સાફ-સફાઇ વખતે પત્નીના હાથમાં એક ડાયરી આવી, ખોલીને અંદર વાંચ્યું તો તેના સસરાએ લખ્યું હતું...

શીતલ જલ્દી જલ્દી પોતાનું કામ પતાવી અને ઓફીસ જવા નીકળી રહી હતી સાથે સાથે જ દરરોજ તેના દીકરાને પણ સાથે જ લઈને જતી અને સ્કૂલે છોડી દેતી.

અને તેની ઓફિસે થી પાછી આવતી વખતે દીકરાને સ્કૂલેથી તેડીને જ આવતી. હજુ શીતલ ઘરની બહાર નીકળી રહી હતી કે તરત જ ઘરમાંથી તેના સસરા નો એટલે કે પ્રવીણભાઈનો અવાજ આવ્યો શીતલ વહુ, જરા આ ચશ્મા અને છાપુ મારી પાસે આપોને…

અને શીતલ ફરી પાછી મોઢું બગાડીને ઘરમાં ગઈ અને બાપુજી ને એના ચશ્મા તેમજ છાપુ આપી અને ફરી પાસે ઘરની બહાર નીકળી. દરરોજ પહેલેથી જ મોડું થતું અને એમાં પણ તેના સસરા પાછળથી આવી રીતે કાયમ ઘરમાંથી બહાર નીકળતી વખતે જ કંઈકને કંઈક વસ્તુ માંગતા અને એના કારણે વધારે મોડું થઈ જતું.

આજે પણ એવું જ થયું શીતલને નોકરીમાં અને એના દીકરાને સ્કૂલમાં બંને મોડા પહોંચ્યા. બાપુજીની આવી રીતે પાછળથી કશું ને કશું માંગતા રહેવાની આદત શીતલ ને જરા પણ પસંદ ન હતી. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

પરંતુ સાથે સાથે શીતલ એ પણ જાણતી હતી કે બાપુજી થી માંડ માંડ ચલાતુ હોવા છતાં આખા દિવસ દરમિયાન બસ સવારે જ આ એક બે કામ આપતા રહેતા આ સિવાય આખા દિવસ દરમિયાન કોઈપણ દિવસ વહુ પાસે કોઈ કામ કરાવતા નહીં કે કશું માંગતા પણ નહીં. તેનાથી ધીમે ધીમે ચલાય એટલે અત્યંત ધીમે ધીમે ઉભા થઇ ને પોતાનું કામ જાતે કરી ફરી પાછા બેસી જતા. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

અને દરરોજ સવારે આ કોઈપણ કામ કરવાનું કહે એટલે શીતલ જાણે ગુસ્સે થઈ જતી, કારણકે આમ પણ શીતલ પુરા સમયે જ ઘરની બહાર નીકળી રહી હોય અને બાપુજી કંઈ માંગે તો એ શોધીને બાપુજીને આપવામાં અંદાજે પાંચ મિનિટ જેટલો સમય લાગી જતો. કામ ખૂબ જ નાનકડું હોવા છતાં શીતલને આ ગમતું નહીં કારણકે તેને એવું લાગતું કે બાપુજી છેલ્લે નીકળતી વખતે જે કામ સોંપે છે એ કામના કારણે તેને ઓફિસે પહોંચવામાં અને દીકરાને સ્કૂલે પહોંચવામાં મોડું થઈ જાય છે.

એક દિવસે તો શીતલ એટલી બધી ગુસ્સા થઈ ગઈ કે તેને નક્કી કરી દીધું કે આજે તો તે પતિને બધી વાત કહીને રહેશે અને આ વાતનો નિર્ણય લઈને રહેશે કે આનું શું કરવું. અને રાત્રે જ્યારે પતિ ઓફિસે થી ઘરે આવ્યો ત્યારે બધી વાત પતિને કરી.

પતિએ બધી વાત શાંતિથી સાંભળી અને પછી સહજતાથી કહ્યું કે જો તને આ વસ્તુ મંજુર ન હોય તો એક આસાન રસ્તો છે. બાપુજી તારી પાસે ચશ્મા માંગે છે અથવા પછી છાપુ માંગે છે અથવા પછી પાણી માંગે છે પરંતુ એની બદલે જો તું સવારથી જ ઘરમાંથી નીકળતા પહેલા આ બધી વસ્તુ તેની પાસે રાખી દે તો પછી બાપુજી તારી પાસે કશું માંગે છે જ નહીં.

શીતલને પત્નીની આ વાત પસંદ પડી અને તેને એવું જ કરવાનું ચાલુ કર્યું. રોજ સવારે તે દીકરાને લઈને ઓફિસ અને સ્કૂલે મૂકવા નીકળે ત્યારે બાપુજી પાસે પહેલેથી જ છાપુ તેમજ પાણી રાખી દેતા પરંતુ આવું કરવા છતાં બાપુજી નું વહુને નીકળતી વખતે કોઈને કોઈ કામ ચીંધવાનું બંધ થયું નહીં.

એક પછી એક દિવસો પસાર થતા ગયા પરંતુ શીતલ ગમે તેટલું બધી વસ્તુઓ તૈયાર કરીને રાખે તો પણ બાપુજી શીતલ અને તેનો દીકરો ઘરમાંથી બહાર નીકળે ત્યારે કંઈ ને કંઈ વસ્તુ માંગતા અને આ વાત હવે શીતલને ખટકવા ની જગ્યાએ શીતલ એ ઇગ્નોર કરવાની ચાલુ કરી દીધી હતી.

સમય વીતતો ગયો તેમ તેમ શીતલ બાપુજી કઈ વસ્તુ માંગે તો પણ સાંભળતી જ નહીં અને તે પોતાનું કામ કરીને ઘરમાંથી સમયસર નીકળી જતી.

થોડા સમય પછી દિવાળીનું વેકેશન હોવાથી તેની નોકરી એ પણ રજા હતી અને દીકરાને પણ સ્કુલ માં વેકેશન હતું. અને આમ પણ ઘણા સમયથી ઘરની સાફ-સફાઇ બાકી હોવાથી આજે તેણે નક્કી કર્યું કે તે આખા ઘરની સાફ-સફાઈ કરશે.

બાપુજીને કહ્યું કે મારે ઘર સાફ કરવું છે એટલે બાપુજી એ કહ્યું શીતલ વહુ તમે ઘર નીરાતે સાફ કરી લો મારે આમ પણ બજારમાં થોડું કામ છે તો હું જઈને આવું. શીતલ એ કહ્યું અરે બાપુજી તમે તો માંડ માંડ ચાલી શકો છો કહો ને શું કામ છે પરંતુ બાપુજીએ કહ્યું અરે વાંધો નહીં હું ધીમે-ધીમે ચાલ્યો જઈશ અને ફરી પાછો આવી જઈશ.

શીતલ નો દીકરો પણ તેના પાડોશના મિત્ર સાથે રમવામાં વ્યસ્ત થઈ ગયો અને પતિ પણ ઓફિસે થી મોડા આવવાના હતા એટલે શીતલ એકલી ઘર સાફ કરવા લાગી. થોડા સમય પછી બાપુજી નો પલંગ ચોખ્ખો કરવા લાગી ત્યારે પલંગ નીચેથી એક ડાયરી મળી, આ ડાયરી શીતલે આજથી પહેલા કોઈ દિવસ નહોતી જોઈ. શીતલને ઉત્સુકતા લાગી કે એ ડાયરીમાં શું હશે એટલે ડાયરી ખોલી અને જોવા લાગી…

એ ડાયરી બાપુજીની હતી એ ડાયરીમાં દરરોજ ની દિનચર્યા સ્મૃતિના સ્વરૂપે બાપુજી લખતા. શીતલ ને વિચાર આવ્યો કે કોઈપણ એક દિવસ ની દિનચર્યા વાંચીને જોઈએ તો ખરા કે બાપુજી એ શું લખ્યું છે ખાસ કરીને પોતાના વિશે શું લખ્યું છે તે વિશે જાણવાની જિજ્ઞાસા વધુ હતી.

ડાયરી ખોલીને એક પેજમાં નજર કરી તેમાં બાપુજીએ લખ્યું હતું…

આજનો દિવસ પણ દરરોજની જેમ જ પ્રવૃતિ વગર જ નીકળી ગયો.

આજની આ નવી પેઢીને જાણે શું થયું છે પરંતુ આ ભાગદોડ વાળી જિંદગીમાંથી સમય કાઢીને ઘરે થી નીકળતી વખતે બાળકો હંમેશા વડીલોના આશીર્વાદ લેવાનું ભૂલી જાય છે. અને આજે મારી સાથે પણ એવું જ થયું. ન મારા પૌત્ર એ આશીર્વાદ લીધા કે ન મારા દીકરા અને વહુ એ…

હું દરરોજ વહુ ને કોઈને કોઈ કામ સોંપીને ટેબલ માં રાખવા માટે કહી દઉં છું કારણકે એ અને દીકરો જ્યારે ટેબલમાં એ વસ્તુ રાખવા માટે નીચે નમે ત્યારે વહુ અને પૌત્ર અને હું મનમાં જ તેના માથા પર હાથ રાખીને આશિર્વાદ આપી દઉં છું. અને વહુ તેમજ પૌત્ર માટે ભગવાનને પ્રાર્થના કરું છું કે તમારા બંનેનો દિવસ એકદમ આનંદમય પસાર થાય.

પરંતુ છેલ્લા કેટલાક દિવસથી વહુ એ જાણે હું કશું કામ કરવાનું કહું તો જાણે સાંભળવાનું જ બંધ કરી દીધું હોય એવું લાગે છે એટલે એ બંનેના ગયા પછી મનોમન ભગવાનને તેના માટે થઈને પ્રાર્થના કરું છું અને કહું છું કે આમ પણ મારા આશીર્વાદ તો સદાય તમારી સાથે જ છે. હે ભગવાન આજે ફરી પાછી તમને પ્રાર્થના કરું છું કે ભલે મારી વહુ મારો દીકરો અથવા તે બંને નો દીકરો મારા આશીર્વાદ લેવા માટે ન આવે પરંતુ તમારા આશીર્વાદ તેના પર સદાય રાખજો…

ડાયરી ના પેજ માં લખેલી આ વસ્તુ જોઈને શીતલના આંખમાંથી આંસુ નીકળવા લાગ્યા. આંખો ભીની હોવા છતાં તે એક પછી એક એમ ઘણા પેજ વાંચતી રહી. વાંચતા-વાંચતા તેના આંખમાંથી ઘણા આંસુના ટીપા તે ડાયરી પર પણ પડ્યા અને ઘણા page ભીના પણ થઈ ગયા.

વહુ ને પોતાના વર્તન ઉપર ખૂબ જ પસ્તાવો થયો પરંતુ સાથે સાથે ખૂબ જ નિરાંતનો શ્વાસ લીધો કારણ કે તેને એવું લાગતું કે બાપુજી તેને હેરાન કરવા માટે દરરોજ સવારે કામ સોંપે છે પરંતુ હકીકતમાં તો તેને માત્ર આશીર્વાદ આપવા માટે જ કામ સોંપતા હતા.

તેને પોતાના ઉપર અફસોસ થવા લાગ્યો કે તેને નાનપણમાં માતાપિતા અને વડીલોને ઘરેથી નિકળતી વખતે પગે લાગીને આશીર્વાદ લેવાની ટેવ હતી પરંતુ ઉમર વધતાની સાથે આ ટેવ પણ ક્યાં જતી રહી તે ખબર જ ન પડી.

રાત્રે પતિ ને બધી વાત કરી, પતિ પણ ભાવુક થઈ ગયો અને બંનેએ મળીને એક નિર્ણય લીધો.

બીજા દિવસથી જ સવારે જાગીને તૈયાર થઈને પતિ પત્ની અને તેઓ નો દીકરો ત્રણેય લોકો આવી અને બાપુજી ને પગે લાગ્યા અને તેના આશીર્વાદ લીધા. બાપુજી ને લાગ્યું કે કદાચ દિવાળી છે એટલા માટે આ લોકો આશીર્વાદ લઇ રહ્યા છે.

પરંતુ દિવાળીનું વેકેશન પૂરું થઈ ગયું પછી પણ જ્યારે શીતલ તેના દીકરા ને સ્કુલે મુકવા અને પોતાની ઓફિસે જવા નીકળતી ત્યારે દસ મિનિટ વહેલા તૈયાર થઈને બાપુજી કંઈ પણ કામ ચીંધે તે પહેલા ચશ્મા ને સાફ કરી તેના પલંગ ની આજુબાજુમાં બધી વસ્તુ ચોખ્ખી કરીને છાપુ રાખીને બાપુજીને પોતે પગે લાગતી અને તરત જ તેના દીકરાને કહેતી કે હાલો બેટા હવે મોડું થાય છે ચલો બાપુજી ના આશીર્વાદ લઇ લો અને પછી તેને bye કહી દે એટલે આપણે નીકળીએ.

બાપુજીને દીકરા વહુ નું આવું વર્તન જોઈને અત્યંત નવાઇ લાગી સાથે-સાથે અંદરથી ખૂબ જ રાજી થઈ ગયા. ઘરડા થઇ ગયેલા બાપુજી ને ખબર નહીં કેમ પરંતુ જાણે તાકાત આવવા લાગી દિવસેને દિવસે શરીર નબળું પડતું એની જગ્યાએ હવે જાણે દિવસેને દિવસે પોતે સ્વસ્થ થવા લાગ્યા. ડોક્ટરે કોઈ દવામાં ફેરફાર નહોતો કર્યો પરંતુ તેની તબિયત માં સુધારો દેખાવા લાગ્યો.

તેને જે રોજની જિંદગી માં તકલીફ પડતી તે ધીમેધીમે ઓછી થવા લાગી અને તે પોતે મનથી પણ પ્રસન્ન રહેવા લાગ્યા. અને અચાનક જ છ મહિના પછી એક દિવસ બાપુજી નું હૃદય અટકી ગયું અને તેઓએ અનંતની વાટ પકડી લીધી. પરંતુ તેના અંતિમ સમયમાં બાપુજીના ચહેરા ઉપર જે સંતોષનો ભાવ હતો તે લગભગ જ કોઈમાં જોવા મળે.

ધીમે ધીમે સમય વીતતો ગયો બાપુજી ગયા ને પણ ત્રણ વર્ષ થઈ ગયા પરંતુ આજે પણ જ્યારે શીતલ અને તેનો દીકરો ઘરે થી નીકળે ત્યારે શીતલ કાયમ બાપુજી ના ચશ્મા સાફ કરી ને ટેબલ પર રાખી દે અને જાણે બાપુજી તેને હમણાં આશીર્વાદ આપશે એમ વિચારીને પગે પણ લાગે. પછી ઘરની બહાર નીકળે કે તરત જ એવો આભાસ થાય કે હમણાં બાપુજી નો અવાજ આવશે કે શીતલ વહુ જરા મારા ચશ્મા સાફ કરીને થોડું પાણી આપો ને અને સાથે સાથે છાપું પણ લેતા આવજો… આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

માતા-પિતાના અદ્રશ્ય આશીર્વાદ એ ખરેખર આપણી ઉપર ભગવાનની કૃપા સમાન હોય છે. જ્યારે માતા પિતા જીવતા હોય ત્યારે તેની સેવા કરીએ એ પાછળથી કરેલા પિતૃ કર્મ થી તો ઘણું ઉત્તમ કહી શકાય. ઘણા લોકોના જીવનમાં તેઓને પોતાનાં માતા-પિતાનું મહત્વ સમજાય ત્યાં સુધીમાં તો ખૂબ જ મોડું થઈ ચૂક્યું હોય છે અને માતા-પિતા તેઓથી ખૂબ જ દૂર ચાલ્યા ગયા હોય છે.

અને એવું પણ કહેવાય છે કે બાળકો પણ આપણામાંથી જ જોઈને શીખે છે તો જો આપણામાં વડીલોના આશીર્વાદ લેવાની ટેવ હશે તો આ નવી પેઢી પણ આ ટેવને આગળ ધપાવી શકશે. ખૂબ જ સમજવા જેવી વાત છે અને આ વાતને દરેક લોકો જોડે શેર કરજો.

આ સ્ટોરી તમને કેવી લાગી તે કમેન્ટ કરીને અચૂક જણાવજો અને કમેન્ટમાં ૧ થી ૧૦ ની વચ્ચે રેટિંગ પણ આપજો.

Read more

છેલ્લા શ્વાસે પિતાએ કર્યો મોટો ખુલાસો, દીકરો સાંભળીને સ્તબ્ધ થઈ ગુસ્સામાં પિતાને કહેવા લાગ્યો...

કિશનના હાથમાં રહેલી લાકડીનો અવાજ સિમેન્ટના રસ્તા પર એકધારો આવતો હતો. તેના પિતા, રતિલાલભાઈ, દરવાજા પાસે ઊભા હતા. તેમણે કિશનનો હાથ પકડવા માટે પોતાનો હાથ

By Just Gujju Things Team

કરિયાણાના છૂટા પૈસા બચાવીને માતાએ દીકરીને આપી ભેટ

શાંતાબેને રસોડાના ડબ્બા પાછળથી પિત્તળની નાની પેટી બહાર કાઢી. તેમના હાથ થોડા ધ્રૂજતા હતા, પણ પકડ મજબૂત હતી. તેમણે રસોડાના ટેબલ પર રહેલી એ જૂની

By Just Gujju Things Team

વરરાજાના મિત્રોએ કરી એવી ભૂલ કે દુલ્હને લગ્ન તોડીને આખા ગામને ચોંકાવી દીધું

આ એક સાચી ઘટના પર આધારિત વાર્તા છે. જોકે તે કાલ્પનિક શૈલીમાં લખવામાં આવી છે અને પાત્રોના નામ બદલવામાં આવ્યા છે. ગામના પાદરમાં આવેલા જૂના મંદિરમા

By Just Gujju Things Team

કિડની વેચીને પુત્રને કરોડપતિ બનાવનાર માતાને ઘરડાઘર? ડાયરીએ ખોલ્યું રહસ્ય!

ભવ્ય મંચ પર અજય શાહ જ્યારે 'વર્ષના સર્વશ્રેષ્ઠ ઉદ્યોગપતિ'નો એવોર્ડ સ્વીકારી રહ્યો હતો, ત્યારે તેની આંખોમાં ગર્વ નહોતો, માત્ર એક

By Just Gujju Things Team