સવારે પત્નીને જ્યાં દફનાવી હતી તે કબ્રસ્તાનમાં પતિએ રાત્રે 11 વાગ્યે જવાની જીદ કરી બાળકોએ પૂછ્યું કેમ તો કહ્યું...

આ વિદેશમાં બનેલી સત્ય ઘટના છે, તેને મારા શબ્દોમાં રજૂ કરવાની કોશિશ કરી રહ્યો છું.

એક કપલ ના લગ્નને સાડા પાંચ દાયકા થઈ ગયા હતા, વર્ષોમાં ગણીએ તો 55 વર્ષ થી આ કપલ ખૂબ જ ખુશીથી પોતાનું લગ્નજીવન વિતાવી રહ્યા હતા. એક સવારે અચાનક પત્ની દરરોજની જેમ જાગીને નીચે પતિ માટે નાસ્તો બનાવવા માટે ગઈ હતી, એવા માટે જઈ રહી હતી ત્યારે અચાનક જ કંઈક અવાજ આવ્યો.

પતિનું ધ્યાન તરત જ ખેંચાયું, તેની ઉંમર પણ વધારે હતી. પરંતુ અવાજ આવ્યો હોવાથી તરત જ બેડમાંથી ઊભા થઈને તે પોતે નીચે જઈને જોવા લાગ્યા.. જોયું તો તેની પત્ની ત્યાં પડી ગઈ હતી, તરત જ તેને બચાવવા માટે તાબડતોડ નજીકની હોસ્પિટલે લઈ ગયા. ત્યાં જઈને ખબર પડી કે તેની પત્નીના હાર્ટ એટેક આવ્યો છે.

કમનસીબે તેઓ પહોંચ્યા ત્યાં સુધીમાં પત્નીનું અવસાન થઈ ચૂક્યું હતું. ફ્યુનરલ(અંતિમ વિધી) દરમિયાન પતિ માત્ર વિચારો માં જ જાણે ખોવાઈ ગયા હતા, તેની નજર પણ દૂર જ રહી અને ભાગ્યે જ આંસુ વહાવ્યા.

તે રાત્રે તેમના બાળકો અને પૌત્રો તેમની આસપાસ એકઠા થયા. દુઃખ અને સ્મરણના ભારે વાતાવરણમાં તેઓએ તેમની માતા વિશે પ્રિય વાતો શેર કરી. પતિએ આશ્વાસન મેળવવા માટે તેના ભાઈ કે જેઓ એક ધર્મશાસ્ત્રી હતા તેને તેની પત્નીના મૃત્યુ પછીના જીવનમાં ક્યાં છે તે વિશે પૂછ્યું. ભાઈએ દિલાસાના શબ્દો આપ્યા, મૃત્યુ પછીના જીવનની સંભાવના અને તેમની માતા ક્યાં હશે તે વિશે વાત કરી.

પતિએ ધ્યાનથી સાંભળ્યું પછી અચાનક કબ્રસ્તાનમાં લઈ જવા વિનંતી કરી.

“ડેડ!” બાળકોએ આજીજી કરી... “રાત્રે અગિયાર વાગ્યા છે! આપણે હવે આ સમયે થોડું કબ્રસ્તાન જવાય!” આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

પરંતુ દુઃખ તેના પર છવાઈ ગયું હતું. ઊંચો અવાજ અને વિચલિત હાવભાવ સાથે તેણે કહ્યું કૃપા કરીને મારી સાથે દલીલ કરશો નહીં. એક એવો માણસ જેણે 55 વર્ષથી તેની સાથે પત્ની તરીકે રહેતી પ્રેમાળ સ્ત્રીને ગુમાવી છે. મહેરબાની કરીને મારી સાથે દલીલ ન કરો અને મને લઈ જાઓ.

તેમના પર ભારે મૌન છવાઈ ગયું. તેની પીડાનો સામનો કરીને તેઓએ સ્વીકાર્યું. તેઓ ફ્લેશલાઇટ સાથે કબ્રસ્તાનમાં પહોંચ્યા તાજી કબર તરફ જવાનો માર્ગ શોધી રહેલા બધા લોકો ફ્લેશલાઈટ સાથે ત્યાં કબર પાસે પહોંચ્યા. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

પતિ બેઠા. પ્રાર્થના કરી અને પોતાના બાળકો તરફ વળ્યા.

તેના ગળે ડૂમો ભરાઈ ગયો હતો, તેને ભારે અવાજમાં કહ્યું, “55 વર્ષ થઈ ગયા, ખબર છે તમને?” તેમને પોતાની વાત આગળ વધારતા કહ્યું “કોઈપણ વ્યક્તિ સાચી રીતે સમજી શકતું નથી કે પ્રેમ શું છે જ્યાં સુધી તે કોઈની સાથે જીવન શેર ન કરે.”

તેને આંસુ લુછ્યા. પછી કહ્યું “અમે સાથે મળીને સારો અને ખરાબ સમય બધું પસાર કર્યું” તેને કહેવાનું ચાલુ રાખ્યું. “અમે નોકરી બદલી, પેકઅપ કર્યું અને ઘરો ખસેડ્યા, અમારા બાળકોના માતાપિતા બનવાનો આનંદ ઉજવ્યો, પ્રિયજનોની ખોટનો શોક મનાવ્યો. હોસ્પિટલના વેઇટિંગ રૂમમાં હાથ પકડ્યા, મુશ્કેલીઓના સમયે એકબીજાને ટેકો આપ્યો, દરરોજ આત્મીયતાથી ભેટી પડતા, અને એકબીજાને માફ કર્યા.”

થોડા વિરામ પછી તેણે ઉમેર્યું “બાળકો, હવે તે બધું જતું રહ્યું છે. અને તેમ છતાં આજે રાત્રે મને એક વિચિત્ર શાંતિનો અનુભવ થાય છે. તમે જાણો છો કે શા માટે? કારણ કે તે(વાઈફ) મારી પહેલાં જતી રહી. તેણીને મને દફનાવવાની, મારા વગર એકલા રહેવાની પીડાનો અનુભવ કરવો પડશે નહીં. હું તે બોજ ઉઠાવીશ અને તેના માટે હું તેનો આભારી છું, મારો પ્રેમ તેના માટે એટલો અપાર છે કે હું તેને આ દુઃખમાં જોઈ પણ ન શક્યો હોત.

પતિએ બોલવાનું પૂરું કર્યું ત્યાં સુધીમાં તેના બાળકો બેકાબૂ થઈને રડી રહ્યા હતા. તેઓ બધા તેના પિતાને ભેટી પડ્યા, તેને થોડા જ સમય પછી કહ્યું “હું ઠીક છું.” તેણે બધાને શાંત કર્યા. આપણે હવે ઘરે જઈ શકીએ છીએ. આ સારો દિવસ રહ્યો છે.

તે રાત્રે દુઃખના ઢગલા હેઠળ બાળકોએ આખરે સાચા પ્રેમનો સાર પકડ્યો. સાચો પ્રેમ એટલે માત્ર ઉતેજના અથવા રોમાંસની ક્ષણો એવું નથી; બે આત્માઓ એકસાથે ઉભા રહે, તેમની પ્રતિબદ્ધતામાં અડીખમ, જીવનના પડકારોનો એક સાથે સામનો કરે તેમાં પછી તડકો હોય કે છાંયો (સુખ હોય કે દુઃખ).

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો, તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં રેટિંગ પણ આપજો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

Read more

મોટા ભાઈએ નાની બહેનને ઘરમાંથી કાઢી મૂકી હતી પણ જ્યારે સત્ય બહાર આવ્યું...

મને માફ કરી દે મારી વહાલી બહેન!" રમેશ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. "મેં તને કેટલી ગાળો આપી, તારા માટે કેટલું ખરાબ વિચાર્યું. પણ તું તો મારા મા

By Just Gujju Things Team

મંદિરના પગથિયે ફૂલ વેચતી ગરીબ છોકરી સામે કરોડપતિ શેઠે અચાનક ગાડી રોકીને...

રાધાએ ભીના હાથે ગુલાબની પાંખડીઓ પકડી અને સોય-દોરો ઝડપથી ચલાવવા લાગી. હાથમાં વાગેલા કાંટાનું દર્દ સહન કરીને પણ તે સુંદર ગજરો ગૂંથી રહી હતી. બાજુની દુકા

By Just Gujju Things Team

ખોવાયેલી દીકરીના રૂમમાં રડતા પરિવારના આંગણે અડધી રાતે આર્મીની ગાડી આવી ત્યારે...

દિવાળીના શુભ તહેવારની પવિત્ર સંધ્યાએ પિતા વિનોદભાઈના બંને ધ્રૂજતા હાથમાંથી સળગતો માટીનો મોટો કોડિયું આરસપહાણના સફેદ ફ્લોર પર પડીને જો

By Just Gujju Things Team

વાંઝણી કહીને વહુને ઘરમાંથી કાઢતી સાસુ સામે જ્યારે ડોક્ટરે જૂની ફાઈલ ખોલી ત્યારે...

શાંતાબાએ હાથમાં રહેલી કાંસાની થાળી જોરથી રસોડાના ઓટલા પર પટકી. આખો ઓસરીનો ભાગ થાળીના અવાજથી ગૂંજી ઊઠ્યો. શાંતાબાએ પાડોશી મહિલાઓ આગળ મોટેથી બરા

By Just Gujju Things Team