તમારા બધા કામ પડતા મુકીને પહેલા આ વાંચી લેજો, જિંદગી બદલાઈ જશે

સ્વામી વિવેકાનંદનું નામ દરેક લોકોએ સાંભળ્યું હશે, તેઓની જિંદગી આપણા બધા માટે અમૂલ્ય પ્રેરણા સમાન રહી છે. પછી એ તેની શિકાગોની સ્પીચ હોય કે બીજી કોઈ તેના જીવનની નાની ઘટના, પરંતુ સ્વામીજીના જીવનમાંથી આપણને ઘણું બધું શીખવા મળે છે. સ્વામીજીના જીવનમાં જ બનેલો એક બનાવ, જેની આપણા આજે વાત કરવાના છીએ. તો બે મિનિટનો સમય કાઢીને આખો લેખ વાંચો, અને તમારા મિત્રો સાથે પણ શેર કરજો.

ઘણા સમય પહેલાંની વાત છે, એક વખત સ્વામી વિવેકાનંદ કોઈ એક મોટા ભવ્ય સ્મારકનું નિર્માણ થઇ રહ્યું હતું તે નિર્માણનું કામ જોવા માટે સ્વામીજી ગયા હતા. તેઓએ ત્યાં જઈને સમગ્ર સંકુલ ની મુલાકાત કરી, ત્યાં ખૂબ જ ભવ્ય સ્મારકનું નિર્માણ થઇ રહ્યું હતું. એટલે સ્મારક ભવ્ય હોવાથી તેને તૈયાર કરનારા કારીગરો પણ ઘણા બધા હતા, હજારો કારીગરો કામ કરી રહ્યા હતા.

પણ સ્વામીજીએ જોયું કે બધા લોકો પથ્થરને કરવાનો એક જ સરખું કાર્ય કરી રહ્યા હતા. તેમ છતાં થોડા લોકો ખુશીથી પોતાનું કામ કરી રહ્યા હતા તો થોડા લોકો પોતાના મોઢા પર દુખ સાથે કામ કરી રહ્યા હતા સાથે સાથે અમુક લોકો એવા પણ હતા જેને ન તો ચહેરા પર ખુશી હતી કે ન તો ચહેરા પર તેના દુઃખ જણાતું હતું.

સ્વામીજી પણ વિચારમાં પડી ગયા કે દરેક લોકોનું કામ તો એકદમ સરખું છે, બધા લોકોનું વેતન પણ એકદમ સરખું છે, તો પછી અહીંયા જે લોકો કામ કરી રહ્યા છે તે લોકોના ચહેરા પર કોઈના ચહેરા પર ખુશી, કોઈના ચહેરા પર દુઃખ દેખાય છે તો અમુકના ચહેરા પર ના ખુશી કે ના દુખ આવું કેમ?

સ્વામીજી તરત જ આ લોકોને મળવા ગયા, સૌથી પહેલા એવા લોકોને મળ્યા જેના ચહેરા પર દુઃખ દેખાઈ રહ્યું હતું. દુઃખી દેખાતા આવા લોકોને સ્વામીજીએ પૂછ્યું કે તમે લોકો શું કરી રહ્યા છો? એટલે પેલા બધા લોકોએ સ્વામીજીના જવાબ આપતા કહ્યું અરે મહારાજ, તમને શું કહીએ. શું કરીએ આ નસીબ જ નબળા છે કે અમે કાળી મજૂરી કરીએ છીએ અને એક પછી એક દિવસો કાઢતા જઈએ છીએ. પાછલા જન્મમાં નક્કી કોઈ પાપ કર્યા હશે એના જ આવા ફળ અમે ભોગવી રહ્યા છીએ.

સ્વામીજીએ ઉત્તર સાંભળ્યો ત્યાર પછી સ્વામીજી એવા લોકો પાસે મળવા ગયા જેના ચહેરા પર કોઈજ હાવભાવ ન હતો એટલે કે તેના ચહેરા પર ન તો ખુશી દેખાઈ રહી હતી કે ન તો કોઈ જાતનું દુઃખ દેખાઈ રહ્યું હતું. આવા લોકો પાસે જઈને સ્વામીજીએ એનો એ જ સવાલ પૂછ્યો કે તમે શું કરી રહ્યા છો? કામ કરી રહેલા લોકોએ સ્વામીજી ના જવાબ આપતા કહ્યું, બસ જુઓ આ અમે ઘર સંસાર માંડી ને બેઠા છીએ, તો હવે બૈરા છોકરા ઓ ને ખવડાવવા માટે કંઈક કામ તો કરવું પડશે ને, એટલે કામ કરી રહ્યા છીએ અને અમારી જવાબદારી નિભાવી રહ્યા છીએ.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel