સ્ટેશન પર ધીમે ધીમે બુટ પોલિશ કરી રહેલા છોકરાંને કહ્યું અરે ભાઈ ઝડપથી કામ કર ઉતાવળ છે, થોડા સમય પછી જે જાણવા મળ્યું તે...

રેલવે સ્ટેશન પર બુટપાલીશ કરતો એક છોકરો ડબ્બા માંથી નીચે ઉતારતા પડી ગયો. અને હાથ પગ માં ઘણી ગંભીર ઇજા થઇ, હવે જે છોકરો બુટ પાલીશ કરતો હોય, તે અને તેના માતા પિતા રૂપિયે પૈસે સગવડતા વાળા ના હોય તે સ્વાભાવિક છે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

તેમ છતાં સરકારી હોસ્પિટલ માં ત્રણ ચાર મહિના સુધી તેની સારવાર ચાલી હાથ પગ માં થયેલી ઇજા તો સારી થઇ ગઈ, પણ છોકરા ને શારીરિક નબળાઈ ઘર કરી ગઈ. પણ કામ પર જવું પડે તેમ હોય તે કામ પર ગયો. અને એક સજ્જન માણસ બાંકડા પર બેઠા હતા. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

ત્યાં જઈને ઓશિયાળું મોઢું કરી ને કહ્યું કે સાહેબ બુટ પાલીશ કરી આપું? ત્યારે એ સજ્જન માણસે ને દયા આવી. અને કહ્યું કે કરી આપ, પણ ચકાચક કરી આપવાના નહીંતર પૈસા નહિ આપું. છોકરો બુટ પોલિશ કરવા લાગ્યો, પણ તેના થી શારીરિક નબળાઈ ના કારણે ઝડપ થી કામ થઇ શકતું નહિ.

તે જોઈ ને સજ્જન માણસે કહ્યું કે તું ધીરે ધીરે કામ કેમ કરે છે? ઝડપ થી કામ કર. અને ચકાચક બનાવી આપ. પણ તે છોકરો કશું બોલ્યો નહિ. અને ધીરે ધીરે તેનું કામ ચાલુ રાખ્યું, પણ ત્યાં જ એક બીજો છોકરો આવ્યો. અને પહેલા આવેલા છોકરા ને દૂર ખસેડી ને પોતે બુટ પાલીશ કરવા લાગ્યો.

અને થોડી વાર માં જ બુટ ને ચકાચક બનાવી આપ્યા. પહેલા આવેલ છોકરો ત્યાં ઉભો ઉભો જાણે પોતે મૂંગો હોય તેમ આ બધું જોઈ રહ્યો હતો, હવે એ સજ્જને પૈસા કોને દેવા એ વિચાર માં હતા. તેને પોતાના ખીસા માંથી પૈસા કાઢ્યા, અને બીજા છોકરા ના હાથ માં આપ્યા.

જેને તેના બુટ પાલીશ કરી અને આપ્યા હતા. તેને સજ્જન પાસે થી પૈસા લઇ અને પહેલા આવેલ છોકરા ના હાથ માં આપ્યા અને ખભા પર હાથ રાખી ને હિમ્મત આપતા કહ્યું કે ચાલ આગળ બીજા ઘણા ગ્રાહકો મળી જશે.

બંને એ હજુ ચાલવાનું શરુ કર્યું ત્યાં એ સજ્જને તેને બોલાવ્યા અને કહ્યું કે મારા બુટ તે પાલીશ કર્યા તેમ છતાં પૈસા લઇ ને તે પહેલા આવેલા છોકરા ને કેમ આપી દીધા? જેનો જવાબ છોકરા એ આપ્યો ત્યારે એ સજ્જન પણ આશ્ચર્ય માં ગરકાવ થઇ ગયા...

તે છોકરા એ કહ્યું કે અમે બધા છોકરાઓ જે બુટ પોલિશ નું કામ કરીયે છીએ. તે બધા નજીક ની એક ઝૂંપડપટ્ટી માં રહીએ છીએ. આ છોકરા ને ડબ્બા માંથી પડી જવાથી ગંભીર ઇજા થઇ હતી. તેને કારણે તેના શરીર માં હજુ સુધી નબળાઈ છે. અને ઝડપ થી કામ કરી શકતો નથી.

અમે મહેનત કરી અને પૈસા લઈએ છીએ. ભીખ માંગવાનું તો અમે જિંદગી માં વિચારી શકાય પણ નહિ. જેથી અમારી ઝૂંપડપટ્ટી માં એક વૃદ્ધ માતા રહે છે, અને અમારી ઝૂંપડપટ્ટી માં તેને બધા માં ની જેવું જ સન્માન આપે છે. તેને બધા ને બોલાવી ને નક્કી કર્યું છે કે અમે બધા છોકરા એક જોડી બુટ પાલીશ ના રૂપિયા અને તે કામ કરતો હોય ત્યાં જઈને તેને મદદ કરીશું.

જેથી તેને પણ અમારા બધા જેટલા રૂપિયા મળી શકે, અને તેનું ઘર પણ ચાલ્યા કરે. અને જીવન જીવવામાં તેને કાઈ તકલીફ પડે નહિ, તે પહેલા જેવી ઝડપ થી કામ નથી કરી શકતો તેથી શું થઈ ગયું? અમે બધા છોકરાઓ તેના ભાઈ જ છીએ ને? આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

ઝૂંપડપટ્ટી ના છોકરા ની વાત સાંભળી ને સજ્જન ને અહેસાસ થયો કે નાના નાના છોકરાઓ પણ ધારે તો એક બીજા નું કેટલું ધ્યાન રાખી શકે છે, અને વૃદ્ધ માતા ને મનોમન પ્રણામ કરતા હતા, જે ઝૂંપડપટ્ટી ના વડીલ હતા. એકતા થી રહેતા લોકો ભલે તે ઝૂંપડપટ્ટી માં રહેતા હોય પણ સદાય ને માટે સુખી જ રહે છે.

તે સજ્જને પોતાના ખીસા માંથી 100 રૂપિયા કાઢી ને પહેલા આવેલા શારીરિક નબળા છોકરા ના હાથ માં આપ્યા. અને રૂપિયા આપ્યા નો આનંદ માણતા માણતા તેની ટ્રેઈન આવતા બેસી ગયા.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો, તેમજ આ સ્ટોરી ને કમેન્ટ માં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

Read more

સોશિયલ મીડિયા પર પરફેક્ટ કપલ લાઈફ બતાવતી પત્નીના હોશ ઉડી ગયા, જ્યારે પતિએ મોકલી ડિવોર્સની નોટિસ

હાઈરાઈઝ ફ્લેટના બારમા માળે રીચા અને સાહિલ રહેતા હતા. બહારની દુનિયા માટે અને ખાસ કરીને સોશિયલ મીડિયાના લાખો ફોલોઅર્સ માટે તેઓ એક આદર્

By Just Gujju Things Team

બેંકમાંથી રીટાયર્ડ થયા પછી સસરા ઘરમાં રોફ જમાવતા, થોડા સમય પછી વહુએ તેના સસરાને...

હરિપ્રસાદ પોતાની પત્ની, દીકરા મનન અને વહુ દ્રષ્ટિ સાથે રહેતા હતા. હરિપ્રસાદ એક સરકારી બેંકમાં ચીફ મેનેજર તરીકે ચાલીસ વર્ષ સુધી નોકરી કરીને હમણા

By Just Gujju Things Team

નણંદ સ્વેતાના આવતા જ ઘરમાં કલેશ શરૂ થઈ જતો, પણ ડાયરીમાં છુપાયેલો રાઝ જોઈ ભાભી...

રીમા અને તેનો પતિ મનન એક સુખી અને સંતોષી જીવન જીવી રહ્યા હતા. મનન એક પ્રાઈવેટ ફર્મમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતો હતો અને તેનો સ્વભાવ ખૂબ જ સરળ અને

By Just Gujju Things Team

ઓનલાઈન કુકિંગ ક્લાસ ચલાવતી વહુની લાઈવ વીડિયોમાં રેસિપી બગડી, પછી સાસુએ જે કર્યું તે જોઈને…

એક શાંત અને પ્રતિષ્ઠિત વિસ્તારમાં આવેલા સુંદર બંગલામાં ભાનુબેન અને તેમનો પરિવાર રહેતો હતો. ભાનુબેન પોતાના જમાનાના એક ઉત્તમ ગૃહિણી હતા

By Just Gujju Things Team