સાફ-સફાઇ વખતે પત્નીના હાથમાં એક ડાયરી આવી, ખોલીને અંદર વાંચ્યું તો તેના સસરાએ લખ્યું હતું…

આજનો દિવસ પણ દરરોજની જેમ જ પ્રવૃતિ વગર જ નીકળી ગયો.

આજની આ નવી પેઢીને જાણે શું થયું છે પરંતુ આ ભાગદોડ વાળી જિંદગીમાંથી સમય કાઢીને ઘરે થી નીકળતી વખતે બાળકો હંમેશા વડીલોના આશીર્વાદ લેવાનું ભૂલી જાય છે. અને આજે મારી સાથે પણ એવું જ થયું. ન મારા પૌત્ર એ આશીર્વાદ લીધા કે ન મારા દીકરા અને વહુ એ…

હું દરરોજ વહુ ને કોઈને કોઈ કામ સોંપીને ટેબલ માં રાખવા માટે કહી દઉં છું કારણકે એ અને દીકરો જ્યારે ટેબલમાં એ વસ્તુ રાખવા માટે નીચે નમે ત્યારે વહુ અને પૌત્ર અને હું મનમાં જ તેના માથા પર હાથ રાખીને આશિર્વાદ આપી દઉં છું. અને વહુ તેમજ પૌત્ર માટે ભગવાનને પ્રાર્થના કરું છું કે તમારા બંનેનો દિવસ એકદમ આનંદમય પસાર થાય.

પરંતુ છેલ્લા કેટલાક દિવસથી વહુ એ જાણે હું કશું કામ કરવાનું કહું તો જાણે સાંભળવાનું જ બંધ કરી દીધું હોય એવું લાગે છે એટલે એ બંનેના ગયા પછી મનોમન ભગવાનને તેના માટે થઈને પ્રાર્થના કરું છું અને કહું છું કે આમ પણ મારા આશીર્વાદ તો સદાય તમારી સાથે જ છે. હે ભગવાન આજે ફરી પાછી તમને પ્રાર્થના કરું છું કે ભલે મારી વહુ મારો દીકરો અથવા તે બંને નો દીકરો મારા આશીર્વાદ લેવા માટે ન આવે પરંતુ તમારા આશીર્વાદ તેના પર સદાય રાખજો…

ડાયરી ના પેજ માં લખેલી આ વસ્તુ જોઈને શીતલના આંખમાંથી આંસુ નીકળવા લાગ્યા. આંખો ભીની હોવા છતાં તે એક પછી એક એમ ઘણા પેજ વાંચતી રહી. વાંચતા-વાંચતા તેના આંખમાંથી ઘણા આંસુના ટીપા તે ડાયરી પર પણ પડ્યા અને ઘણા page ભીના પણ થઈ ગયા.

વહુ ને પોતાના વર્તન ઉપર ખૂબ જ પસ્તાવો થયો પરંતુ સાથે સાથે ખૂબ જ નિરાંતનો શ્વાસ લીધો કારણ કે તેને એવું લાગતું કે બાપુજી તેને હેરાન કરવા માટે દરરોજ સવારે કામ સોંપે છે પરંતુ હકીકતમાં તો તેને માત્ર આશીર્વાદ આપવા માટે જ કામ સોંપતા હતા.

તેને પોતાના ઉપર અફસોસ થવા લાગ્યો કે તેને નાનપણમાં માતાપિતા અને વડીલોને ઘરેથી નિકળતી વખતે પગે લાગીને આશીર્વાદ લેવાની ટેવ હતી પરંતુ ઉમર વધતાની સાથે આ ટેવ પણ ક્યાં જતી રહી તે ખબર જ ન પડી.

રાત્રે પતિ ને બધી વાત કરી, પતિ પણ ભાવુક થઈ ગયો અને બંનેએ મળીને એક નિર્ણય લીધો.

બીજા દિવસથી જ સવારે જાગીને તૈયાર થઈને પતિ પત્ની અને તેઓ નો દીકરો ત્રણેય લોકો આવી અને બાપુજી ને પગે લાગ્યા અને તેના આશીર્વાદ લીધા. બાપુજી ને લાગ્યું કે કદાચ દિવાળી છે એટલા માટે આ લોકો આશીર્વાદ લઇ રહ્યા છે.

પરંતુ દિવાળીનું વેકેશન પૂરું થઈ ગયું પછી પણ જ્યારે શીતલ તેના દીકરા ને સ્કુલે મુકવા અને પોતાની ઓફિસે જવા નીકળતી ત્યારે દસ મિનિટ વહેલા તૈયાર થઈને બાપુજી કંઈ પણ કામ ચીંધે તે પહેલા ચશ્મા ને સાફ કરી તેના પલંગ ની આજુબાજુમાં બધી વસ્તુ ચોખ્ખી કરીને છાપુ રાખીને બાપુજીને પોતે પગે લાગતી અને તરત જ તેના દીકરાને કહેતી કે હાલો બેટા હવે મોડું થાય છે ચલો બાપુજી ના આશીર્વાદ લઇ લો અને પછી તેને bye કહી દે એટલે આપણે નીકળીએ.

બાપુજીને દીકરા વહુ નું આવું વર્તન જોઈને અત્યંત નવાઇ લાગી સાથે-સાથે અંદરથી ખૂબ જ રાજી થઈ ગયા. ઘરડા થઇ ગયેલા બાપુજી ને ખબર નહીં કેમ પરંતુ જાણે તાકાત આવવા લાગી દિવસેને દિવસે શરીર નબળું પડતું એની જગ્યાએ હવે જાણે દિવસેને દિવસે પોતે સ્વસ્થ થવા લાગ્યા. ડોક્ટરે કોઈ દવામાં ફેરફાર નહોતો કર્યો પરંતુ તેની તબિયત માં સુધારો દેખાવા લાગ્યો.

તેને જે રોજની જિંદગી માં તકલીફ પડતી તે ધીમેધીમે ઓછી થવા લાગી અને તે પોતે મનથી પણ પ્રસન્ન રહેવા લાગ્યા. અને અચાનક જ છ મહિના પછી એક દિવસ બાપુજી નું હૃદય અટકી ગયું અને તેઓએ અનંતની વાટ પકડી લીધી. પરંતુ તેના અંતિમ સમયમાં બાપુજીના ચહેરા ઉપર જે સંતોષનો ભાવ હતો તે લગભગ જ કોઈમાં જોવા મળે.

ધીમે ધીમે સમય વીતતો ગયો બાપુજી ગયા ને પણ ત્રણ વર્ષ થઈ ગયા પરંતુ આજે પણ જ્યારે શીતલ અને તેનો દીકરો ઘરે થી નીકળે ત્યારે શીતલ કાયમ બાપુજી ના ચશ્મા સાફ કરી ને ટેબલ પર રાખી દે અને જાણે બાપુજી તેને હમણાં આશીર્વાદ આપશે એમ વિચારીને પગે પણ લાગે. પછી ઘરની બહાર નીકળે કે તરત જ એવો આભાસ થાય કે હમણાં બાપુજી નો અવાજ આવશે કે શીતલ વહુ જરા મારા ચશ્મા સાફ કરીને થોડું પાણી આપો ને અને સાથે સાથે છાપું પણ લેતા આવજો…

માતા-પિતાના અદ્રશ્ય આશીર્વાદ એ ખરેખર આપણી ઉપર ભગવાનની કૃપા સમાન હોય છે. જ્યારે માતા પિતા જીવતા હોય ત્યારે તેની સેવા કરીએ એ પાછળથી કરેલા પિતૃ કર્મ થી તો ઘણું ઉત્તમ કહી શકાય. ઘણા લોકોના જીવનમાં તેઓને પોતાનાં માતા-પિતાનું મહત્વ સમજાય ત્યાં સુધીમાં તો ખૂબ જ મોડું થઈ ચૂક્યું હોય છે અને માતા-પિતા તેઓથી ખૂબ જ દૂર ચાલ્યા ગયા હોય છે.

અને એવું પણ કહેવાય છે કે બાળકો પણ આપણામાંથી જ જોઈને શીખે છે તો જો આપણામાં વડીલોના આશીર્વાદ લેવાની ટેવ હશે તો આ નવી પેઢી પણ આ ટેવને આગળ ધપાવી શકશે. ખૂબ જ સમજવા જેવી વાત છે અને આ વાતને દરેક લોકો જોડે શેર કરજો.

આ સ્ટોરી તમને કેવી લાગી તે કમેન્ટ કરીને અચૂક જણાવજો અને કમેન્ટમાં ૧ થી ૧૦ ની વચ્ચે રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel