પિતાએ સંપત્તિના ભાગ પાડવા માટે વાત કરી તો નાના દીકરાએ કહ્યું તમે રહેવા દો, ભાગ તો હું જ પાડીશ. પિતાએ કારણ પૂછ્યું તો નાના દીકરા એ કહ્યું…

કેતન એ ઘરમાં આવીને તેના પિતા પર જાણે સહમત ન હોય એમ કહેવા લાગ્યો પપ્પા મને જીગ્નેશ એ કહ્યું કે તમે સંપત્તિના ભાગ પાડવા માંગો છો, પરંતુ તમે જેમ કહ્યું કે તમે ભાગ પાડશો એ નિર્ણય મને બરાબર નથી લાગતો. અને વાત રહી અમારા બંને ભાઈઓની તો અમારા બે ભાઈઓ વચ્ચે કેવી રીતે ભાગ પાડવા એ તમે નક્કી ન કરો.

કેતન ઘરમાં જીગ્નેશ થી નાનો ભાઈ હતો. કેતન અને જીગ્નેશ બંને વર્ષોથી પરિવારના એક જ ઘરમાં રહેતા અને સાથે જ ધંધો પણ કરતા. વર્ષોથી ધંધામાં ઘણી આવક હતી એટલે પૈસાની કોઈ ખામી નહોતી. બન્ને ભાઈઓ પરિણીત હતા અને મોટા ભાઈ ના ઘરે એક સંતાન પણ આવી ચૂક્યું હતું. અને નાનો ભાઈ જીગ્નેશ ના લગ્ન 8 મહિના પહેલાં જ કરવામાં આવ્યા હતા.

થોડા સમય પહેલાં જ લગ્ન થયાં હતાં અને પિતાએ આવી રીતે ભાગ પાડવાની વાત કરી એટલે તરત જ દુકાનેથી પાછો ફર્યો ત્યારે કેતન એ ઘરમાં આવીને તેના પિતાને આ બધું કહ્યું એટલે પિતા ને આ ખૂબ જ આશ્ચર્યજનક લાગ્યું.

પિતાએ ગળુ ચોખ્ખું કરીને કેતન ને પૂછ્યું, જો હું ભાગ નહીં પાડું તો ભાગ પાડવાનો નિર્ણય કોણ કરશે?

જાણે તેની પાસે જવાબ તૈયાર હોય એ રીતે કેતન સડસડાટ બોલી ગયો એ નિર્ણય હું કરીશ.

પિતાએ કહ્યું, તું કરીશ એ નિર્ણય? મારે મારા સંતાનોને કેટલી સંપત્તિ ભાગમાં આપવી હવે એનો નિર્ણય લેવાનો અધિકાર પણ મારો નથી? અને મારા આ નિર્ણયને ન પસંદ કરવાનું કારણ શું છે?

કેતને કહ્યું પપ્પા મને એવું લાગી રહ્યું છે કે તમે નિષ્પક્ષ થઈને ભાગ નહીં પાડો, અને એટલે જ આ નિર્ણય મારે કરવો છે. હજુ 8 મહિના પહેલા જે દીકરાના ધામધૂમથી લગ્ન કરાવ્યા હોય એ દીકરાના મોઢેથી આવી વાત સાંભળવા મળે એટલે કોઈપણ પિતા આશ્ચર્યચકિત થઈ જાય.

વર્ષોથી આખા પરિવારને ભેગો રાખવામાં જે અભૂતપૂર્વ સફળતા મેળવી હોય અને અચાનક જ દીકરાના મોઢેથી આવું સાંભળવા મળે એટલે પિતા સ્તબ્ધ થઈ જાય.

કેતન ઉપર ગુસ્સે થઈ ગયા હતા એના પિતા તેમ છતાં ગુસ્સો સાઇડ પર રાખીને તેણે શાંતિથી પૂછ્યું કે તને કેમ એવું લાગી રહ્યું છે કે હું નિષ્પક્ષ ભાગ નહીં પાડું? આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

ફરી પાછો જાણે જવાબ તૈયાર હોય એ રીતે તરત જ કેતન બોલી ઉઠ્યો મારે તમારી સાથે બીજી કોઈ ચર્ચા નથી કરવી. બસ આ નિર્ણય મારે કરવો છે એ નિર્ણય હું જ કરીશ. બસ આટલું કહીને કેતન ત્યાં બાજુમાં ઓફિસ માંથી આવતી વખતે હાથમાં રહેલું બેગ મુકી અને પોતાના રૂમમાં જતો રહ્યો.

આજકાલથી નહિ પરંતુ વર્ષોથી એ લોકો ભેગા જ રહેતા હતા, અને કેતન અને જીગ્નેશ વચ્ચે પણ ખુબ જ સારી લાગણી હતી બન્ને ભાઈઓ એકબીજા થી કોઈ દિવસ ઝગડતા નહીં.

પરંતુ વર્ષો સુધી શાંત રહેલું વાતાવરણ આજે બગડી ગયું. કેતન ના પિતા ને અણસાર આવી ગયો કે આ બંને દીકરા માં નક્કી કંઇક થયું લાગે છે નહીંતર આવું તો ન કરે!!!

થોડો સમય થયો એટલે મોટો દીકરો પણ ઘરે આવ્યો તેને પિતાજીએ કેતન ની બધી વાત જણાવી, એટલે જીગ્નેશ એ તો તરત જ કહ્યું પપ્પા જો આ નિર્ણય જીગ્નેશ કરવા માંગતો હોય તમને એમાં કોઈ વાંધો નથી એ જે રીતે ભાગ પાડશે એ હું સ્વીકારી લઈશ. મને વિશ્વાસ છે કે એ જે કરશે તે સારું જ કરશે. આખરે તો મારો નાનો ભાઈ જ છે ને…

મોટો દીકરો પણ આવું કહીને તેના રૂમમાં ચાલ્યો ગયો. પાછળથી એકલા બેઠા બેઠા પિતા ભાવુક થઈ ગયા અને વિચારવા લાગ્યા કે નાનો દીકરો આવું બોલી ગયો ત્યારે એવું લાગ્યું કે કદાચ મોટો દીકરો મારા પક્ષમાં વાત કરશે પરંતુ એને પણ…

અંતે પિતાએ પોતાને આશ્વાસન આપતા મનમાં જ કહ્યું હશે જેમ દીકરાઓને મંજૂર હોય એમ કરવા દો…

બધા જમવા બેઠા પરંતુ વાતાવરણ હજુ ખૂબ જ શાંત હતું, પરિવારના બધા લોકોએ જમી લીધું ત્યાર પછી પિતાએ કહ્યું જીગ્નેશ અને કેતન તમે બંને રાતે ઓફિસે થી પાછા આવો પછી જમીને આપણે સંપત્તિની વહેચણી કેમ કરવી તે માટે મળીશું…

રાતના રોજીંદા સમય અનુસાર ઓફિસેથી બન્ને ભાઈઓ ઘરે આવ્યા અને જમીને નવરા થઈને પિતા પાસે ભેગા થયા. પિતાએ કહ્યું કે આપણી પાસે ગામડે જે જમીન છે તે અંદાજે ત્રણ કરોડ રૂપિયાની થાય છે અને આપણે જે ઘરમાં રહીએ છીએ આ ઘરની કિંમત અંદાજે બે કરોડ રૂપિયા જેટલી ગણાય એટલે આપણી પાસે આ પાંચ કરોડની સંપત્તિ છે હવે તેની વહેંચણી કેવી રીતે કરવી એ કેતન જણાવશે.

એટલે જાણે બધું તૈયાર કરીને આવ્યો હોય અને બોલી નાખે એ રીતે કેતને કહ્યું મને મોટાભાઈને ઉંમર પ્રમાણે સંપત્તિમાં હિસ્સો મળશે. એટલે કે મોટાભાઈ ની ઉંમર ૩૫ વર્ષની છે એટલે એની પાસે સંપત્તિનો ૩૫ ટકા હિસ્સો રહેશે અને નાનો ભાઈ એટલે કે મારી ઉંમર ૨૫ વર્ષની છે એટલે મારી પાસે આ સંપત્તિનો ૨૫ ટકા હિસ્સો રહેશે. અને બાકીના જે ૪૦ ટકા સંપતિ છે તે સંપત્તિ પિતાની એટલે કે તમારી જ રહેશે.

દીકરા-વહુ બધા ત્યાં ભેગા થયા હતા. બધા લોકો આ નિર્ણય સાંભળીને એકદમ આશ્ચર્ય ચકિત થઈ ગયા અને પિતાને આ નિર્ણય જરા પણ ગળે ના ઉતર્યું એટલે કહ્યું ભાઈ તું શું બોલી રહ્યો છે… આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

એટલે તરત જ કેતને કહ્યું મારા અને મોટાભાઈ ની ઉંમર માં દસ વર્ષનો તફાવત છે હું જ્યારે ભણતો અને સાથે સાથે રમતો પણ ખરો ત્યારે મે જોયું છે કે મોટાભાઈ મારાથી પણ નાની ઉંમરમાં જ તમારી સાથે ધંધામાં જોડાઇ ગયા હતા. અને હું તો આ ધંધામાં ભણતર પૂરું કરીને પછી આવ્યો છું, અને સાચું કહું તો આ ધંધાને અહીં સુધી પહોંચાડવામાં મુખ્ય ફાળો તમારો જ કહેવાય પપ્પા, કારણકે તમે ધંધો શરૂ કર્યો અને ધંધા ને આગળ વધારવામાં જે ફાળો આપ્યો એના કારણે જ ધંધો અહીં સુધી પહોંચી શક્યો છે.

અને તમારી પાસે સંપત્તિ એટલા માટે જ છે કારણકે લોકોના ઘરમાં મેં જોયું છે કે ભાગ પડી ગયા પછી એકથી વધારે સંતાન હોય તો માતા-પિતા કોની સાથે રહેશે અથવા ઘણી વખત તો એના પણ ભાગ પડી જતા હોય છે એટલે એવું કંઈ પણ આપણા ઘરમાં ન થાય અને આજે પણ બધાને જાણ રહે કે સૌથી વધારે હિસ્સો તમારો જ છે એટલા માટે મેં આ રીતે ભાગ કરવાનો નિર્ણય કર્યો છે.

આટલું કહીને કેતન ઉભો થઈને પિતા ને પગે પડી ગયો અને કહ્યું તમને સવારે ખોટું લાગ્યું હોય તો માફી માગું છું પરંતુ જો તમે ભાગ પાડ્યો હોત તો તમે અમને બંનેને સરખે ભાગે સંપત્તિ વહેતી હોત જે મને મંજુર નહોતું, અને મારું યોગદાન ધંધામાં મોટાભાઈ કરતા 10 વર્ષ ઓછું છે.

અને હજુ પણ હું તમને એક વાત કહેવા માગું છું કે મેં આ નિર્ણય કર્યો છે એ તમને બધાને બરાબર લાગે તો જ આપણે આ નિર્ણયને માન્ય રાખીશું.

પિતાના આંખમાંથી આંસુ વહેવા લાગ્યા અને તે ખૂબ જ ભાવુક થઈ ગયા, અને કહેવા લાગ્યા કે મને તમારા બંને ઉપર ભરોસો છે કે તમે અમને બંનેને સાચવશો એટલા માટે મારી પાસે જે સંપત્તિ રાખી છે એ રાખવાની કોઈ જરૂર નહોતી. પરંતુ જીગ્નેશ અને કેતન બંનેએ કહ્યું કેતન નો નિર્ણય બરાબર છે અને એ જ માન્ય રાખો પછી પિતાએ એ નિર્ણય ઉપર મોહર લગાવી દીધી. અને પિતા પણ વિચાર કરવા લાગ્યા કે હું કેટલો ભાગ્યશાળી છું કે લોકો સંપત્તિના ભાગ પાડે ત્યારે ઘણી વખત લાગણીના પણ ભાગ થઈ જતા હોય છે એની બદલે સંપત્તિના જ ભાગ પાડ્યા અને લાગણીના ભાગ અનેક ગણા વધારી દેવામાં કેતને જે વિચારીને નિર્ણય લીધો છે તે ખરેખર એકદમ ઉચ્ચ વિચાર છે.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ કમેન્ટ કરીને આ સ્ટોરી ને 1 થી 5 ની વચ્ચે રેટિંગ પણ આપજો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

Read more

મોટા ભાઈએ નાની બહેનને ઘરમાંથી કાઢી મૂકી હતી પણ જ્યારે સત્ય બહાર આવ્યું...

મને માફ કરી દે મારી વહાલી બહેન!" રમેશ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. "મેં તને કેટલી ગાળો આપી, તારા માટે કેટલું ખરાબ વિચાર્યું. પણ તું તો મારા મા

By Just Gujju Things Team

મંદિરના પગથિયે ફૂલ વેચતી ગરીબ છોકરી સામે કરોડપતિ શેઠે અચાનક ગાડી રોકીને...

રાધાએ ભીના હાથે ગુલાબની પાંખડીઓ પકડી અને સોય-દોરો ઝડપથી ચલાવવા લાગી. હાથમાં વાગેલા કાંટાનું દર્દ સહન કરીને પણ તે સુંદર ગજરો ગૂંથી રહી હતી. બાજુની દુકા

By Just Gujju Things Team

ખોવાયેલી દીકરીના રૂમમાં રડતા પરિવારના આંગણે અડધી રાતે આર્મીની ગાડી આવી ત્યારે...

દિવાળીના શુભ તહેવારની પવિત્ર સંધ્યાએ પિતા વિનોદભાઈના બંને ધ્રૂજતા હાથમાંથી સળગતો માટીનો મોટો કોડિયું આરસપહાણના સફેદ ફ્લોર પર પડીને જો

By Just Gujju Things Team

વાંઝણી કહીને વહુને ઘરમાંથી કાઢતી સાસુ સામે જ્યારે ડોક્ટરે જૂની ફાઈલ ખોલી ત્યારે...

શાંતાબાએ હાથમાં રહેલી કાંસાની થાળી જોરથી રસોડાના ઓટલા પર પટકી. આખો ઓસરીનો ભાગ થાળીના અવાજથી ગૂંજી ઊઠ્યો. શાંતાબાએ પાડોશી મહિલાઓ આગળ મોટેથી બરા

By Just Gujju Things Team