ચંદુ એ આજે નોકરી માં રજા રાખી હતી પણ તેને તેના શેઠ ને એ બતાવ્યું નહોતું કે હું આવતી કાલે નોકરી માંથી રજા રાખવાનો છું ત્યારે તેના શેઠ ને મન માં વિચાર આવ્યો કે ચંદુ ઈમાનદારી થી કામ કરે છે.
અને હું થોડો પગાર વધારી આપું જેથી તેનું મન કામ કરવામાં સરખી રીતે લાગ્યું રહે અને પ્રેમ થી વધારે સમય કામ પણ કરતો રહે અને મહિનો પૂરો થતા શેઠે ચંદુ ને વધારે પગાર આપ્યો.
ત્યારે ચંદુ એ રૂપિયા ગણ્યા અને પોતાના ખિસ્સા માં રાખી દીધા પણ શેઠ ની સામે કશું બોલ્યો નહિ તેથી શેઠ ને પણ થોડું આશ્ચર્ય થયું.
આ વાતને લગભગ સાત મહિના થયા અને ચંદુ ફરી ને બે દિવસ માટે નોકરી કરવા આવ્યો નહિ અને તેના શેઠ ને બહુ ગુસ્સો આવ્યો અને બોલ્યા કે પગાર વધારો આપ્યો તેમ છતાં તેના કામની કે રૂપિયા ની કઈ પડી જ નથી.
અને મહિનો પૂરો થતા શેઠે તેનો પગાર ઘટાડી ને આપ્યો ચંદુ એ પગારના રૂપિયા મળતા તે ગણ્યા અને પોતાના ખિસ્સામાં નાખી અને ઘરે ગયો આ વખતે પણ ચંદુ શેઠ ની સામે કશું બોલ્યો નહિ અને શેઠ ને ફરી ને આશ્ચર્ય થયું.