રસ્તામાં વીજળી પડી તો બસ ડ્રાઈવરે કહ્યું, આપણા બધા માંથી કોઈ એક ના લીધે બધા મૃત્યુ પામશું… એથી બચવાનો એક ઉપાય એ છે કે…

ઘણા સમય પહેલાંની આ વાત છે, એક બસ યાત્રીઓને લઈને લાંબી મુસાફરી માટે નીકળી રહી હતી. બસનો નીકળવાનો સમય થયો એટલે બધા યાત્રીઓ જ્યાંથી બસ ઉપડવાની હતી એ જગ્યા પર જમા થયા હતા. બધા યાત્રીઓ ને લઈને ટૂંક સમયમાં જ બસ મુસાફરી માટે રવાના થઈ ગઈ.

એક પછી એક બધા ફરવાના સ્થળોએ યાત્રીઓને ફેરવતી ફેરવતી બસ ધીમે ધીમે આગળ વધી રહી હતી. હવે પછીના જે સ્થળે જવાનું હતું તે જગ્યા પર જવા માટેનો રસ્તો પણ ખરાબ હતો અને રાતનો સમય પણ થઈ ચૂક્યો હતો.

એટલે થોડા સમય સુધી બસને વિરામ આપીને ફરી પાછી બધા લોકોએ અડધી રાત્રિના જ મુસાફરી શરૂ કરી જેથી સવાર પડતાંની સાથે જગ્યા પર પહોંચી જવાય. રાત્રીનો સમય હતો, થોડા યાત્રીઓને ઊંઘ આવતી હતી અને રસ્તામાં બસમાં જ તેઓ સૂઈ પણ ગયા હતા. પરંતુ અમુક યાત્રીઓને રસ્તો ખરાબ હોવાને લીધે નિંદર નહોતી આવતી.

અચાનક જ વાતાવરણમાં ફેરફાર થયો અને એક તો રસ્તો ખરાબ હતો અને બીજી બાજુ અનરાધાર વરસાદ ચાલુ થઈ ગયો. એ વરસાદના છાંટા બસના છાપરા પર પડતા હતા એનો અવાજ માત્ર સાંભળીને બધા લોકો ઊંઘમાંથી જાગી ગયા, ઘણા લોકો ડરવા લાગ્યા કે આટલા અનરાધાર વરસાદ આવી રહ્યો છે અને આપણે રસ્તો પણ ખરાબ છે સમયસર જગ્યાએ કેવી રીતે પહોંચીશુ?

જોતજોતામાં વરસાદની સાથે સાથે વાદળો ગાજવા લાગ્યા અને બધા યાત્રીઓ જોઈ રહ્યા હતા કે બહાર ચારેબાજુ વીજળી ચમકી રહી હતી. ઘણા ખરા યાત્રીઓને એ પણ અંદાજ આવી ગયો હતો કે આ વીજળી ગમે ત્યારે આપણી બસને પણ પોતાની ચપેટમાં લઈ શકે છે, અને થોડા જ સમય પછી ડ્રાઇવર ખૂબ જ સંભાળીને બસને ચલાવી રહ્યો હતો, તેના રસ્તામાં વીજળી ન પડે અથવા વીજળી પડી હોય અને રસ્તાને નુકસાન થયું હોય એવી જગ્યા પરથી ન ચલાઇ જાય એનો ખૂબ જ ધ્યાન રાખતો હતો.

ડ્રાઈવરે ઘણા પ્રયાસ પછી આખરે બસ એક વૃક્ષ થી થોડે દૂર ઊભી રાખી દીધી. બસને ઉભી રાખીને બસ બંધ કરીને ડ્રાઇવર એ બધા યાત્રીઓને જણાવતા કહ્યું કે આજે અચાનક જ વાતાવરણમાં પલટો થવાના કારણે ખૂબ જ વીજળી સાથે વરસાદ થઈ રહ્યો છે આવામાં આગળ વધવું તે ખૂબ જ મુશ્કેલ બની રહ્યું છે. આ બસમાં કદાચ કોઈ એવું વ્યક્તિ છે જેનું મૃત્યુ આજે નક્કી છે. પરંતુ એ વ્યક્તિને કારણે બીજા બધા લોકો પણ મૃત્યુ પામી શકે છે.

ડ્રાઈવરે પોતાની વાતને આગળ વધારતાં કહ્યું હવે હું જે કહી રહ્યો છું તે બધા યાત્રીઓ ધ્યાનથી સાંભળજો, હું ઈચ્છું છું કે દરેક વ્યક્તિ બસમાંથી નીચે ઉતરીને એક પછી એક એમ દરેક યાત્રી નીચે ઉતરી સામે રહેલા વૃક્ષ નો સ્પર્શ કરીને પાછા આવી જાઓ. આપણી વચ્ચે રહેલા જે વ્યક્તિનું મૃત્યુ નિશ્ચિત છે એ વૃક્ષ પાસે જશે અને વીજળીનો શિકાર બનશે અને મૃત્યુ પામશે અને બીજા બધા લોકો બચી જશે.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel