રસ્તા પર જઈ રહેલા માણસને યમરાજે આવીને કહ્યું હું તારા પ્રાણ લેવા માટે આવ્યો છું, પરંતુ…

એક વખત એક માણસ રસ્તા પર જઈ રહ્યો હતો સામેથી તેને કોઈ આવતું જણાયું. સામેથી યમરાજ આવી રહ્યા હતા, પરંતુ તે માણસ સામેથી આવી રહેલા યમરાજને ઓળખી ન શક્યો. યમરાજે તે માણસ પાસે આવીને તેની પાસે પાણીનો ગ્લાસ લાવવા માટે કહ્યું, તો તે માણસે પાણી લઈને યમરાજને પીવડાવ્યું યમરાજને પાણી પીવડાવ્યું.

એટલે યમરાજ એ તે માણસને જણાવ્યું કે હું તારા પ્રાણ લેવા માટે આવ્યો છું હું યમરાજ છું પરંતુ તેં મારી તરસ બુઝાવી છે એટલા માટે તને હું એક તારા નસીબ બદલવાનું મોકો આપું છું. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

આટલું કહીને યમરાજે તેને એક ડાયરી આપી અને કહ્યું કે તારી પાસે દસ મિનિટનો સમય છે આ સમયે અંદર તું જે પણ કંઈ લાગશે તે સાચું થઈ જશે અને દસ મિનિટ પછી હું તારી પાસેથી આ ડાયરી લઈ લઈશ.

માણસ તો ડાયરી લઈને તરત જોવા લાગ્યો કે અંદર ડાયરીમાં શું લખેલું છે તો પહેલા જ ડાયરીમાં લખેલું હતું કે તે માણસના કોઈ પાડોશીને આકસ્મિક ધનલાભ થવાનો હતો જેના કારણે તે કરોડપતિ બનવાનો હતો. તે માણસે તે પેજ ઉપર લખી નાખ્યું કે તેના પાડોશી ને કોઈ પ્રકારનો ધન લાભ ન થાય અને તે કરોડપતિ ન બને.

જેમ જેમ ડાયરી માટે આગળ વધતો ગયો તેમ તેના ઓળખીતા લોકો ના પેજ આવવા લાગ્યા તેના જ એક મિત્રના પેજ પર લખ્યું હતું કે એ વ્યક્તિને રાતોરાત સફળતા મળવાની છે અને આખા સમાજમાં તેનું નામ ખૂબ જ મોટું થઈ જવાનું છે, તો એ માણસ એ લખી દીધું કે તે વ્યક્તિને એટલે કે તેના જ મિત્રને જે સફળતા મળવાની હતી તે સફળતા ન મળે.

આવી જ રીતે એક પછી એક તે ડાયરીના પેજ ફેરવતો રહ્યો અને જો કોઈનું સારું થવાનું હોય તો તરત જ તે બદલી નાખતો. આખરે એ સમય આવી ગયો કે તેને ડાયરીમાં પોતાનું જ પેજ મળ્યું.

પરંતુ એ પેજ ઉપર શું લખ્યું છે તે વાંચવા જાય તે પહેલાં યમરાજ એ તે વ્યક્તિના હાથમાં થી ડાયરી લઈ લીધી અને કહ્યું તારો દસ મિનિટનો સમય પૂરો થયો હવે તો ડાયરીમાં કશો ફેરફાર નહીં કરી શકે. આટલું કહીને તે વ્યક્તિના હાથમાં થી પેન પણ ચૂકવી લીધી.

જોકે યમરાજ બધું જાણતા હોવાથી તેને કહ્યું કે તે તારો બધો જ સમય બીજાનું ખરાબ કરવામાં વેડફી નાખ્યો અને જેના કારણે તારું જ જીવન ખતરામાં જતું રહ્યું એટલે કે હવે તારો અંત તો નિશ્ચિત છે. આ સાંભળીને તે માણસને ખૂબ જ પસ્તાવો થયો પરંતુ હવે પસ્તાવો કરીને શું થવાનું હતું, એના હાથમાંથી તો એ મોકો જતો રહ્યો હતો કે તે પોતાનું ભવિષ્ય સુધારી શકે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

ભલે આ કદાચ એક કાલ્પનિક વાર્તા હશે પરંતુ આપણે હંમેશા યાદ રાખવું જોઈએ કે ભગવાને આપણને બધાને વિચારવાની શક્તિ આપી છે અને એટલા માટે ક્યારેય કોઇનું ખરાબ ન વિચારવું જોઇએ તેમ જ ખરાબ ન કરવું જોઈએ. આપણે બીજાનું સારું કરીએ તો આપણું જીવન પણ સુખમય બની જાય છે અને ભગવાનની કૃપા પણ બની રહે છે.

શું આ સ્ટોરી તમને પસંદ પડી? જો હા તો કમેન્ટ કરીને જણાવજો તેમજ આ સ્ટોરીને કોમેન્ટમાં 1 થી 5 ની વચ્ચે રેટિંગ પણ આપજો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

Read more

છેલ્લા શ્વાસે પિતાએ કર્યો મોટો ખુલાસો, દીકરો સાંભળીને સ્તબ્ધ થઈ ગુસ્સામાં પિતાને કહેવા લાગ્યો...

કિશનના હાથમાં રહેલી લાકડીનો અવાજ સિમેન્ટના રસ્તા પર એકધારો આવતો હતો. તેના પિતા, રતિલાલભાઈ, દરવાજા પાસે ઊભા હતા. તેમણે કિશનનો હાથ પકડવા માટે પોતાનો હાથ

By Just Gujju Things Team

કરિયાણાના છૂટા પૈસા બચાવીને માતાએ દીકરીને આપી ભેટ

શાંતાબેને રસોડાના ડબ્બા પાછળથી પિત્તળની નાની પેટી બહાર કાઢી. તેમના હાથ થોડા ધ્રૂજતા હતા, પણ પકડ મજબૂત હતી. તેમણે રસોડાના ટેબલ પર રહેલી એ જૂની

By Just Gujju Things Team

વરરાજાના મિત્રોએ કરી એવી ભૂલ કે દુલ્હને લગ્ન તોડીને આખા ગામને ચોંકાવી દીધું

આ એક સાચી ઘટના પર આધારિત વાર્તા છે. જોકે તે કાલ્પનિક શૈલીમાં લખવામાં આવી છે અને પાત્રોના નામ બદલવામાં આવ્યા છે. ગામના પાદરમાં આવેલા જૂના મંદિરમા

By Just Gujju Things Team

કિડની વેચીને પુત્રને કરોડપતિ બનાવનાર માતાને ઘરડાઘર? ડાયરીએ ખોલ્યું રહસ્ય!

ભવ્ય મંચ પર અજય શાહ જ્યારે 'વર્ષના સર્વશ્રેષ્ઠ ઉદ્યોગપતિ'નો એવોર્ડ સ્વીકારી રહ્યો હતો, ત્યારે તેની આંખોમાં ગર્વ નહોતો, માત્ર એક

By Just Gujju Things Team