શેઠે તેના મેનેજરને કહ્યુ મારા દિકરાની સગાઈ છે એટલે તું સૌથી મોંઘા સુટના કાપડ લેજે, પણ મેનેજર શો-રુમ પર ગયો તો ત્યાંનુ દ્રશ્ય જોઈ તેની આંખમાંથી…

એટલે તરત જ દીકરાના પિતાએ તેના મેનેજર ને બોલાવી અને કહયું કે બજારમાં જઇને 500 શ્રેષ્ઠ સાડી અને 500 સૂટના કાપડનો ઓર્ડર આપી આવો. મેનેજર પણ જાણતો હતો કે ઘણા વર્ષો પછી ઘરમાં પ્રસંગ આવ્યો છે એટલે શેઠ ખર્ચામાં કોઈ કચાશ નહીં રાખે. તેમ છતાં તેણે શેઠને બજેટ માટે પૂછ્યું તો શેઠે કહ્યું અત્યંત ઉત્તમ કવોલીટીના હોય અને ભલે સૌથી મોંઘા હોય તેવા કાપડ લેજો એમાં જરા પણ કંજૂસાઇ ન કરતા.

મેનેજર ત્યાંથી બજારમાં જઈ રહ્યા હતા એવા શેઠાણીએ મેનેજરને કહ્યું કે તમે થોડા સૂટ અને થોડી સાડી સસ્તી પણ સાથે લઈ લેજો. શેઠ ને આ વાત સાંભળી નવાઈ લાગી એટલે પુછયું કે આવું કેમ? શેઠાણીએ જવાબ આપ્યો કે આપણા ઘરમાં ઘણા નકર કામ કરે છે પરંતુ નોકરને ભેટ બહુ મોંઘી આપવાની જરૂર નથી એમને થોડી સસ્તી ભેટ આપીએ તો પણ ચાલશે.

ભલે એટલું કહીને મેનેજર ત્યાંથી બજારમાં ગયો અને અત્યાધુનિક શોરૂમ પાસે પહોંચીને તે શોરૂમમાં અંદર મેનેજર પ્રવેશ્યો. અંદરનું દ્રશ્ય જોઈને મેનેજરને થોડી નવાઈ લાગી કારણ કે તેના શેઠના ઘરે કામ કરી રહેલા નોકર માંથી બે-ત્રણ નોકર ત્યાં આવ્યા હતા અને તેઓ ત્યાં ઊભા રહીને સેલ્સમેન પાસે કંઈક વાત કરી રહ્યા હતા.

મેનેજર ને નવાઈ લાગી કે નોકરો આવડા મોટા અત્યાધુનિક શોરૂમમાં શું કરવા આવ્યા હશે?

નોકરને ખબર ન પડે એ રીતે તેઓની પાછળ જઈ ને મેનેજર ઊભા રહી ગયા તો નોકરો જે સેલ્સમેનને વાત કરી રહ્યા હતા તે વાત મેનેજરે સાંભળી.

નોકર ત્યાં ઉભા ઉભા સેલ્સમેનને કહી રહ્યા હતા કે ભાઈ અમારા શેઠ ના એકના એક દીકરા ની સગાઈ નો પ્રસંગ છે. એટલે આ પ્રસંગે અમે બધા તેને ભેટ આપવા માંગીએ છીએ એટલે તમે અમને ખૂબ સારી ક્વોલિટીના હોય તેવા કપડાં બતાવો આ સામાન્ય કપડા ન મારે નથી જોઈતા અને કપડા ની કિંમત ગમે તેટલી હોય અમારે ચાલશે કારણકે નાના શેઠને ભેટ આપવા માટે અમે અમારા પગારમાંથી ઘણા રૂપિયા બચાવ્યા છે.

નોકર ના મોઢે થી આવી વાત સાંભળીને મેનેજરની આંખ ત્યાં ને ત્યાં ભીની થઈ ગઈ. તે અત્યંત ભાવુક થઈ ગયો.

ઘણી વખત આપણે પણ જીવનમાં જોયું હશે કે માણસોને આપણે તેના હદય જોઇને નહી પરંતુ તેનો હોદ્દો શું છે એ જોઇને ભેટ આપતા હોઈએ છીએ.

ખરેખર વિચારવા જેવી બાબત છે કે આપણે જ્યારે મોટા હોદ્દા ઉપર બેઠેલા માણસો ને નાની ભેટ આપવામાં શરમ અનુભવીએ છીએ તો પછી જે માણસો પાસે મોટા હૃદય છે તેઓને નાની ભેટ આપતા સમય આપણી શરમને શું થઈ જાય છે?

આ વાત અને સ્ટોરી પર એ કાલ્પનિક હશે. પરંતુ ખરેખર વિચારવા જેવી વાત છે અને જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો. અને કમેન્ટમાં આ સ્ટોરી માં રેટીંગ અચૂક આપજો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel