રાજા ના ઘરે દીકરી નો જન્મ થયો એટલે દરેક જ્યોતિષએ એકસરખી જ ભવિષ્યવાણી કરી, પરંતુ એક અભણ જ્યોતિષે એવી ભવિષ્યવાણી કરી કે રાજા પણ સાંભળીને…

હેમશંકર શાસ્ત્રીજી કાશીમાં અભ્યાસ કરીને ધર્મનું ઘણું જ્ઞાન પ્રાપ્ત કરીને કર્મકાંડમાં પારંગત બની ચૂક્યા હતા. અને જ્યોતિષવિદ્યામાં તેની એવી પકડ હતી કે તેની સામે કોઈપણ જ્યોતિષ આવવા માટે પણ વિચાર કરતા, શાસ્ત્રીજી પોતે રાજના જ્યોતિષ પણ હતા.

તેના વડવાઓ તરફ થી ચાલી આવેલી પરંપરા હોવાથી બધા લોકો રાજા ના ગોર હતા અને રાજ જ્યોતિષ હોવાને કારણે તેના ઘરમાં અનેક સુખ સમૃદ્ધિ હતી, અને ખૂબ જ ભવ્ય ઘર બનાવ્યું હતું. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

સમય આવતા શાસ્ત્રીજી ના લગ્ન થયા અને ત્યારબાદ થોડા વર્ષો પછી તેમના ઘરે દીકરાનો જન્મ થયો, દીકરાનો જન્મ થતાં શાસ્ત્રીજીએ તેની કુંડળી બનાવી. અને તેની પાસે રહેલી તિજોરીમાંથી એક સોનામહોર ની પોટલી કાઢીને બહાર રાખી. આવેલા બાળક પાસે મૂકી અને કહ્યું આ તારો ભાગ, આટલું બોલ્યા અને થોડા જ સમયમાં તેના બાળકનું મૃત્યુ થઈ ગયું.

ત્યારબાદ શાસ્ત્રીજીએ સોના મહોરો માંથી ગામના જરૂરિયાતવાળા છોકરાઓને ભણતર માટે જરૂરી વસ્તુઓ, પહેરવા કપડા વગેરે લઇ આપ્યું. અને આ બધું કરીને વધેલી સોનામહોરો માંથી ગરીબ લોકોને બટુક ભોજન કરાવ્યું.

બીજા વર્ષે ફરી પાછા તેમને ત્યાં એક પુત્રીનો જન્મ થયો અને આ વખતે પણ શાસ્ત્રીજીએ તેની કુંડળી બનાવી, થોડા સમય પછી તિજોરીમાંથી સોનામહોરો કાઢી તેની પાસે મૂકી અને કહ્યું આ તારો ભાગ. અને થોડા જ સમય પછી એ પુત્રી પણ મૃત્યુ પામી.

આ વખતે શાસ્ત્રીજીના પત્ની નારાજ થઈ ગયા અને પૂછ્યું કે તમે આમ કેમ કરો છો, શાસ્ત્રીજીએ તેનો કોઈ જવાબ ના આપ્યો અને તેની પત્નીને કહ્યું કે સમય આવે તને બધી વાત કરીશ.

આમને આમ બીજા બે વર્ષ પછી શાસ્ત્રીજીને ત્યાં એક દીકરાનો જન્મ થયો અને આ વખતે પણ પોતાની રીત અનુસાર શાસ્ત્રીજીએ કુંડળી બનાવી અને કહ્યું કે હવે બરાબર, દીકરો ધીરે ધીરે મોટો થવા લાગ્યો ત્યારે તેના પત્નીએ કહ્યું કે તમે તો કાશીમાં અભ્યાસ કર્યો છે પણ અત્યારે આ છોકરાને ગામની નિશાળમાં તો બેસાડી દો.

પરંતુ શાસ્ત્રીજીએ ચોખ્ખી ના પાડી અને કહ્યું કે તેને ભણાવવા ની કોઈ જરૂર નથી, તે દીકરાને સ્કૂલમાં પણ ન જવા દીધો થોડા વર્ષ પછી તેનો પુત્ર 15 વર્ષનો થઈ ગયો ત્યારે તેની પાસેથી ઘરનું બધું કામ જેમકે સાફ-સફાઈ વગેરે કરાવવા લાગ્યા. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

જે કામ નોકર પાસે કરાવતા તે જ બધું કામ તે પોતાના પુત્ર પાસે કરાવવા લાગ્યા, શાસ્ત્રીજી તેની પાસે આવનાર વિદ્યાર્થીઓને પોતાના ઘરે જ્યોતિષ વિદ્યાનું જ્ઞાન આપતા હતા પરંતુ પોતાના દીકરા પાસે ઘરનું કામ કરાવતા એટલે પત્ની એ નારાજ થઈને કહ્યું કે તમે આપણા દિકરાને કેમ કઈ જ્ઞાન નથી આપતા?

ત્યારે શાસ્ત્રીજીએ તેની પત્નીને જવાબ આપતા કહ્યું કે આપણે પહેલા બે સંતાનો થયા તે તેનું થોડું લેણું બાકી હતું તે લેવા માટે આવ્યા હતા અને તેનો ભાગ આપી દીધો જેથી તેનું લેણું ખતમ થઈ ગયું. અને આ દીકરો આપણી પાસે તેનું દેવું ચૂકવવા માટે આવ્યો છે, તેને ભણાવી અને આગળ લઇ આવશો અને તે કમાવવા લાગશે અને કમાઈને આપણને રૂપિયા આપશે.

તો રૂપિયા આપ્યા પછી તેનું દેણું પૂરું થઈ જાય એટલે તે પણ ચાલ્યો જશે, આપણી પાછલી જિંદગીનો આ એક જ સથવારો છે જે આપણા ગઢપણ ના દિવસો માં આપણી સેવા કરશે, અને સાચવશે આ કારણે મેં તેને ભણાવ્યો નથી જેથીં આપણું લેણું કાયમ બાકી રહે.

આમને આમ અનેક દિવસો પસાર થતા રહ્યા, અને શાસ્ત્રીજીને આઠ-દસ દિવસ માટે બહારગામ જવાનું થયું. થોડા જ દિવસોમાં પાછળ થી રાજ માંથી તેડું આવ્યું કે શાસ્ત્રી જી ને રાજા બોલાવે છે, હવે શાસ્ત્રીજી તો હાજર નહોતા તેથી તેના પુત્ર એ તેના માતા ને કહ્યું કે પિતાજી ની જગ્યા એ હું જઈ આવું?

તેના માતા ને તો ખબર હતી કે આને કઈ શીખડાવ્યુ તો નથી અને ત્યાં જઈને શું કરશે પણ તેને તેના પુત્ર નું મન રાખવા માટે તેને હા પાડી દીધી અને તે રાજ દરબાર માં ગયો જ્યાં આજુ બાજુ ના ગામ ના બીજા દસ જ્યોતિષ પણ હાજર હતા.

બધા જ્યોતિષ ભેગા થતા રાજા એ કહ્યું કે અત્યારે અંદર ના ઓરડા માં રાણીને સુવાવડ આવે તેમ છે. અને કુંવર કે કુંવરી નો જન્મ થતા, તમને બધા ને તુર્ત જ જાણ કરવામાં આવશે. જે અંદર થી એક લીંબુ બહાર રળતું રળતું આવે એટલે તમારે સમજી જવાનું કે જન્મ થઇ ગયો, અને કુંડળી બનાવવી.

થોડા સમય પછી અંદર થી એક લીંબુ રળતું રળતું આવ્યું, એટલે બધા જ્યોતિષ કુંડળી બનાવવા લાગ્યા, કુંડળી બની ગયા પછી બધા જ્યોતિષ રાજા પાસે આવ્યા બધા જ્યોતિષ નું કહેવાનું એક જ હતું કે, તમારે ત્યાં અત્યારે કુંવરી નો જન્મ થયો છે. અને તમે તેને જયારે તેને પરણાવશો, ત્યારે તેના પતિ તમારા રાજ ઉપર હુમલો કરી અને તમારું રાજ કબ્જે કરી લેશે. અને તમને બંધક બનાવી લેશે.

રાજા એ બધાની વાત એક થતા જ કુંવરી ને જંગલ માં જઈ ને પહાડ ઉપર થી ફેંકી દેવા, સેનાપતિ ને હુકમ કર્યો અને અને રાણી પાસે જવા લાગ્યા. ત્યાં શાસ્ત્રીજી નો પુત્ર કે જેને કદી જ્યોતિષ નું જ્ઞાન પણ લીધું નહોતું, તે જમીન ઉપર કોલસા થી ગણતરી કરી રહ્યો હતો. ત્યારે રાજા એ તેને પૂછ્યું કે તમે આ શું કરો છો?

ત્યારે શાસ્ત્રીજી ના પુત્ર એ કહ્યું કે તમારે ત્યાં કુંવરી આવશે એ તો બધા એ બતાવ્યું પણ તમને બીજું જે પણ બતાવ્યું તે બિલકુલ ખોટું છે. આ કુવરી ના પાછળ તમારે એક કુંવર નો જન્મ થશે, અને તે ખુબ જ પરાક્રમી રાજા બનશે. આ કુંવરી બહુ જ ભાગ્યશાળી છે.

આ સાંભળી ને રાજા એ કહ્યું કે મેં તો તેને મારી નાખવા માટે સેનાપતિ ને જંગલ માં રવાના પણ કરી દીધા છે, ત્યારે શાસ્ત્રીજી ના પુત્ર એ કહ્યું કે આ કુંવરી ને કોઈ થી પણ વાળ વાંકો થશે નહિ, એ મારી જવાબદારી છે.

રાજા એ પૂછ્યું કે તમને આટલું જ્ઞાન ક્યાં થી આવ્યું શાસ્ત્રીજી એ તો તમને કઈ શીખવાડ્યું નથી, ત્યારે શાસ્ત્રીજી ના પુત્ર એ કહ્યું કે જયારે મારા પિતાજી બીજા વિદ્યાર્થીઓ ને જ્યોતિષવિદ્યા નું જ્ઞાન આપતા ત્યારે હું ઘર કામ કરતા કરતા બધું શીખી ગયો છું.

સાંજ પડતા સેનાપતિ જંગલમાંથી આવે છે, ત્યારે રાજાને કહે છે કે તેને કુંવરી ને પહાડ પરથી નીચે ફેંકી ને મારી નાખી છે, એટલે રાજા શાસ્ત્રીજી ના પુત્ર ને બોલાવીને કહે છે કે સેનાપતિ એ તો કુંવરી ને મારી નાખી છે. તો પણ શાસ્ત્રીજીના પુત્ર એ કહ્યું કે હું એ વાત માનવા નો જ નથી. કારણ કે કુંવરી ને કોઈ મારી શકે નહિ.

ત્યારે રાજા એ સેનાપતિ સામે જોયું અને સેનાપતિ ની નજર જમીન તરફ થઇ ગઈ તે રાજા સામે નજર મિલાવી શક્ય નહિ, અને માફી માંગતા કહ્યું કે ફૂલ જેવી કુંવરીને મારી નાખતા મારો જીવ ચાલ્યો નહિ, તેથી હું તેને મારા ઘરે મૂકી આવ્યો છું. મને હુકમ નો અનાદર કરવા નો જે દંડ આપવો હોય તે ભોગવવા માટે હું તૈયાર છું.

ત્યારે રાજા એ શાસ્ત્રીજીના પુત્ર ને કહ્યું કે બાકી ના દસ જ્યોતિષ માં અને તમારી ગણતરી માં આટલો ફરક કેમ છે. અને બાકી ના દસ ની ભવિષ્યવાણી પણ એક જ છે ત્યારે શાસ્ત્રી જી ના પુત્ર એ જવાબ આપતા કહ્યું કે કુંવરી નો જન્મ થયો, અને લીંબુ બહાર રેડાવવામાં આવ્યું અને એ ઓરડાની બહાર આવ્યું એટલી વાર માં જે સમય નો ફરક છે, એ જ ફરક છે.

બાકી ના જ્યોતિષોએ લીંબુ બહાર આવ્યું એ સમય પકડ્યો, અને મેં એ લીંબુ જયારે અંદરથી રેડાવ્યું એ સમય પકડ્યો. બાકી ના જ્યોતિષ તેની રીતે સાચા જ છે, રાજા શાસ્ત્રીજી ના જ્યોતિષ થી ખુબ જ ખુશ થયા. અને તેના પિતાજીની હાજરી માં રાજ દરબારમાં તેનું સન્માન કરવાનું રાખ્યું.

બે દિવસ પછી હેમશંકર શાસ્ત્રીજી ઘરે આવે છે અને આ બધા સમાચાર મળે છે, એટલે બહુજ દુઃખી થાય છે અને તેની પત્ની ને પણ ઠપકો આપે છે કે તમારે આને મોકલવાની શું જરૂર હતી? બીજા દિવસે રાજદરબાર માં પુરા માનસન્માન સાથે શાસ્ત્રીજી ના પુત્ર નું સન્માન થાય છે. અને રાજા એ ખુશ થઇ ને 1000 સોનામહોર નું ઇનામ આપ્યું. એ સોનામહોર શાસ્ત્રીજી ના ઘરે આવતા ની સાથે જ તેના પુત્ર નું મૃત્યુ થાય છે, કારણ કે તેને જે દેણું શાસ્ત્રીજી ને ચૂકવવાનું હતું, એ પૂરું થઇ ગયું. આપણે પણ જયારે કોઈ નું મૃત્યુ થઇ ત્યારે કહેતા હોય છે કે એકબીજા ની લેણાદેણી પુરી થઈજાય ત્યારે કોઈ કોઈ ની રાહ જોતું નથી. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો, તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં ૧ થી ૧૦ ની વચ્ચે રેટિંગ પણ આપજો.

Read more

છેલ્લા શ્વાસે પિતાએ કર્યો મોટો ખુલાસો, દીકરો સાંભળીને સ્તબ્ધ થઈ ગુસ્સામાં પિતાને કહેવા લાગ્યો...

કિશનના હાથમાં રહેલી લાકડીનો અવાજ સિમેન્ટના રસ્તા પર એકધારો આવતો હતો. તેના પિતા, રતિલાલભાઈ, દરવાજા પાસે ઊભા હતા. તેમણે કિશનનો હાથ પકડવા માટે પોતાનો હાથ

By Just Gujju Things Team

કરિયાણાના છૂટા પૈસા બચાવીને માતાએ દીકરીને આપી ભેટ

શાંતાબેને રસોડાના ડબ્બા પાછળથી પિત્તળની નાની પેટી બહાર કાઢી. તેમના હાથ થોડા ધ્રૂજતા હતા, પણ પકડ મજબૂત હતી. તેમણે રસોડાના ટેબલ પર રહેલી એ જૂની

By Just Gujju Things Team

વરરાજાના મિત્રોએ કરી એવી ભૂલ કે દુલ્હને લગ્ન તોડીને આખા ગામને ચોંકાવી દીધું

આ એક સાચી ઘટના પર આધારિત વાર્તા છે. જોકે તે કાલ્પનિક શૈલીમાં લખવામાં આવી છે અને પાત્રોના નામ બદલવામાં આવ્યા છે. ગામના પાદરમાં આવેલા જૂના મંદિરમા

By Just Gujju Things Team

કિડની વેચીને પુત્રને કરોડપતિ બનાવનાર માતાને ઘરડાઘર? ડાયરીએ ખોલ્યું રહસ્ય!

ભવ્ય મંચ પર અજય શાહ જ્યારે 'વર્ષના સર્વશ્રેષ્ઠ ઉદ્યોગપતિ'નો એવોર્ડ સ્વીકારી રહ્યો હતો, ત્યારે તેની આંખોમાં ગર્વ નહોતો, માત્ર એક

By Just Gujju Things Team