવાનું હોવાથી તે પતિ પત્ની ને દરરોજ જોતો હતો.
ટ્રેનમાં મુસાફરી દરમિયાન પતિ પત્ની બેસીને ઘણી બધી વાતો કરતા રહેતા અને પત્ની વાતો કરતી વખતે તેની પાસે એક સ્વેટર હતું જે સ્વેટર ગૂંથતી રહેતી. યુવકને જોઈને તો પ્રાથમિક એવો જ અંદાજ આવતો કે બંને એક જગ્યાએ કામ કરવા માટે જતા હશે.
પરંતુ પતિ પત્નીને આ રીતે આપસમાં ચર્ચા કરતા જોઈ અને એકબીજા સાથે હસી ખુશી થી વાત કરતા જોઈને તે યુવકને થતું ક્યા બંનેની જોડી એકદમ પરફેક્ટ છે.
થોડા દિવસો પછી એ યુવક જ્યારે ટ્રેનમાં મુસાફરી કરવા માટે ગયો તો તેની નજર પડી કે કાયમની જેમ આજે તે પતિ પત્ની ટ્રેનમાં નહોતા આવ્યા, ત્યારે યુવકને થોડું અજીબ લાગ્યું કારણકે લગભગ ઘણા સમયથી તેઓ સાથે જ મુસાફરી કરતા અને તે પતિ પત્ની ને દરરોજ જોવાની પેલા યુવક ની આદત પડી ગઈ હતી.
બીજા દિવસે પણ જ્યારે યુવક ટ્રેનમાં ગયો તો બીજા દિવસે પણ પતિ-પત્ની કોઈ ટ્રેન માં નહોતા, આમ એક પછી એક દિવસ વિતતા ગયા અને અંદાજે 20 દિવસ જેટલો સમય વિતી ગયો આટલા લાંબા સમય સુધી પતિ-પત્નીને એક પણ વખત ટ્રેનમાં ન જોયા એટલે યુવકે વિચાર્યું કે લગભગ પતિ-પત્ની બીજે રહેવા ચાલ્યા ગયા હશે અથવા તો તે ક્યાંક બહાર ગયા હશે.
પછી એક દિવસ અચાનક યુવક ટ્રેનમાં ચડ્યો તો તેની નજર સામે પડી તેને જોયું કે પતિ-પત્ની માંથી એકલો પતિ જ મુસાફરી કરી રહ્યો હતો અને તેની પત્ની તેની સાથે નહોતી. પતિનો ચહેરો પણ એકદમ ઉદાસ હતો, તેની દાઢી પણ વધી ગઈ હતી અને તેને કપડાં પણ વિખરાયેલા પહેર્યા હતા. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
આ યુવક થી રહેવાયું નહીં એટલે તેણે ત્યાં જઈને પતિને પૂછ્યું આજે તમે તમારી પત્ની સાથે નથી આવ્યા? આ વાતનો પતિએ કશો જવાબ ન આપ્યો. યુવકે ફરી પાછું એક વખત પૂછ્યું તમે આટલો સમય ક્યાં ગયા હતા, ક્યાંય બહાર ગયા હતા? આ વખતે પણ પતિએ કોઇ જ જવાબ ના આપ્યો...
યુવકે થોડી મિનિટો પછી ફરી પાછું તેને તેની પત્ની વિશે પૂછ્યું એટલે તે પતિ એ જવાબ આપ્યો મારી પત્ની હવે આ દુનિયામાં નથી.
આ સાંભળીને પેલો યુવક એકદમ આશ્ચર્ય ચકિત રહી ગયો, તેને આ વાત ઉપર વિશ્વાસ ન થયો. અને થોડા સમય પછી સ્વસ્થ થઈને તે વધુ જાણવા માગતો હતો એટલે તેને પૂછ્યું તમારી પત્નીને શું થયું હતું? પતિએ પણ સ્વસ્થ થઈને યુવકને જવાબ આપતા કહ્યું મારી પત્નીને છેલ્લા સ્ટેજનું કેન્સર હતું, ઘણા સમયથી નિદાન ચાલી રહ્યું હતું પરંતુ અંતે ડોક્ટરોએ પણ આશા ગુમાવી દીધી, અને મારી પત્ની પોતે પણ આ વાત જાણતી હતી. પરંતુ તેનો આગ્રહ એવો હતો કે આપણે વધુ ને વધુ સમય એકબીજાની સાથે વીતાવવો જોઈએ.
એટલે જ્યારે પણ હું સવારે દરરોજ ઓફિસ જવા નીકળતો ત્યારે મારી સાથે તે પણ આવતી, અને હું મારા ઓફિસ પાસેના સ્ટેશન ઉપર ઉતરીને મારી ઓફિસે જતો રહેતો અને તે ફરી પાછી ઘરે જતી રહેતી. ગયા મહિને જ મારી પત્નીનું અવસાન થઈ ગયું, આટલું કહીને પતિ ભાવુક થઈ ગયો અને આગળ કશું બોલી ન શક્યો...
એટલામાં જ તે જે સ્ટેશન ઉપર કાયમ ઉતરી જતો ત્યાં નીચે ઉતરવા માટે જગ્યા ઉપરથી ઊભો થઈને નીચે જવા લાગ્યો... એવામાં પહેલા યુવકનું ધ્યાન ગયું કે તે માણસે એક સ્વેટર પહેર્યું હતું આ કોઈ બીજું સ્વેટર નહીં પરંતુ એ જ સ્વેટર હતું જે તેની પત્ની કાયમ તેની સાથે વાતો કરતી કરતી ટ્રેનમાં ગુંથતી રહેતી. અને આ સ્વેટર ની એક સાઈડ હજુ અધૂરી હતી, જે ગૂંથે તે પહેલાં જ તેની પત્ની અનંતની વાટ એ જતી રહી. પરંતુ આ અધૂરા સ્વેટર માં તે પતિ-પત્નીનો અપાર પ્રેમ દેખાતો હતો.
ખરેખર પતિ-પત્નીનો સંબંધ અતૂટ હોય છે. માત્ર મૃત્યુ જ તેમને અલગ કરી શકે છે... જેમ પત્ની દરેક સુખ-દુઃખમાં પતિનો સાથ આપે છે એ જ રીતે પતિ પણ પત્નીને દુનિયાની દરેક ખુશીઓ આપવા માંગતો હોય છે. અને તે જ આ સંબંધની સૌથી સુંદર લાગણી છે. એટલા માટે જ સાથે રહીને આનંદથી જીવવું જોઈએ. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરી ને કમેન્ટમાં ૧ થી ૧૦ ની વચ્ચે રેટિંગ પણ આપજો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.