રડતા રડતા બાળક ભગવાનને પ્રાર્થના કરી રહ્યો હતો, એક વ્યક્તિએ પૂછ્યું કે ભગવાન પાસે શું માગ્યું? તો તે બાળકે એવો જવાબ આપ્યો કે તે વ્યક્તિ…

તો બાળકે જવાબ આપતા કહ્યું કે મમ્મી કહે છે કે આપણે કોઈ સગા-સંબંધી નથી. પણ તે ખોટું બોલે છે. કારણ કે સગા સંબંધી તો બધા ને હોય જ. પણ ગરીબ ના કોઈ સગા નથી બનતા કોઈ ના ઘરે પ્રસંગ હોય તો અમને બોલાવતા પણ નથી, કારણ કે અમારા પાસે ત્યાં જવા માટે સારા કપડાં પણ નથી. એટલે એ લોકો ને ગમે નહિ જેથી અમારા કોઈ સગા સંબંધી નથી. બાર વર્ષના દીકરા માં આટલી બધી સમજણ જોઈને તે વૃદ્ધ માણસ અવાચક રહી ગયા.

બાળકે પોતાની વાત આગળ વધારતાં કહ્યું, મહિના માં આઠ દસ દિવસ તો અમે ભાઈ બહેન રાત્રે જમવા માટે બેસીએ ત્યારે માં અમારી સાથે પણ ખોટું બોલે છે કે મને બહુ ભૂખ લાગી હતી. એટલે મેં જમી લીધું છે. તમે બંને જમી લો. મને તો ખબર જ છે કે ઘર માં ત્યારે એટલું જ હોય જેમાં અમે ભાઈ બહેન જમી શકીએ. વૃદ્ધ વ્યક્તિ એ પૂછ્યું કે તમને ઘરનો બધો ખર્ચ મળી જાય તો તું ભણવા માટે નિશાળે જઈશ?

જયારે જવાબ માં બાળકે કહ્યું કે બિલકુલ નહિ જાવ. કારણ કે હું શીંગ દાળિયા વેચવા વાળો અને બીજા છોકરાઓ પૈસાવાળા લોકો ના એ લોકોને હું તેની બાજુ માં બેસી ને ભણું તે જરાય પસંદ ન આવે. બધા ભણેલા લોકો મંદિરમાં અને નિશાળે મારી પાસે થી જ પસાર થઇ છે. મને આજ સુધી કોઈ ભણેલા એ મદદ માટે પૂછ્યું પણ નથી. અને મારી સામે તિરસ્કાર ની નજર થી જ જુએ છે.

હું આ મંદિર માં રોજ આવું છું, મારા પિતાજી ને આ મંદિર માં આવતા દરેક લોકો ઓળખે છે. પણ કોઈ એ હજુ સુધી મારી સામે પ્રેમ થી જોયું પણ નથી. આમ બોલતા બોલતાં તે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો.

થોડીવાર પછી એને સ્વસ્થ થઈને કહ્યું બાપ મરી જાય તો બધા લોકો અજાણ્યા કેમ થઈ જાય છે? વૃદ્ધ માણસ પણ શરમ થી માથુ નીચું કરીને વિચારવા લાગ્યા કે માણસ જેવો મતલબી જગત માં કોઈ જીવ નથી. જેના ઘર નો આધાર છીનવાય જાય તેને બધા સગા થોડો થોડો સહકાર આપીને તેનો ખરાબ સમય પસાર કરાવી દે. તો આ સંતાનો પણ જીવનભર કોઈ પણ વ્યક્તિ બીજા કોઈ પણ ને મદદ ની જરૂર પડે તો બાજુ માં ઉભા રહી જાય. પણ આપણે આ કેવા સમાજ ની રચના કરી છે, જેમાં આવી રીતે તકલીફ માં પડેલા પરિવારો ની સામે પણ જોતા નથી.

મનુષ્ય ના જીવન માં ઘણી બધી જાત ના અલગ અલગ તબક્કા આવતા હોઈ છે. કોઈ માણસ ખૂબ જ સુખી હોય ત્યારે કોઈ માણસ બધી ભૌતિક સુખ સગવડતાઓ ભોગવીને આનંદ કરે તેવી પરિસ્થિતિ હોય છે. અનેબીજી બાજુ અમુક માણસો આખો દિવસ કાળી મજૂરી કરે ત્યાર પછી તેને માંડ માંડ બે ટંક નું જમવાનું નસીબ થાય છે. આ જીવનચક્ર માંથી મોટા ભાગના માણસો ને પસાર થવું પડે છે.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો. તેમજ આ સ્ટોરી અને કમેન્ટ માં 1 થી 5 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel