શું આપણા સમાજમાં હવે સંબંધો આવી રીતે થઈ રહ્યા છે? છેલ્લે સુધી વાંચીને તમારો અભિપ્રાય આપજો

આ લખાણ વોટ્સએપ પર ઝડપથી વાઇરલ થઈ રહ્યું છે. તમારે પણ વાંચવું જોઈએ અને કમેન્ટમાં અચૂક જણાવજો કે આ લખાણ વિશે તમારો શું અભિપ્રાય છે...
આજકાલના સંબંધો...

હવે સંબંધ તે હકીકતમાં સંબંધ નહીં પરંતુ સોદા થઈ રહ્યા છે તેમ કહીએ તો તેમાં કોઈ અતિશયોક્તિ નથી. અને એના કારણે જ ઘણી બધી ગડબડ આપણા જીવનમાં થઈ રહી છે.

કોઈ પણ માતા-પિતામાં હવે એટલી હિંમત બચી નથી કે કદાચ બાળકોનો સંબંધ પોતાની મરજીથી કરી શકે.

વર્ષો પહેલા સંબંધ કરતા ત્યારે ખાનદાન જોતા હતા,. પરિવારની સમાજમાં પકડ અને સંસ્કાર જોવામાં આવતા હતા અને હવે...

હવે મનને બાજુ પર મૂકીને તન ની સુંદરતા, નોકરી, પૈસા, ગાડી, બંગલા, અને આ લિસ્ટ આમ ચાલ્યા જ કરે છે.

સમય એવો થઈ ગયો છે સાહેબ કે કોઈને સાયકલ અથવા સ્કૂટર વાળો રાજકુમાર જોઈ તો જ નથી. બધાની પસંદગી હવે ગાડી બંગલા વાળા રાજકુમારની જ થઈ ગઈ છે, ભલે તેની સંખ્યા માત્ર 10% જ કેમ ન હોય.

છોકરા વાળાઓને પણ છોકરી મોટા ઘરની જોઈએ છે, અને છોકરી વાળાઓને છોકરો પૈસાવાળો જોઈએ છે જેથી તેની દીકરીને કામ ન કરવું પડે.

નોકર ગાડી બંગલા હોય, પરિવાર નાનો જ હોય એટલે કામ ન કરવું પડે. અને આમને આમ કરતા નાના પરિવારના ચક્કરમાં પરિવાર ઘણો નાનો થઈને રહી ગયો છે.

પહેલા જ્યારે સંબંધ થાય ત્યારે એમ કહેતા કે મારી દીકરી ઘરનું બધું કામ જાણે છે અને હવે કહે છે કે અમે અમારી દીકરી પાસે કોઈ દિવસ ઘર કામ કરાવ્યું નથી. અને આવું કહેવામાં શાન સમજે છે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

એવું કહેવામાં જરા પણ અતિશયોક્તિ નહીં કે અત્યારે માણસો સંબંધની નહીં પરંતુ વધુ સારાની શોધમાં છે. સંબંધનું બજાર ગાડીઓની જેમ સજાવવામાં આવ્યું છે, માણસો રાહ જોઈ રહ્યા છે કે કદાચ કોઈ નવી ગાડી લોન્ચ થઈ જાય અને એ રાહ જોવામાં બધાની ઉંમર વધી રહી છે.

અને અંતમાં શું થાય છે એ બધા લોકો કદાચ જાણતા હશે. ગજબ નો માહોલ થઈ રહ્યો છે, વધુ સારાની તપાસમાં બધા લોકોની ઉંમર વધતી જઈ રહી છે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

ખરેખર સમજવાની જરૂર છે કે એક ઉંમરમાં જે ચહેરા પર ચમક હોય છે તે આધેડ વર્ષના થયા પછી કે પછી કાયમ માટે રહેવાની નથી. ગમે તેટલા બ્યુટી પાર્લરના કે સલૂનના ધક્કા ખાઈ લઈએ પરંતુ એ રહેવાનું નથી.

જાણે કોઈ રોગ હોય તેમ બધું ફેલાઈ રહ્યું છે. નોકરી કરનારા છોકરા ને છોકરી નોકરી કરવા વાળી જ જોઈએ છે.

જમવાનું તો હોટલમાંથી મંગાવી લઈશું કે પછી ઘરમાં કૂક રખાવી દઈશું, બસ આ બધા ઘણા કારણોને લીધે જ આજકાલના ઝઘડાઓ મોટા થઈ રહ્યા છે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

એકબીજા પર હક કે અધિકાર જેવું તો કશું રહ્યું નથી, અને સહનશીલતા બિલકુલ પણ દેખાતી નથી. અંતે કશું કામ ન કરે ત્યારે ડિવોર્સ નો રસ્તો બધાને દેખાઈ આવે છે.

ઘર પરિવાર ઝૂકીને ચાલે છે, અકડીને નહીં. જીવનમાં જીવવા માટે રોટી કપડા અને મકાનની જરૂરત છે. અને સૌથી વધારે જરૂરત અંગત તાલમેલ અને પ્રેમની છે પરંતુ...

આજકાલ માણસોને મોટું ઘર ગાડી બંગલા જોઈએ છે, ભલે પછી ઘરની માલિકની જગ્યાએ ઘરની નોકર બનીને કેમ ન રહેવું પડે.

આજકાલ બધા ઘરોમાં લગભગ બધી પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ હોય છે, જેમ કે કપડાં ધોવા માટે વોશિંગ મશીન, મિક્સર, પાણી ભરવા માટે મોટર, મનોરંજન માટે ટીવી કોમ્પ્યુટર, વાત કરવા માટે મોબાઈલ, પરંતુ માણસોને આટલામાં પણ સંતોષ થતો નથી.

પહેલાના જમાનામાં આવી કોઈ સુવિધા નહોતી ત્યારે મનોરંજન નું સાધન ઘરકામ હતું અને સાથે પરિવાર હતો. કદાચ એટલા માટે પણ આજના લોકો જે વિચારી રહ્યા છે તેવી વાતો એ લોકો ક્યારેય વિચારતા જ નહીં.

જ્યારે પણ સાંભળવા મળે કે ઘરકામમાંથી નવરા જ નથી થતા ત્યારે એટલું જ યાદ આવે કે પહેલી વખત સાસરુ હોય કે કોલેજ લગભગ બરાબર જેવું લાગે છે. થોડી ઘણી રેગિંગ થાય તો પણ સહન કરી લો.

આજે કોલેજમાં જુનિયર છો તો આવતીકાલે સિનિયર બનશો એવી રીતે સાસરીમાં આજે વહુ છે તો આવતીકાલે તે પણ સાસુ બનશે.

સમય થાય એટલે લગ્ન કરી લો સ્વભાવમાં સહનશીલતા જરૂરી છે. પરિવારમાં રહેલા બધા નાના-મોટા નું સન્માન કરો. અને આ કરેલું સન્માન તમને વ્યાજ સહિત પાછું મળશે.

પોતાનામાં રહેવાવાળા ન બનો દરેકના જીવનમાં ઉતાર ચઢાવવા આવે છે. થોડું વિચારો સમજો પછી નિર્ણય લો. અને ખૂબ જ સારું છે નિર્ણય લેતા પહેલા વડીલની સલાહ લેવાનું વડીલ ઉપર અને ભગવાન ઉપર વિશ્વાસ રાખો.. ખરેખર વિચારવા જેવું છે કે આપણે ક્યાંથી ક્યાં આવી ગયા છીએ.

આ લેખ વિશે તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ કરીને અચૂક જણાવજો. અને જો આ લેખ પસંદ પડ્યો હોય તો દરેક લોકો સાથે શેર કરજો.

Read more

અહંકારી મહિલા મેનેજરે ગરીબ સિક્યોરિટી ગાર્ડને નોકરીમાંથી કાઢી મૂક્યો, પછી એ જ રાત્રે સુમસામ રસ્તા પર જે થયું તે…

શહેરના સૌથી પોશ વિસ્તારમાં આવેલી એક ગગનચુંબી ઈમારતમાં એક મોટી મલ્ટિનેશનલ આઈટી કંપનીની મુખ્ય ઓફિસ આવેલી હતી. આ ઓફિસની અંદરનું વાતાવરણ એકદમ હાઈ-ફાઈ અને કો

By Just Gujju Things Team

જ્યારે પત્નીએ કહ્યું કે હવે ભગવાન પર ભરોસો છોડો, ત્યારે ગરીબ પતિએ લીધેલો આ એક નિર્ણય તમારી આંખો ખોલી નાખશે…

ગામના છેવાડે એક નાનકડી માટીની ઝૂંપડી આવેલી હતી. આ ઝૂંપડીમાં કાનાભાઈ નામના એક ગરીબ કુંભાર પોતાના પરિવાર સાથે રહેતા હતા. કાનાભાઈ સ્વભાવે

By Just Gujju Things Team

રોજ રાત્રે વધેલું ભોજન ગરીબોને મફત આપતા હોટેલ માલિકના દીકરા પર જ્યારે આફત આવી, ત્યારે કુદરતે જે ચમત્કાર કર્યો તે…

ગામડામાંથી હાઈવે તરફ જતા રસ્તા પર એક નાની પણ ખૂબ જ સ્વચ્છ હોટેલ આવેલી હતી. આ હોટેલનું નામ શિવશક્તિ હોટેલ હતું અને તેના માલિક રઘુભાઈ હતા

By Just Gujju Things Team

પિતાના ગયા પછી કરોડોની મિલકત વેચીને વિદેશ ભાગતા દીકરાઓ સામે જ્યારે પિતાનું આ રહસ્ય ખુલ્યું ત્યારે…

ગામડાના પાદરમાં આવેલી એક મોટી અને ભવ્ય હવેલી હંમેશા આખા વિસ્તારમાં આકર્ષણનું કેન્દ્ર રહેતી હતી. આ હવેલીના માલિક જગદીશભાઈ હતા, જેઓ પોતાની સચ્ચા

By Just Gujju Things Team