રાજા પાસે આવીને એક માણસે ફરિયાદ કરી કે તેનો મિત્ર તેના રૂપિયા નથી આપતો, પછી બીજા જ દિવસે રાજાએ એવું કર્યું કે મિત્રએ કહ્યું…

બહુ જુના સમય ની વાત છે. નાના ગામ ના એક ગરીબ માણસ કે જે પોતે મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. તેમને સંતાનમાં એક માત્ર પુત્રી હતી. અને તે તેના લગ્ન માટે બચત કરી અને રૂપિયા ની બચત કરતો હતો. અને તેના એક મિત્ર ને કરિયાણાની મોટી દુકાન હતી.

તેને રૂપિયા સાચવવા માટે આપતો. તેનો આ ક્રમ સત્તર વર્ષ સુધી ચાલ્યો. અને હવે દીકરી ની સગાઇ નક્કી કરી અને થોડા સમય માં લગ્ન કરવાનું નક્કી કર્યું. ત્યારે એ ગરીબ માણસ તેના મિત્ર પાસે રૂપિયા લેવા માટે જાય છે. અને તેનો મિત્ર તેને એમ કહી ને કાઢી મૂકે છે કે તે મને રૂપિયા આપ્યા હોય તો તેની જમા ચીઠી કે કઈ લખાણ હોય તો મારી પાસે લઇ આવ તે મને રૂપિયા આપ્યા જ નથી.

હવે તે ગરીબ માણસ ભીંસ માં આવી ગયો કે આટલા વર્ષ સુધી બચત ના રૂપિયા ભેગા કરી અને સાચવવા માટે આપ્યા હતા. અને મિત્રતા ના હિસાબે ક્યારેય લખાણ પણ લીધું નથી. અને આજે દીકરી ના લગ્ન નજીક આવી ગયા છે. અને મારી પાસે બીજા રૂપિયા ની સગવડતા પણ થતી નથી.

તેથી બે ત્રણ દિવસ વિચાર કરી ને તે રાજા પાસે ગયો અને બધી વાત કહી, રાજા પણ વિચારમાં પડી ગયા કે બિચારા ની દીકરી ના લગ્ન છે. અને તેનો મિત્ર ફરી ગયો છે. અને વિશ્વાસ ના હિસાબે એક પણ પહોંચ પણ લીધેલી નથી. પહોંચ છે નહિ એટલે તેનો મિત્ર રૂપિયા આપવાનું પણ કાબુલ કરશે નહિ.

જેથી તેની સાથે કોઈ જાત ની તકરાર કરવી યોગ્ય નહિ લાગતા રાજા એ ગરીબ માણસ ને કહ્યું કે થોડા દિવસ પછી દશેરા છે. ત્યારે હું રથમાં બેસી અને ગામ વચ્ચે થી પસાર થઈશ. અને તે દરમ્યાન હું તારા મિત્ર ની દુકાન પાસે થી પણ પસાર થઈશ. ત્યારે તારે તારા મિત્ર ની દુકાન ની બાજુ ની દુકાન પાસે ઉભા રહી જવાનું.

દશેરા ના દિવસે રાજા રથ પર સવાર થઈને ગામમાં સરઘસ કાઢી ને નીકળ્યા. અને ગરીબ માણસ ત્યાં ઊભો હતો. ત્યાં પોતાનો રથ ઉભો રખાવીને નીચે ઉતાર્યા. અને ગરીબ માણસ ને પોતાના નાનપણ નો મિત્ર ગણાવી અને ભેટી પડ્યા.

અને પોતાની સાથે રથ માં બેસાડી ને રાજમહેલ માં લઇ ગયા. આ બધું તેના મિત્ર એ જોયું અને જોતા વેંત જ ગભરાઈ ગયો કે હું કોના રૂપિયા દબાવી ને બેઠો છું? આને તો રાજા સાથે પણ વર્ષો જુના સંબંધ છે. અને આપણી વાત રાજા ને કહેશે તો આપણું તો રાજા બધું ધનોતપનોત કાઢી નાખશે.

તે તરત જ ગરીબ માણસ ના ઘરે ગયો. અને તે રાજા ના મહેલ માંથી આવે તેની રાહ જોવા લાગ્યો. થોડી વાર માં એ ગરીબ માણસ આવ્યો. ત્યારે તેના મિત્ર એ કહ્યું કે મને જુના ચોપડા માંથી તારો બધો હિસાબ મળી ગયો છે.

અને તું અત્યારે જ મારી પાસે આવ અને આટલા વર્ષો ના વ્યાજ સાથે તારા રૂપિયા લઇ જા. આમ રાજા એ તે ગરીબ માણસ ને મુશ્કેલી માંથી બહાર કાઢ્યો અને દીકરી ના લગ્ન ધામધૂમ થી થયા.

આવો જ એક બીજો કિસ્સો છે એક ખેડૂત ને તેનું ખેતર વેચવું હતું. ઘણા ગ્રાહકો જોવા માટે આવે પણ બધા ખેડૂત પાસેથી અડધા ભાવે ખેતર ની માંગણી કરે. ખેતર ની આજુબાજુ ના ખેતર વાળા ને પણ ખરીદવું હતું. પણ બધા લોકો રાહ જોઈ ને બેઠા હતા કે ભાવ નીચા કરે.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel