સાવરણી ને લક્ષ્મી નું સ્વરૂપ કેમ કહેવામાં આવે છે? આ માહિતી જાણીને તમે પણ ચોકી જશો...
સાવરણી ને લક્ષ્મી નું સ્વરૂપ કેમ કહેવામાં આવે છે ???સાવરણી ને એટલા માટે લક્ષ્મી નું સ્વરૂપ માનવામાં આવે છે કારણ કે તેને માતા લક્ષ્મી નું વરદાન મળ્યું છે સાવરણી ને આપણા ઘર માં મહત્વ નું સ્થાન મળેલું છે આજે આપણે તેના વિશે થોડી જાણકારી મેળવીશું
ઘરની કોઈ વ્યક્તિ બહાર જઈ રહી હોય ત્યારે તેની પાછળ સાવરણી થી સફાઈ કરવી જોઈએ નહિ
સાવરણી ને ઘર માં છુપાવી ને રાખવી જોઈએ અને તેના પર બહાર થી આવનાર વ્યક્તિ ની નજરે પડવી જોઈએ નહિ
સાવરણીને ક્યારેય પગ લગાડવો નહિ અને ક્યારેય સીધી કે ઉલટી ઉભી રાખવી નહિ
સાવરણી ને લક્ષ્મી નું સ્વરૂપ માનવામાં આવે છે જેથી ક્યારેય ભૂલ થી પગ લાગી જાય તો પ્રણામ કરી ને વ્યવસ્થિત ઠેકાણે રાખવી
તૂટેલી સાવરણી કે જૂની થઇ ને અસ્તવ્યસ્ત થયેલી હાલતમાં હોય તેનો ઘર માં ઉપયોગ કરવો નહિ તેના થી ઘર ના સભ્યો ના ધંધા રોજગાર માં પ્રગતિ અટકી જાય છે આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
નવી સવારની નો ઉપયોગ ની શરૂઆત શનિવાર થી જ કરવો જોઈએ
ઘરના મુખ્ય દ્વારની સામે કે છત ની ઉપર ક્યારેય સાવરણી રાખવી જોઈએ નહિ
રસોઈઘર માં ક્યારેય સાવરણી રાખવી નહિ તેનાથી ઘર માં દરિદ્રતા નો પ્રવેશ થાય છે આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
બેડરૂમ માં ક્યારેય સાવરણી રાખવી નહિ તેનાથી પતિ પત્ની ના સંબંધો માં ખટરાગ આવી શકે છે અથવા તો વધી શકે છે
સૂર્યાસ્ત થયા પછી ઘર માં ક્યારેય સાવરણી થી સફાઈ કરવી નહિ કે પોતા કરવા નહિ
સાવરણી ને ક્યારેય પાણી થી પલાળવી નહિ કે પલળવા દેવી નહિ
સાવરણી થી ક્યારેય કોઈ માણસ ને કે જાનવર ને મારવું નહિ
નવા મકાન બનાવી ને રહેવા માટે જતા હોય તો અચૂક નવી સાવરણી ખરીદી ને સાથે લઇ ને જવું જોઈએ આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
જમીન પર જમતા જમતા પડેલો એઠવાડ સાવરણી થી ક્યારેય સાફ કરવો નહિ
જૂની થઇ ગયેલી સાવરણી ને અમાસ અથવા શનિવાર ના દિવસે ઘર ની બહાર ફેકવી
ગુરુવાર કે શુક્રવારે જૂની સાવરણી ને ક્યારેય ભૂલ થી પણ બહાર ફેકવી નહી અથવા તો ઘર ની બહાર પણ મુકવી નહિ તેનાથી આર્થિક નુકસાન થવાની પુરેપુરી શક્યતા છે.
જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.