ટપાલી માવજી કાકા અને 13 વર્ષની આ દિકરીની સ્ટોરી વાંચીને આંખ ભીની ન થાય તો કહેજો…

આ ઘટનાના લગભગ આઠ કે દસ દિવસ પછી કાકા ને ફરી પાછો એ જ સરનામે પત્ર મળ્યો, આ વખતે પણ આજુબાજુના પત્રો બધા સ્થળે પહોંચાડી દીધા પછી અંતે તે પેલા ઘરે પહોંચ્યા.

કાકાએ કહ્યું “તમારો પત્ર આવ્યો છે, પરંતુ સાઈન કરવાની આ વખતે જરૂર નહિ પડે. તો નીચેથી સરકાવી દઉં?”

“અરે ના ના, ઉભા રહો હું હમણાં જ આવી રહી છું.” અંદરથી છોકરી જવાબ આપ્યો.

થોડા સમય પછી બારણું ખોલ્યું, છોકરીના હાથમાં સરસ મજાની સજાવેલી ભેટ હતી.

છોકરીએ કહ્યું “કાકા મારા પત્ર આપી દો અને આ તમારી ભેટ લઈ લો.”

“અરે આને શું જરૂર છે, બેટા!?” કાકાએ છોકરીને કહ્યું

છોકરીએ કહ્યું “બસ આ તો તમારે રાખવી જ પડશે, અને હા આને તમે ઘરે જઈને જ ખોલજો, જાઓ.” આટલું કહીને કાકાના હાથમાં છોકરીએ ભેટ આપી દીધી.

કાકા પેટ લઈને ઘર તરફ જવા રવાના થઈ ગયા, પરંતુ તેના મનમાં એક નો એક જ સવાલ ફરતો રહેતો કે આખરે એ બોક્સમાં શું હશે?

ઘરે પહોંચીને ખૂબ જ આવડે બોક્સ ખોલ્યું પરંતુ તેને અંદરથી જે નીકળ્યું તે જોઈને માવજી કાકાની આંખમાંથી આંસુ નીકળી ગયા. તે રડી પડ્યા.

બોક્સમાં ચંપલ ની નવી જોડી હતી, માવજી કાકા વર્ષોથી પોતાના પગે કંઈ પહેર્યા વગર ઉઘાડેલ પગે જ પત્રો આપવા જતા, પરંતુ અત્યાર સુધી કોઈએ તેની તરફ ધ્યાન નહોતું આપ્યું.

આ ભેટ જાણે તેમના જીવનની સૌથી કીમતી ભેટ હતી, કાકા ચપ્પલ ને ગળે લગાવીને રડી રહ્યા હતા, વારંવાર તેમના મનમાં એક જ વિચાર આવી રહ્યો હતો કે છોકરી એ તો મને ચપ્પલ આપી દીધા પરંતુ હું તેને પગ કઈ રીતે આપુ?

સંવેદનશીલતા એ ખૂબ જ વિશાળ માનવ લક્ષણ છે. અન્ય લોકોની પીડા ને અનુભવી અને તેને ઘટાડવાનો પ્રયાસ કરવો એ એક ખુબ જ મહાન કાર્ય છે. જે છોકરી ના પોતાના પગ નથી તે બીજાના પગને લઈને આટલી લાગણીશીલ હોય આ વાત આપણને ખૂબ જ મોટો સંદેશ આપીને જાય છે.

તો આપણે પણ લોકો પ્રત્યે સંવેદનશીલ થવું જોઈએ, જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો અને ખાસ કરીને કોમેન્ટમાં ૧ થી ૧૦ ની વચ્ચે રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel