પિતાના ગયા પછી સંપત્તિના ભાગ પાડતી વખતે માતાનો વર્ષો જૂનો ટ્રંક ખોલ્યો જેની ચાવી માતા સિવાય કોઈ ન અડતું, ટ્રંક ખોલી અંદર જોયું તો બંને ભાઈઓ…

સવાર સવાર ના સમયે બધા ના ઘર માં ખુશી નું વાતાવરણ હોય છે. રાત્રી નો આરામ કરી ને બધા સાથે બેસીને ચા નાસ્તો કરતા હોય ને આનંદ કરતા હોય. પરંતુ હેમલતા બેન ના ઘર નું વાતાવરણ કંઈક અલગ હતું.

હેમલતા બેન ના પતિ નું ત્રણ મહિના પહેલા અવસાન થયું હતું, ત્યારથી તેની તબિયત બહુ ખરાબ રહેતી હતી. જેથી સંપૂર્ણ પથારીવશ થઈ ગયા હતા. તેને બે પુત્ર હતા. જે બંને ના લગ્ન થઇ ગયા હતા. હેમલતાબેન ના ઘર માં આજે સવાર થી જ બંને ભાઈઓ વચ્ચે પિતાજી ની સંપત્તિ ના ભાગ પાડવા ના મામલે ઝઘડો ચાલી રહ્યો હતો. અને જોર જોરથી એક બીજા પર ગાળા ગાળી ચાલી રહી હતી. બંને ભાઈઓ મારામારી સુધી પહોંચી જાત જો કાકા બંને ની વચ્ચે પડ્યા ના હોત.

ઘરના નાના નાના બાળકો સવાર સવાર માં ચાલુ થયેલ ઝઘડો જોઈને ગભરાઈ ગયા હતા. અને પાડોશીઓ આ મફત ના મનોરંજન નો લાભ લેવા પોતાના ઘરના આંગણે કે બાલ્કની પાર કે અગાસી ઉપર ગોઠવાઈ ગયા હતા. મહિલાઓ ભેગી મળી ને ગુસપુસ કરતી હતી કે શું થઈ રહ્યું છે?

પિતાજીના મૃત્યુ બાદ માતાની તબિયત એકદમ લથડી ગઈ હતી. જે પલંગ માં સૂતાં સૂતાં જ જોઈ રહી હતી. અને તેની આંખમાંથી અશ્રુ ની અવિરત ધાર ચાલુ હતી. જમીન મકાન સોના ચાંદી ના દાગીના ઘર ના વાસણ સહિત બધી વસ્તુ ના ભાગ પડી ગયા હતા. પરંતુ ઝઘડો એક જ વસ્તુ માટે હતો. બા ના પટારા માટે, જે બા ને તેના લગ્ન સમયે તેની પિયર થી ભેટ મળ્યો હતો. જેમાં બા તેનો સમાન રાખતા અને પટારા ની ચાવી હંમેશા પોતાની પાસે રાખતા કોઈ ને પણ ચાવી આપતા નહિ. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

બંને વહુ ને થયું કે બા ની પાસે કિંમતી વસ્તુઓ તો આ પટારા માં જ રાખેલ હશે, જેથી અમને પણ કોઈ દિવસ ખોલી ને દેખાડ્યું નથી કે ચાવી આપી નથી. આની અંદર જરૂર કિંમતી દાગીના હીરા ઝવેરાત રાખ્યું હશે.

એટલે તો આટલા વર્ષ થી પરણીને આવ્યા પછી પણ અમને હાથ લગાવવા દીધો નથી. આવી અને વાત કરી કરી ને બંને એ પોતાના પતિ નો ઝઘડો થાય ત્યાં સુધી ચડામણી કરી હતી. અને જે કરવું હતું એ બંને ભાઈઓ વચ્ચે આજે સવાર ના જ થયું.

બા ના પટારા માંથી ભાગ મળશે તેવી આશામાં વહુઓ આ બધો ઝઘડો જોઈ રહી હતી. પરંતુ બે માંથી એકેય વહુ બા ને સાથે રાખવા માટે રાજી નહોતી! આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

આ બધુ જોઈ ને બા ઉભા થયા, પણ ઉભા ના થઇ શક્યા અને પાછા પલંગમાં પડી ગયા. અને સુઈ ગયા થોડીવાર પછી બા એ કાકા ને કહ્યું કે મારો હાથ પકડી ને ઉભી કરો. ઉભા થઇ ને બા એ પટારા ની ચાવી શોધી ને પટારો ખોલ્યો. અને બધો સમાન અંદર થી બહાર કાઢી ને બતાવવા મંડ્યા.

સૌથી પહેલા એક ઝરી ભરેલી સાડી બહાર કાઢી જે પ્લાસ્ટિક ની થેલી માં સાચવી ને રાખેલી હતી/ જેમાં સાડી ની સાથે એક ચિઠ્ઠી લખેલી હતી, જેમાં લખ્યું હતું લગ્ન પછી પતિ તરફથી મળેલી જીવન ની સહુ થી અમૂલ્ય ભેટ. બીજી એક ચાંદી ની ડબ્બી કાઢી જેની અંદર કાજલ ભરેલું હતું. જે બતાવતા બા એ કહ્યું કે હું જ્યારે આ ઘર માં પરણીને આવી ત્યારે આ કાજલ લગાવી ને મારી સાસુ એ મારી નજર ઉતારી ને મને આપી હતી.

ત્રીજી વસ્તુ કાઢતા બંને ભાઈઓ હક્કા બક્કા થઈ ગયા. એમાં એક પીતળ ની થાળી હતી જે બા નાનપણ માં એક સાથે બંને ભાઈઓને જમાડવા બેસાડતા અને ખૂબ જ હેતથી જમાડતા હતા. અને છેલ્લા કોળિયા સુધી બંને બહુ જ પ્રેમ થી આનંદ મજાક કરતા કરતા જમતા હતા. જે થાળી હવે બિલકુલ કાળી પડી ગઈ હતી. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

પટારામાં આ સિવાય કોઈ વસ્તુ માં એ સાચવી ને રાખી નહોતી, સૌ મૂંગા થઈ ગયા. બંને ભાઈઓ પણ થાળી જોઈને ભાવુક થઈ ગયા.

બા એ અચાનક કહ્યું કે આ થાળીમાં તમે બંને વર્ષો સુધી સાથે જમ્યા અને આજે તમારે ભાગ પાડવા છે. અને ભાગ પાડી પણ લીધા. અને જે વસ્તુ ના તમે ભાગ પડ્યા તેમાંથી કઈ વસ્તુ તમે બંને એ તમારી મહેનત થી બનાવેલી છે? કે વસાવી છે?

હકીકતમાં તમે કંઈ બનાવ્યું નથી, આ તો આ બધું તમારા બાપે બનાવેલું છે. અને તમે હું બેઠી છું, ત્યાં સુધી એક પણ વસ્તુ નો ભાગ મારી મરજી વિના કેમ પાડી શકો. બંને ભાઈઓ શરમ થી મોઢું લટકાવી ને પોત-પોતાના રૂમમાં પત્ની સાથે ચાલ્યા ગયા.

શબ્દો ભલે બા ના હતા પણ જાણે પિતાજી હયાત હોય અને ખિજાઈ રહ્યા હોય તેવું બને ભાઈઓને લાગ્યું. દીવાલ પર લગાડેલી પિતાની તસ્વીર પણ સ્મિત કરી રહી હતી.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં ૧ થી ૧૦ ની વચ્ચે પણ આપજો.

Read more

અહંકારી મહિલા મેનેજરે ગરીબ સિક્યોરિટી ગાર્ડને નોકરીમાંથી કાઢી મૂક્યો, પછી એ જ રાત્રે સુમસામ રસ્તા પર જે થયું તે…

શહેરના સૌથી પોશ વિસ્તારમાં આવેલી એક ગગનચુંબી ઈમારતમાં એક મોટી મલ્ટિનેશનલ આઈટી કંપનીની મુખ્ય ઓફિસ આવેલી હતી. આ ઓફિસની અંદરનું વાતાવરણ એકદમ હાઈ-ફાઈ અને કો

By Just Gujju Things Team

જ્યારે પત્નીએ કહ્યું કે હવે ભગવાન પર ભરોસો છોડો, ત્યારે ગરીબ પતિએ લીધેલો આ એક નિર્ણય તમારી આંખો ખોલી નાખશે…

ગામના છેવાડે એક નાનકડી માટીની ઝૂંપડી આવેલી હતી. આ ઝૂંપડીમાં કાનાભાઈ નામના એક ગરીબ કુંભાર પોતાના પરિવાર સાથે રહેતા હતા. કાનાભાઈ સ્વભાવે

By Just Gujju Things Team

રોજ રાત્રે વધેલું ભોજન ગરીબોને મફત આપતા હોટેલ માલિકના દીકરા પર જ્યારે આફત આવી, ત્યારે કુદરતે જે ચમત્કાર કર્યો તે…

ગામડામાંથી હાઈવે તરફ જતા રસ્તા પર એક નાની પણ ખૂબ જ સ્વચ્છ હોટેલ આવેલી હતી. આ હોટેલનું નામ શિવશક્તિ હોટેલ હતું અને તેના માલિક રઘુભાઈ હતા

By Just Gujju Things Team

પિતાના ગયા પછી કરોડોની મિલકત વેચીને વિદેશ ભાગતા દીકરાઓ સામે જ્યારે પિતાનું આ રહસ્ય ખુલ્યું ત્યારે…

ગામડાના પાદરમાં આવેલી એક મોટી અને ભવ્ય હવેલી હંમેશા આખા વિસ્તારમાં આકર્ષણનું કેન્દ્ર રહેતી હતી. આ હવેલીના માલિક જગદીશભાઈ હતા, જેઓ પોતાની સચ્ચા

By Just Gujju Things Team