રૂક્ષ્મણીજી એ ભગવાન શ્રી કૃષ્ણ ને પૂછ્યું કે પ્રભુ રાધા માં એવું તો શું છે કે તેનું નામ તમારા શ્વાસે શ્વાસે આવી જાય છે? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એ જવાબ આપતા કહ્યું કે…

એક દિવસ રૂક્ષ્મણીજી એ શ્રી કૃષ્ણ ભગવાન ને દૂધ પીવા માટે આપ્યું દૂધ વધારે ગરમ હોવાથી શ્રી કૃષ્ણ ભગવાન ને મોઢા માં અને ચાટી માં બળતરા થવા લાગી અને ભગવાન શ્રી કૃષ્ણ ના મોઢા માંથી હે રાધે હે રાધે એ શબ્દ નીકળી ગયો અને

આ સાંભળતા જ રૂક્ષ્મણીજી એ ભગવાન શ્રી કૃષ્ણ ને પૂછ્યું કે પ્રભુ રાધા માં એવું તો શું છે કે તેનું નામ તમારા શ્વાસે શ્વાસે આવી જાય છે હું પણ આપને અપાર પ્રેમ કરું છું તો પણ આપ મારુ નામ નથી લેતા અને રાધા નું નામ લો છો

ભગવાન શ્રી કૃષ્ણ એ રુક્મણિજી ને હસતા હસતા કહ્યું કે દેવી તમે ક્યારેય શ્રી રાધાજી ને મળ્યા છો ??? બીજા દિવસે રૂક્ષ્મણીજી શ્રી રાધાજી ના મહેલ માં તેને મળવા માટે પહોંચ્યા ત્યારે મહેલ માં જતા જ એક બહુ જ સુંદર સ્ત્રી ને જોઈ ને રૂક્ષ્મણીજી ને થયું કે આ જ રાધાજી છે એટલે તેને પગે લાગવા લાગ્યા

ત્યારે દરવાજે ઉભેલી તે સ્ત્રી એ કહ્યું કે તમે મને કેમ પગે લાગો છો ?મને તમારો પરિચય તો આપો ત્યારે રૂક્ષ્મણીજી એ પોતાનો પરિચય આપ્યો અને કહ્યું કે હું રાધાજી ને મળવા માટે અહીંયા આવી છું ત્યારે તે સ્ત્રી એ કહ્યું કે હું તો શ્રી રાધાજી ની દાસી છું અને આ પહેલો દરવાજો છે

આવી રીતે સાત દરવાજા પછી ના કક્ષ માં આપને શ્રી રાધાજી મળશે રૂક્ષ્મણીજી તો ચાલવા લાગ્યા દરેક દરવાજે એક થી એક સુંદર દાસી ને જોઈ ને વિચારવા લાગ્યા કે દાસી જો આટલી સુંદર અને તેજસ્વી હોય તો શ્રી રાધાજી કેવા હશે ? વિચારતા વિચારતા રૂક્ષ્મણીજી રાધાજી ના કક્ષ માં પહોંચ્યા

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel