સવારે પતિ પત્નીનો ઝઘડો થયો તો પત્નીએ તેની માતાને ફોન કરીને કહ્યું હું બંને બાળકોને લઈને આવું છું. તો માતાએ ફોનમાં જ એવો જવાબ આપ્યો કે દીકરીના…

મીત અને અમી ના લગ્ન ને આઠ વર્ષ થઇ ચુક્યા હતા. આ આઠ વર્ષ માં એક દીકરી અને એક દીકરો એમ બે સંતાનોની પ્રાપ્તિ થઇ હતી. લગ્ન ના એક દોઢ વર્ષ માં જ બંને અલગ રહેવા ગયા હતા, કારણ કે અમી ને તેના માતા પિતા સાથે રહેવું ફાવતું નહિ.

અને ઘર માં કજિયા કંકાસ થયા કરતા, જેથી મીત ના માતા પિતા એ કહ્યું કે બેટા તમે બંને ખુશ થઇ ને રહો અને આનંદ કરો એટલે અમારે બધું આવી ગયું. મીત તેના માતા પિતા નો એક નો એક દીકરો હતો. પણ હવે કોઈ રસ્તો પણ હતો નહિ. જેથી પાંચ વર્ષ પહેલા જ એક ફ્લેટ લઇ આપ્યો, અને મીત અને અમી ને અલગ રહેવા જવા દીધા.

શરૂઆત માં તો બધું બરાબર ચાલતું હતું. પણ પછી અમી ને ઘરકામ અને રસોઈ કરવામાં પણ તકલીફ પાડવા લાગી. ઘરનું કામ કરવામાં તકલીફ પાડવા લાગી. જેથી મીત અને અમી ને વારંવાર બોલાચાલી થઇ જતી, રવિવારે રાતે મીતે અમી ને કહ્યું કે કાલે સવારે મારે ઓફિસ વહેલું જવાનું છે.

અગત્ય નું કામ છે. તો તું સવારે ટાઈમ સર જાગી જજે. અને ચા અને નાસ્તો બનાવી આપજે. પણ અમી રવિવાર હોવાથી મોડી રાત્રિ સુધી ટેલિવિઝન નિહાળી રહીએ હતી અને સુતા સુતા મોડું થઇ ગયું એટલે સવારે વહેલી જાગી ન શકી…

મીત તો તૈયાર થઇ ગયો, પણ ચા નાસ્તા ના કઈ ઠેકાણા હતા નહિ. જેથી ગુસ્સે થઇ ને કહ્યું કે આમ તો ઘર માં કોઈ કામ ટાઈમે થતું નથી, પણ ક્યારેક ઉતાવળ હોય તો પણ કઈ તૈયાર ના હોય? સવાર સવાર માં અમીને સાંભળવું પડ્યું તેથી તે પણ ગુસ્સે થઈ ગઈ અને બંને વચ્ચે ઝગડો થયો અને ચા નાસ્તો કર્યા વિના જ મીત ઓફિસ ચાલ્યો ગયો.

મીત ના ગયા પછી પણ અમી નો ગુસ્સો સાતમે આસમાને હતો. તેને તેની માતા ને ફોન કર્યો અને કહ્યું કે મારે મીત સાથે ઝગડો થયો છે. અને હું બંને બાળકો ને લઇ ને આવું છું. આટલું બોલતાં જ તેના માતા એ કહ્યું કે મીત કઈ એટલો બધો ખરાબ નથી, જેવું તું કહે છે.

અને તારા પતિને ઉતાવળથી જવાનું હોય તો ચા નાસ્તો કરી આપ તો કઈ વાંધો નો આવી જાય, પણ અમી એ પોતાના બંને બાળકો ને લઇને પિયેર જવાની જીદ કરી. ત્યારે તેની માતા એ જવાબ આપ્યો કે ત્રણ વર્ષ પહેલા તારી નાની બેનને મેં તેના ઝગડા માં સહકાર આપ્યો હતો.

અને વાત ત્યાં સુધી પહોંચી કે તેના છટાછેડાં થઇ ગયા, અને તેના હિસાબે આપણી આબરૂ ઘવાઈ ગઈ. જેના હિસાબે તારા ભાઈ ની સંબંધની વાત આગળ ચાલતી જ નથી. અને તમને બંને બહેનો ને સારા માં સારું પાત્ર જોઈને પરણાવ્યા છે.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel