રડતા રડતા બાળક ભગવાનને પ્રાર્થના કરી રહ્યો હતો, એક વ્યક્તિએ પૂછ્યું કે ભગવાન પાસે શું માગ્યું? તો તે બાળકે એવો જવાબ આપ્યો કે તે વ્યક્તિ…

સવારનો દસ વાગ્યાનો સમય હતો, સવાર સવાર માં મંદિર ની અંદર ભીડ હતી. બધા લોકો દર્શન કરી ને પોત-પોતાના કામ ધંધે જવાની ઉતાવળમાં હતા. મંદિર માં એક ખૂણે આશરે 10-12 વર્ષનો એક છોકરો તેની સાથે તેની નાની બહેન સાથે ભગવાનને પ્રાર્થના કરી રહ્યો હતો. અને તેની બંનેની આંખમાંથી આંસુ નીકળી રહ્યા હતા.

બધા લોકો દર્શન કરી ને બહાર નીકળતા હતા. પરંતુ આ બંને રડતાં બાળકો ઉપર કોઈ ની નજર પડી રહી હતી તો કોઈ ની નજર પણ નહોતી પડતી. પરંતુ લગભગ કોઈ પણ લોકો પાસે આ બાળક ને કંઈ પૂછવા માટેનો સમય નહોતો.

આ સમયે એક વૃદ્ધ વ્યક્તિ તે મંદિરની સામે આવેલા ઓટલા ઉપર બેઠા બેઠા આ બધું જોઈ રહ્યા હતા. તેનું ધ્યાન ઘણા સમયથી રડી રહેલા બાળકો ઉપર હતું. મંદિર માં ભીડ ઓછી થતા એ વૃદ્ધ વ્યક્તિ ઉભા થઇ ને બાળક પાસે આવે છે.

બાળક ની પાસે આવીને તેને બાળકનો હાથ પકડી ને પૂછ્યું કે તે રડતા રડતા તું પ્રાર્થના કરી રહ્યો હતો, તે ભગવાન પાસે શું માગ્યું? ત્યારે બાળકે જવાબ આપતા કહ્યું કે આટલા બધા માણસો અહીંયા આવ્યા ને ગયા કોઈ એ મને કંઈ પૂછ્યું નથી અને મારી સામે પણ જોયું નથી તો તમે કેમ મને આ બધું પૂછી રહ્યા છો?

તે વૃદ્ધ માણસ એ કહ્યું મંદિરમાં તારા જેટલી ઉંમરનું લગભગ કોઈ નહીં હોય કે જે અત્યારે અહીંયા પ્રાર્થના કરી રહ્યા હોય. હું ઘણા સમયથી તને રડતા રડતા ભગવાનને પ્રાર્થના કરી રહેલો જોઈ રહ્યો હતો એટલે મેં તને ભગવાન પાસે શું માંગી રહ્યો છે તે પૂછ્યું? હવે તારે મને તારી તકલીફ તો કહેવી જ પડશે.

ત્યારે બાળકે પોતાની તકલીફ જણાવતા કહ્યું મારા પિતા નું બે વર્ષ પહેલા મૃત્યુ થયું છે. એટલા માટે તેઓના આત્મા ને શાંતિ મળે તેમજ મારી મમ્મી રોજ રાત ને દિવસ વાતે વાતે રડવા લાગે છે તેના મન માં શાંતિ રહે અને મારી નાની બહેન કે જેને નિશાળે ફી ભરવાની બાકી છે તેના માટે હું ભગવાન ને પ્રાર્થના કરી રહ્યો હતો.

ત્યારે વૃદ્ધ વ્યક્તિ એ પૂછ્યું કે તું નિશાળે જાય છે? તો કહ્યું કે હા જાવ છું, પણ ભણવા માટે નહિ પણ મારી નાની બહેન જ્યાં ભણે છે તે નિશાળે ખારી શીંગ ને દાળિયા વેચવા માટે જાવ છું. વૃદ્ધ વ્યક્તિ એ આગળ પૂછતાં કહ્યું કે તમારા કોઈ સગા સંબંધી નથી? તમને કોઈ મદદ નથી કરતા?

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel