સાસુ વહુને અવાર નવાર ખીજાતી હતી, એક દિવસ હોસ્પિટલમાં જઈને સાસુએ વહુની હાલત જોઈને તેની પાસે જઈને તેને કહ્યું...
સુશીલાબેન એક મધ્યમ વર્ગના પરિવારની વહુ હતા, તેની ઉંમર 60 વર્ષ થઈ ચૂકી હતી. તેઓ પોતે ખૂબ જ અનુશાસન ધરાવનાર મહિલા હતા અને સ્વભાવે પણ ખૂબ જ કડક હતા. તેના પતિનું અવસાન થોડા વર્ષો પહેલા જ થઈ ગયું હતું. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
તેઓને સંતાનમાં બે દીકરા હતા મોટા દીકરાનું નામ વિનય હતું અને નાનો દીકરો અજય. વિનયની ઉંમર હવે લગ્ન કરવા જેવડી થઈ ગઈ હોવાથી તેના માટે પાત્રો જોવા લાગ્યા હતા.
સારુ પાત્ર જોઈને વિનયના લગ્ન નક્કી કરવામાં આવ્યા, નાનો ભાઈ અજય હજુ ભણતો હતો અને વિનયની નોકરી મલ્ટીનેશનલ કંપનીમાં લાગી ગઈ હતી.. મધ્યમ વર્ગના આ પરિવારમાં વિનયની નોકરી સારી હોવાથી હવે જાણે ખુશીના દિવસો ચાલુ થઈ ગયા હતા.
વિનયની પત્ની સુમન ખૂબ જ સરળ સ્વભાવની અને સીધી સાદી યુવતી હતી, તે એક નાના શહેરમાંથી આવીને અહીંયા વિનય સાથે મોટા શહેરમાં રહેવા આવી હતી પરંતુ તેને આ પ્રકારની જિંદગી જીવવાની આદત નહોતી.
તેના જીવનમાં આવેલા આ ફેરફારને અનુરૂપ થવાની તે ઘણી કોશિશ કરતી હતી, સાથે સાથે એવી પણ કોશિશ કરતી જેથી તે તેની સાસુને ખુશ રાખી શકે પરંતુ જાણે તેના બધા પ્રયાસો નિષ્ફળ જતા હોય તેવું લાગી રહ્યું હતું.
તેની સાસુને કાયમ લાગતું કે તેની વહુ સુમન જાણે કોઈ કામ જ કરતી નથી તેમ જ ઘરની સાફ-સફાઈ પણ સારી રાખતી નથી. તે કાયમ માટે નાની મોટી વાતને લઈને તેની વહુને સંભળાવ્યા કરતી હતી,. ક્યારેક ક્યારેક વહુ ને. રડવું પણ આવી જતું.
વિનયને આ બધી ખબર પડી એટલે તે તેની માતાની આવી હરકત જોઈને પહેલા નાખુશ થઈ ગયો, તેની માતાને ઘણી વખત સમજાવવાની કોશિશ કરી કે તમે સુમનને પરેશાન ન કરો. પરંતુ આવું બન્યું નહીં.
ધીમે ધીમે વર્ષો વિતવા લાગ્યા તેમ સુમન ના ઘરે દીકરી નો જન્મ થયો. દીકરીના જન્મ થયા ની સાથે જ જાણે આખા ઘરમાં રોનક છવાઈ ગઈ. બધા લોકો દીકરીની આશામાં જ હતા.
પરંતુ કુદરતને જાણે કંઈક બીજું જ મંજૂર હોય એ રીતે દીકરી નો જન્મ થયાની સાથે તે ગંભીર રીતે બીમાર પડી ગઈ, અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી.
સુમન અને પરિવારના માથે જાણે આભ તૂટી પડ્યું હોય તેમ એક પછી એક મુશ્કેલીઓ વધતી હતી. સુમન કાયમ દીકરી પાસે જ રહેતી હતી અને દિવસ રાત તેની સાર સંભાળ લેતી હતી.
તેની સાસુને પણ દીકરીની ખૂબ જ ચિંતા હતી પરંતુ સુમન પ્રત્યેના અભાવને કારણે તે પોતાનો ઘમંડ છોડીને તેને જણાવી શકતી નહોતી. એક દિવસ સાસુ અચાનક જ કોઈને કહ્યા વગર દીકરીની સાર સંભાળ લેવા માટે હોસ્પિટલ ગયા.
ત્યાં જઈને જોયું તો તેની વહુ ખૂબ જ મહેનત કરીને આ દીકરીની સાર સંભાળ લઈ રહી હતી, તે દિવસ રાત જાગીને તેની સાર સંભાળ લઈ રહી હતી. તેની દવાઓ વગેરેનું ધ્યાન રાખીને બધું જ પોતે મેનેજ કરી રહી હતી.
આ જોઈને તેની સાસુના આંખમાં આંસુ આવી ગયા,. જાણે તેનો હૃદય પરિવર્તન થઈ ગયું. પોતાની વહુ સુમન પાસે જઈને તેને ગળે ભેંટી ગયા, અને કહ્યું બેટા, મેં તારી સાથે જે ખરાબ વ્યવહાર કર્યો છે તેના માટે માફી માંગુ છું. સાથે સાથે એ વાતનો પણ આભાર માનું છું કે મારો વ્યવહાર ગમે તેટલો ખરાબ હોય તેમ છતાં તે મને એક માતાની જેમ સન્માન આપ્યું. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
બંને સાસુ વહુ ભેટીને રડવા લાગ્યા, વહુએ કહ્યું મમ્મી તમે ચિંતા ન કરો, મારે તમારી પાસે કોઈ ફરિયાદ નથી. અને હું જાણું છું કે તમે મને તેમજ આ દીકરીને ખૂબ જ પ્રેમ કરો છો.
થોડા દિવસો પછી તે દીકરીની તબિયત સુધરવા લાગી અને તે બિલકુલ ઠીક થઈ ગઈ, પછી ધામધૂમથી તેનું ઘરમાં સ્વાગત કરવામાં આવ્યું અને સાસુ વહુ જાણે હવે એકબીજાના મિત્ર બની ગયા હોય તેમ સાથે રહેવા લાગ્યા.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો, તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.