રાજાએ બ્રાહ્મણ ને એવા ત્રણ સવાલ પૂછ્યા જેના જવાબ તેની પાસે પણ નહોતા, થોડા દિવસો પછી તે બ્રાહ્મણ રાજા પાસે દીકરાને લઈને ગયો અને કહ્યું...
રાજાશાહીના સમયમાં એક ગામમાં એક બ્રાહ્મણ રહેતા હતા. જે ગામના બધા લોકોને ત્યાં કોઈપણ પ્રસંગે પૂજા-પાઠ કરતા હતા, નાનું ગામ હતું. પરંતુ આખા ગામમાં એક બ્રાહ્મણ હોવાથી તેને જીવનના ગુજરાન કરવામાં કોઈ તકલીફ નહોતી પડતી.
એક દિવસ રાજાએ બ્રાહ્મણ ને મહેલ માં પૂજા પાઠ કરવા માટે બોલાવ્યા. ત્યારે બ્રાહ્મણ ખુશ થઈ ગયા કે રાજા ને ત્યાં પૂજા કરીશ એટલે સારી એવી દક્ષિણ મળશે, પૂજા ના દિવસે બ્રાહ્મણ તો નવા કપડાં પહેરી ને રાજા ને ત્યાં પહોંચી ગયા.
અને પૂજા કરાવી આપી, રાજા એ યોગ્ય દક્ષિણા પણ આપી, પણ સાથે સાથે રાજા એ સવાલ પૂછ્યો કે હે બ્રાહ્મણ દેવ મને મારા સવાલનો જવાબ આપો... તમે તો રોજ પૂજા પાઠ કરો છો? અને ધર્મ ના જાણકાર છો? તો મને એ કહો કે ભગવાન ક્યાં રહે છે? ભગવાન ની નજર કઈ તરફ છે? અને ભગવાન શું શું કરી શકે છે?
રાજા દ્વારા પૂછાયેલા પ્રશ્ન થી બ્રાહ્મણ તો ગભરાઈ ગયા, અને થોડી વાર પછી કહ્યું કે હે રાજા મને તમારા સવાલનો જવાબ દેવા માટે થોડા દિવસ નો સમય આપો. ત્યારે રાજા એ બ્રાહ્મણ ને એક મહિના નો સમય આપ્યો.
અને કહ્યું કે એક મહિના પછી હું તમને બોલાવીશ. અને ત્યારે તમારે મને જવાબ આપવો પડશે. આ બાજુ બ્રાહ્મણ, રોજ ને રોજ વિચાર કરતા પણ કોઈ જવાબ મળતો નહોતો. અને સમય પસાર થઇ રહ્યો હતો. તેની પણ ચિંતા થતી હતી.
અને તેઓ ઉદાસ રહેવા લાગ્યા એક દિવસ બ્રાહ્મણ ને ઉદાસ જોઈને તેના પુત્ર એ પૂછ્યું કે પિતાજી તમે આટલા બધા ઉદાસ કેમ છો? હું ઘણા બધા દિવસ થી તમને ઉદાસ જોઈ રહ્યો છું. તમારા મનમાં શું ચિંતા છે? એ મને કહો...
ત્યારે બ્રાહ્મણ એ કહ્યું કે બેટા થોડા દિવસ પહેલા હું મહેલ માં પૂજા કરવા ગયો હતો, અને બધું કાર્ય પૂર્ણ થયા પછી રાજા એ મને સવાલ કર્યા છે, જેનો જવાબ મારે એક મહિના માં દેવાનો છે. પણ હજુ સુધી મને તેના સવાલ નો જવાબ મળ્યો નથી.
તેમ કહી ને તેના પુત્ર ને ત્રણેય સવાલ કહ્યા, અને કહ્યું કે આ કારણ થી હું ઘણા દિવસો થી ચિંતા માં છું. કે મારે રાજા ને શું જવાબ આપવા? ત્યારે બ્રાહ્મણ ના પુત્ર એ કહ્યું કે, તમે બધી ચિંતા મન માંથી કાઢી નાખો, હું રાજા ને ત્રણેય સવાલ ના જવાબ આપીશ.
અને એક મહિનો પૂરો થતા બ્રાહ્મણ તેના પુત્ર ને લઇ ને રાજા ના દરબાર માં જાય છે. અને કહે છે હે રાજા તમારા બધા પ્રશ્ન ના જવાબ મારી સાથે આવેલ મારો પુત્ર આપશે. ત્યારે રાજા એ બ્રાહ્મણ ના પુત્ર ને સવાલ કર્યો કે ભગવાન ક્યાં રહે છે?
ભગવાનની નજર કઈ બાજુ છે? અને ભગવાન શું શું કરી શકે છે? ત્યારે બ્રાહ્મણના પુત્ર એ રાજા ને કહ્યું કે શું આપના દરબાર માં આવતી વ્યક્તિ નું આદર સન્માન કરવામાં નથી આવતું? આ સાંભળી ને રાજા ને શરમ આવી. તેને બ્રાહ્મણ પુત્ર ને બેસવાની વ્યવસ્થા કરાવી.
અને એક તેના માટે દૂધ નો એક ગ્લાસ લાવવામાં આવ્યો. ત્યારે બ્રાહ્મણ ના પુત્ર એ વારંવાર દૂધ ના ગ્લાસ માં આંગળી નાખી ને દૂધ હલાવી ને બહાર કાઢી ને જોવા લાગ્યો. ત્યારે રાજા એ પૂછ્યું કે આ શું કરો છો જેનો જવાબ આપતા કહ્યું કે દૂધ માં તો મલાઈ હોય છે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
પરંતુ અહીંયા એવું કશું દેખાતું નથી તો રાજા તમારા ગામ માં આવું દૂધ જ મળે છે? આપણા રાજ્ય માં તો દૂધમાંથી મલાઈ જ ગુમ થઇ ગઈ છે. ત્યારે રાજા એ કહ્યું કે દૂધ માં મલાઈ હોય છે. પરંતુ એ આવી રીતે દેખાઈ નહિ, જ્યારે દૂધ ને ગરમ કરીને રાખવામાં આવે ત્યારે દૂધ ની મલાઈ દેખાઈ છે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
ત્યારે બ્રાહ્મણ ના પુત્ર એ કહ્યું કે આ તમારા પહેલા પ્રશ્નનો જવાબ છે, જેવી રીતે દૂધ ને ગરમ કરવા થી મલાઈ દેખાય છે. એવી રીતે ભગવાન દરેક જીવ ની અંદર હાજર જ હોય છે. પણ તેને જોવા માટે સાચી ભક્તિ ની જરૂરત, સાચા મન થી ધ્યાનપૂર્વક ભગવાન ની ભક્તિ કરવામાં આવે તો દરેક જીવ ના આત્મા માં રહેલા ભગવાન ના દર્શન થાય છે.
રાજા બ્રાહ્મણ ના પુત્ર ના જવાબ થી ખુશ થયા. અને કહ્યું કે હવે તમે મને બીજા પ્રશ્ન નો ઉત્તર આપો. ભગવાન કઈ દિશા માં જુવે છે? ત્યારે બ્રાહ્મણ ના પુત્ર એ કહ્યું કે તેનો જવાબ દેવા માટે મારે એક મીણબત્તી જોઈશે, રાજાએ તરત જ એક મીણબત્તી મંગાવી ને આપી.
અને તેને મીણબત્તી ને પ્રગટાવી અને કહ્યું કે રાજા આ મીણબત્તી ની રોશની કઈ તરફ જાય છે? ત્યારે જવાબ આપતા રાજા એ કહ્યું કે મીણબત્તી ની રોશની તો બધી દિશામાં એકસરખી જ જાય છે. તે બ્રાહ્મણ પુત્ર એ કહ્યું કે આ તમારા બીજા પ્રશ્ન નો જવાબ છે.
અને કહ્યું કે ભગવાન સર્વે ની સામે એક નજર થી જ જુવે છે. તેની પાસે કોઈ ભેદભાવ નથી. બીજા પ્રશ્નનો જવાબ સાંભળી ને રાજા એકદમ ખુશ થઇ ગયા. અને કહ્યું કે હવે મને ત્રીજા પ્રશ્ન નો જવાબ આપો. અને ત્રીજો પ્રશ્ન હતો: ભગવાન શું કરી શકે છે? આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
ત્યારે બ્રાહ્મણ ના પુત્ર એ કહ્યું કે તેનો જવાબ આપવા માટે તમારે મને એ સિંહાસન પર બેસવા દેવો પડશે... અને હું બેઠો છું, ત્યાં તમારે આવવું પડશે. રાજા ને તો હવે ત્રીજા પ્રશ્નનો જવાબ સાંભળવાની ઉતાવળ હતી. જેથી તે સિંહાસન પર થી નીચે આવી, અને બ્રાહ્મણ પુત્ર ની જગ્યા એ આવી ગયા.
અને તે બ્રાહ્મણ પુત્ર રાજા ના સિંહાસન પર જઈ ને બેસી ગયા, અને કહ્યું કે આ જ આપના ત્રીજા પ્રશ્ન નો ઉત્તર છે. ભગવાન મારા જેવા ગરીબ બ્રાહ્મણને સિંહાસન ઉપર બેસાડી શકે છે. અને સિંહાસન ઉપર બેઠેલા રાજા ને એક સામાન્ય બ્રાહ્મણ ની જગ્યા એ બેસાડી શકે છે, બ્રાહ્મણ પુત્ર ની હોશિયારી અને ચાલાકી થી રાજા એટલા પ્રભાવિત થયા કે તેને પોતાના સલાહકાર માં શામેલ કરી લીધા.
જો ભગવાન પર ભરોસો હોય તો એ દરેક પરિસ્થિતિમાં આપણી સાથે જ છે અને સાચો રસ્તો બતાવનારા બને છે.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો, તેમજ આ સ્ટોરી ને કમેન્ટ માં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.