ટ્રેન ની પાછળ રહેલા “X” નું રહસ્ય

આપણામાંથી કોઈ પણ એવો વ્યક્તિ નહીં હોય જેણે ટ્રેનમાં મુસાફરી ન કરેલી હોય. લગભગ બધાએ કરેલી હશે અને જો ટ્રેનમાં મુસાફરી કરેલી હોય તો તમે ટ્રેન આવવાની રાહ પણ જોઈ હશે.

ટ્રેનની પાછળ તમે ક્યારેક ને ક્યારેક તો પીળા રંગનું ચોકડી જવું નિશાન જોયેલું હશે અથવા તો તમે એ ટ્રેનના સ્ટેશન પર જોયું હશે યા તો પછી તમે જયારે ફાટકમાં ફસાયેલા હશો ત્યારે જતી ટ્રેનની પાછળ પણ જોયેલું હશે પણ લગભગ મારું માનવું છે ત્યાં સુધી એ નીશાન બધાએ જોયું હશે.

તમારામાંથી ઘણા લોકોને એના વિશે ખબર નહીં હોય કે ટ્રેનની પાછળ X લખવાનો મતલબ શું છે?

આજે અમે તમને જણાવવાના છીએ કે ટ્રેનની પાછળ આખરે X શું કામ લખાય છે?

ટ્રેનની પાછળ રહેલી પેલી નિશાની નો મતલબ છે કે આ ટ્રેનનો તે આખરી ડબ્બો છે.

હવે તમને એમ પ્રશ્ન થશે કે આખરી ડબ્બો છે એ તો પાછળથી પણ દેખાય છે તો પછી નિશાની નો અર્થ શું છે?

પણ જ્યારે ટ્રેનના એક્સિડન્ટ થાય છે ત્યારે ડબ્બા ટ્રેનથી અલગ પડીને નીચે ફસડાઈ પડે છે. આ સિવાયના ઘણા કિસ્સાઓમાં ખાલી ડબ્બા નો હુક તૂટી જવાથી તે ડબ્બો રહી જાય છે. અને આગળના ટ્રેનના ડબ્બાઓ ટ્રેન સાથે જ ચાલ્યા પડે છે. આવી ઘટનાઓમાં ટ્રેનમાં બેઠેલા મુસાફરોને ઘણી વખત તકલીફ પણ થાય છે. અને ઘણાખરા ની મોત પણ થઇ ચૂકી છે.

આ નિશાન નું કામ શું છે?

જ્યારે પણ સ્ટેશનમાંથી ટ્રેન બહાર નીકળે છે. ત્યારે તેને સ્ટેશન માસ્તર છેલ્લે સુધી જુએ છે. અને જો તેમાં નિશાનવાળો ડબ્બો ન હોય તો તે ઉપરની ઓથોરિટીને જાણ કરે છે. અને એ રેલવે ટ્રેક ઉપર બીજી કોઈ ટ્રેન ને જ્યાં સુધી પૂરી તપાસ ન થાય ત્યાં સુધી પ્રતિબંધિત કરાય છે. જેનાથી ઘણી મોટી દુર્ઘટનાઓ રોકી શકાય છે.

રાત્રિના સમયે નિશાન દેખાય છે કે નહિ?

રાત્રિના સમયે નિશાનને જોવું એ લગભગ અશક્ય છે કારણકે અંધારામાં આ નિશાન બરોબર ચોખ્ખું દેખાતું નથી એના માટે અલગથી જોગવાઈ કરેલી હોય છે જેમાં તમે જ્યારે રાત્રે train નીકળે તો બરોબર ધ્યાન આપીને જો જો એમાં તમને એક્ષ ની નિશાની જગ્યાએ એક લાલ બત્તી તમને લબક જબક થતી જોવા મળશે આ જ સંકેત છે કે આ ટ્રેનનો એક ડબ્બો છે.

આવી જ માહિતી વધુ વાંચવા માટે આપણું પેજ લાઈક કરવાનું ભૂલતા નહિ તમારા મિત્રો સાથે આવી માહિતીઓ અચૂકથી શેર કરજો.

error: Content is Protected!