શેઠે તેના મેનેજરને કહ્યુ મારા દિકરાની સગાઈ છે એટલે તું સૌથી મોંઘા સુટના કાપડ લેજે, પણ મેનેજર શો-રુમ પર ગયો તો ત્યાંનુ દ્રશ્ય જોઈ તેની આંખમાંથી...

એક અત્યંત ધનાઢય પરિવાર હતો. પરિવારમાં દાદા-દાદી તેના માતા-પિતા તેની નાની બહેન અને છોકરો પોતે એમ કુલ મળીને છ લોકો રહેતા હતા. માત્ર છ જણા ઘરમાં રહેતા હોવા છતાં ઘરમાં 8 જેટલા તો નોકર કામ કરતા હતા. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

બધાનો કરને અલગ અલગ કામ સોંપી દેવામાં આવ્યું હતું જેમકે એક નોકર રસોડામાં ધ્યાન આપે તો બીજા બે નોકર બગીચા ની દેખભાળ કરે એવી રીતના ઘરમાં વિવિધ કામ માટે કુલ મળીને આઠ તો નોકર રાખવામાં આવેલા હતા. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

દીકરા-દીકરીની ઉંમરમાં લગભગ ચાર વર્ષ જેટલો તફાવત હતો. દીકરો મોટો હતો અને લગ્નની ઉંમર પણ થઈ ચૂકી હતી એટલે તેના માટે જોવાનું પણ શરૂ કરી દીધું હતું.

તેઓની ઈચ્છા એવી હતી કે સામે જે પણ કોઈ પાત્ર મળે તે પણ આ લોકોના પરિવારની જેમ અત્યંત સુખી હોય. અંતે એવું જ એક પાત્ર મળ્યું પણ ખરું દીકરા-દીકરી એકબીજાને પસંદ કર્યા. અને બંનેની સગાઈ પણ નક્કી કરી દેવામાં આવી.

સગાઈ કઈ રીતે કરવી અને તેનું પ્લાનિંગ કઈ રીતે કરવું તે માટે પરિવાર પાસે લગભગ એક મહિના જેટલો સમય હતો. કારણ કે એક મહિના પછી સગાઈ થવાની હતી.

શહેરની ટોચની હોટલ બુક કરવામાં આવી. મહેમાન માં પણ લગભગ દરેક લોકોને બોલાવવામાં આવ્યા. અત્યંત ધનાઢય પરિવાર હોવાથી સગાઈ પાછળ ખર્ચો કરવામાં એક વખત નક્કી થયા પછી બીજી વખત ક્યારેય વિચાર્યું પણ ન હતું.

સગાઈમાં કપલ ની એન્ટ્રી કેમ થશે થી લઈને જમવામાં 55 જાતની વિવિધ વાનગીઓ તેમજ જુદાજુદા ૯ પ્રકારના વેલકમ ડ્રિંકસ વગેરેની ગોઠવણ થઇ રહી હતી.

પછી એક દિવસ દીકરાએ ઘરમાં રજૂઆત કરી કે આપણા પ્રસંગમાં જે બધા લોકો મહેમાન આવશે તેને આપણે રિટર્ન ગિફ્ટ તરીકે ભેંટમાં શું આપીશુ?

એટલે પરિવાર ભેગા બેસીને ચર્ચા કરી કે સગાઈ માં આવનાર દરેક મહેમાનને તેઓની અમૂલ્ય હાજરી માટે કંઈક ગિફ્ટ આપવામાં આવે. પરંતુ ગિફ્ટ માં શું આપવું તે નક્કી થઈ રહ્યું ન હતું, આખરે ઘણા અભિપ્રાયો પછી એમ નક્કી કરવામાં આવ્યું કે સાડી અને સુટ લેવામાં આવે અને મહેમાન માં જે પણ પુરુષો હોય તેઓને સુટ નું કાપડ ભેટમાં આપવામાં આવશે અને તમામ સ્ત્રીઓને એક સાડી ભેટમાં આપવામાં આવશે.

મહેમાન અંદાજે એક હજાર આસપાસ થતા હતા એટલે દીકરા ના પિતા એ નક્કી કર્યું કે 500 સાડી અને 500 સુટના કાપડ નો ઓર્ડર આપી દઈએ.

પરિવાર આર્થિક દ્રષ્ટિએ એટલો બધો સુખી હતો કે હજાર નહીં એ બે હજાર મહેમાન આવે તો પણ એ બધા લોકોને ભેટ આપે તો પણ પરિવારની સંપત્તિ માં કશો લાંબો ફેર ન પડે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

એટલે તરત જ દીકરાના પિતાએ તેના મેનેજર ને બોલાવી અને કહયું કે બજારમાં જઇને 500 શ્રેષ્ઠ સાડી અને 500 સૂટના કાપડનો ઓર્ડર આપી આવો. મેનેજર પણ જાણતો હતો કે ઘણા વર્ષો પછી ઘરમાં પ્રસંગ આવ્યો છે એટલે શેઠ ખર્ચામાં કોઈ કચાશ નહીં રાખે. તેમ છતાં તેણે શેઠને બજેટ માટે પૂછ્યું તો શેઠે કહ્યું અત્યંત ઉત્તમ કવોલીટીના હોય અને ભલે સૌથી મોંઘા હોય તેવા કાપડ લેજો એમાં જરા પણ કંજૂસાઇ ન કરતા.

મેનેજર ત્યાંથી બજારમાં જઈ રહ્યા હતા એવા શેઠાણીએ મેનેજરને કહ્યું કે તમે થોડા સૂટ અને થોડી સાડી સસ્તી પણ સાથે લઈ લેજો. શેઠ ને આ વાત સાંભળી નવાઈ લાગી એટલે પુછયું કે આવું કેમ? શેઠાણીએ જવાબ આપ્યો કે આપણા ઘરમાં ઘણા નકર કામ કરે છે પરંતુ નોકરને ભેટ બહુ મોંઘી આપવાની જરૂર નથી એમને થોડી સસ્તી ભેટ આપીએ તો પણ ચાલશે.

ભલે એટલું કહીને મેનેજર ત્યાંથી બજારમાં ગયો અને અત્યાધુનિક શોરૂમ પાસે પહોંચીને તે શોરૂમમાં અંદર મેનેજર પ્રવેશ્યો. અંદરનું દ્રશ્ય જોઈને મેનેજરને થોડી નવાઈ લાગી કારણ કે તેના શેઠના ઘરે કામ કરી રહેલા નોકર માંથી બે-ત્રણ નોકર ત્યાં આવ્યા હતા અને તેઓ ત્યાં ઊભા રહીને સેલ્સમેન પાસે કંઈક વાત કરી રહ્યા હતા.

મેનેજર ને નવાઈ લાગી કે નોકરો આવડા મોટા અત્યાધુનિક શોરૂમમાં શું કરવા આવ્યા હશે?

નોકરને ખબર ન પડે એ રીતે તેઓની પાછળ જઈ ને મેનેજર ઊભા રહી ગયા તો નોકરો જે સેલ્સમેનને વાત કરી રહ્યા હતા તે વાત મેનેજરે સાંભળી.

નોકર ત્યાં ઉભા ઉભા સેલ્સમેનને કહી રહ્યા હતા કે ભાઈ અમારા શેઠ ના એકના એક દીકરા ની સગાઈ નો પ્રસંગ છે. એટલે આ પ્રસંગે અમે બધા તેને ભેટ આપવા માંગીએ છીએ એટલે તમે અમને ખૂબ સારી ક્વોલિટીના હોય તેવા કપડાં બતાવો આ સામાન્ય કપડા ન મારે નથી જોઈતા અને કપડા ની કિંમત ગમે તેટલી હોય અમારે ચાલશે કારણકે નાના શેઠને ભેટ આપવા માટે અમે અમારા પગારમાંથી ઘણા રૂપિયા બચાવ્યા છે.

નોકર ના મોઢે થી આવી વાત સાંભળીને મેનેજરની આંખ ત્યાં ને ત્યાં ભીની થઈ ગઈ. તે અત્યંત ભાવુક થઈ ગયો.

ઘણી વખત આપણે પણ જીવનમાં જોયું હશે કે માણસોને આપણે તેના હદય જોઇને નહી પરંતુ તેનો હોદ્દો શું છે એ જોઇને ભેટ આપતા હોઈએ છીએ.

ખરેખર વિચારવા જેવી બાબત છે કે આપણે જ્યારે મોટા હોદ્દા ઉપર બેઠેલા માણસો ને નાની ભેટ આપવામાં શરમ અનુભવીએ છીએ તો પછી જે માણસો પાસે મોટા હૃદય છે તેઓને નાની ભેટ આપતા સમય આપણી શરમને શું થઈ જાય છે?

આ વાત અને સ્ટોરી પર એ કાલ્પનિક હશે. પરંતુ ખરેખર વિચારવા જેવી વાત છે અને જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો. અને કમેન્ટમાં આ સ્ટોરી માં રેટીંગ અચૂક આપજો.

Read more

મોટા ભાઈએ નાની બહેનને ઘરમાંથી કાઢી મૂકી હતી પણ જ્યારે સત્ય બહાર આવ્યું...

મને માફ કરી દે મારી વહાલી બહેન!" રમેશ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. "મેં તને કેટલી ગાળો આપી, તારા માટે કેટલું ખરાબ વિચાર્યું. પણ તું તો મારા મા

By Just Gujju Things Team

મંદિરના પગથિયે ફૂલ વેચતી ગરીબ છોકરી સામે કરોડપતિ શેઠે અચાનક ગાડી રોકીને...

રાધાએ ભીના હાથે ગુલાબની પાંખડીઓ પકડી અને સોય-દોરો ઝડપથી ચલાવવા લાગી. હાથમાં વાગેલા કાંટાનું દર્દ સહન કરીને પણ તે સુંદર ગજરો ગૂંથી રહી હતી. બાજુની દુકા

By Just Gujju Things Team

ખોવાયેલી દીકરીના રૂમમાં રડતા પરિવારના આંગણે અડધી રાતે આર્મીની ગાડી આવી ત્યારે...

દિવાળીના શુભ તહેવારની પવિત્ર સંધ્યાએ પિતા વિનોદભાઈના બંને ધ્રૂજતા હાથમાંથી સળગતો માટીનો મોટો કોડિયું આરસપહાણના સફેદ ફ્લોર પર પડીને જો

By Just Gujju Things Team

વાંઝણી કહીને વહુને ઘરમાંથી કાઢતી સાસુ સામે જ્યારે ડોક્ટરે જૂની ફાઈલ ખોલી ત્યારે...

શાંતાબાએ હાથમાં રહેલી કાંસાની થાળી જોરથી રસોડાના ઓટલા પર પટકી. આખો ઓસરીનો ભાગ થાળીના અવાજથી ગૂંજી ઊઠ્યો. શાંતાબાએ પાડોશી મહિલાઓ આગળ મોટેથી બરા

By Just Gujju Things Team