in

તમે અત્યાર સુધી ખોટી રીતે સુતા હતા, જાણો કઈ રીતે સુવુ જોઈએ!

તમે તમારી જિંદગીમાં અંદાજે ૨૫ વર્ષ સુધી સુવો છો. અને તમારે આરામ કરવો પણ જોઈએ કારણ કે આરામ તે શરીરની સૌથી વધારે મહત્વપૂર્ણ વસ્તુ છે.

જો તમને નિંદર વ્યવસ્થિત આવી હશે તો જ તમે દિવસ વ્યવસ્થિત કાઢી શકશો અને ફ્રેશ ફીલ કરી શકશો નહીં તો આખા દિવસ ઊંઘ જ આવ્યાં કરે છે.

સૂવાનું એ જીવનમાં જરૂરી છે. તમે સાંભળ્યું હશે કે વિશ્વના સંશોધકો મહાન સંશોધકો બહુ થોડી નિંદ્રા કરીને જીવતા હતા.

હવે આ સમયે તમને પ્રશ્ન થશે કે જો બહુ થોડી નિંદર કરીએ તો દિવસભર ઊંઘ ના આવે અને બગાસા આવે રાખે. પરંતુ હકીકતમાં એવું નથી. તેને સમય સાથે કંઈ લેવાદેવા નથી. જરૂરી એ છે કે તમે કેટલી ગાઢ નિંદ્રા કરો છો, ચાર કલાકની ગાઢ નિંદ્રા અને ૧૨ કલાકની ખરાબ નિદ્રા એ બંને આમ જોવા જઈએ તો એક જ છે.

લગભગ બધા માણસો ચાર પ્રકારની રીતે ઊંઘતા હોય છે.

ડાબી બાજુ પડખું ફરીને.

જમણી બાજુ પડખું ફરીને.

ઊંધા (પેટ ના બળે) સુતા હોય છે.