રસ્તામાં વીજળી પડી તો બસ ડ્રાઈવરે કહ્યું, આપણા બધા માંથી કોઈ એક ના લીધે બધા મૃત્યુ પામશું… એથી બચવાનો એક ઉપાય એ છે કે…

ડ્રાઈવરે ઘણા પ્રયાસ પછી આખરે બસ એક વૃક્ષ થી થોડે દૂર ઊભી રાખી દીધી. બસને ઉભી રાખીને બસ બંધ કરીને ડ્રાઇવર એ બધા યાત્રીઓને જણાવતા કહ્યું કે આજે અચાનક જ વાતાવરણમાં પલટો થવાના કારણે ખૂબ જ વીજળી સાથે વરસાદ થઈ રહ્યો છે આવામાં આગળ વધવું તે ખૂબ જ મુશ્કેલ બની રહ્યું છે. આ બસમાં કદાચ કોઈ એવું વ્યક્તિ છે જેનું મૃત્યુ આજે નક્કી છે. પરંતુ એ વ્યક્તિને કારણે બીજા બધા લોકો પણ મૃત્યુ પામી શકે છે.

ડ્રાઈવરે પોતાની વાતને આગળ વધારતાં કહ્યું હવે હું જે કહી રહ્યો છું તે બધા યાત્રીઓ ધ્યાનથી સાંભળજો, હું ઈચ્છું છું કે દરેક વ્યક્તિ બસમાંથી નીચે ઉતરીને એક પછી એક એમ દરેક યાત્રી નીચે ઉતરી સામે રહેલા વૃક્ષ નો સ્પર્શ કરીને પાછા આવી જાઓ. આપણી વચ્ચે રહેલા જે વ્યક્તિનું મૃત્યુ નિશ્ચિત છે એ વૃક્ષ પાસે જશે અને વીજળીનો શિકાર બનશે અને મૃત્યુ પામશે અને બીજા બધા લોકો બચી જશે.

ડ્રાઇવરની આવી આશ્ચર્ય પમાડે તેવી વાત સાંભળીને ઘણા ખરા યાત્રીઓ ડ્રાઇવરની આ વાતનો વિરોધ કરવા લાગ્યા, અમુક લોકોએ કહ્યું કે એવું કંઈ ના હોય, અને યાત્રીઓ એ આમ કરવાની ના પાડી. પરંતુ સામે અમુક યાત્રીઓ ડ્રાઇવર ની વાત થી સહમત થયા અને કહ્યું કે ડ્રાઈવર ની વાત સાચી છે, જો એમ હોય તો એક વ્યક્તિને કારણે આપણે બધા મૃત્યુ પામીશું. એથી સારું એ છે કે એક પછી એક દરેક યાત્રી નીચે જઈને પેલા વૃક્ષ ને સ્પર્શ કરીને ફરી પાછો બસ પર આવી જાય. એમાં શું વાંધો છે?

ઘણા યાત્રીઓ ડ્રાઇવરની વાતથી સહમત નહોતા પરંતુ થોડી ઘણી ચર્ચાને અંતે બધા યાત્રીઓ તૈયાર થઈ ગયા. સૌથી પહેલાં વ્યક્તિને નીચે ઉતરીને બસ જે વૃક્ષની સામે ઉભી રાખવામાં આવી હતી એ વૃક્ષને સ્પર્શ કરીને ફરી પાછું આવવાનું કહેવામાં આવ્યું, પહેલો યાત્રી નીચે ઉતર્યો અને મનમાં ભય સાથે ઇચ્છા ન હોવા છતાં પણ બસ નીચે ઉતરીને વૃક્ષ પાસે ગયો સ્પર્શ કરીને ફરી પાછો બસ માં આવી ગયો.

error: Content is Protected!