પિતાએ દીકરાને કહ્યું કે તારી જિંદગી તારા મિત્ર એ બચાવી છે તેને પૈસા આપી અને અહેસાનમાંથી મુક્ત થઈ જા, પછી દીકરાએ જે જવાબ આપ્યો તે સાંભળી પિતા…

હોસ્પિટલમાં બાપ દીકરા વચ્ચે વાતચીત થઈ રહી હોય છે ત્યારે પિતા દીકરાને કહે છે કે તિલક બેટા તારો મિત્ર મોહન ખૂબ જ સારો મિત્ર છે, અને ખૂબ જ સારો છોકરો છે, ગરીબ છે, ખબર નહીં કેવી રીતે ભણી રહ્યો છે.

તે મિત્રએ તારી જિંદગી બચાવી છે, તારા માટે થઈને તેને પોતાનું લોહી આપ્યું છે. એટલા માટે આ અહેસાનને આપણે આપણા માથે રાખવાની જરૂરત નથી. તું એને કોઈ પણ બહાને થોડા રૂપિયા આપી દેજે.

દીકરાએ પિતાને ફરી પાછું પૂછ્યું કે કેટલા રૂપિયા આપી દઉં પપ્પા એને? તેના અવાજમાં થોડી ઉદાસીનતા જણાતી હતી. પિતાએ જવાબ આપ્યો કે પાંચથી દસ હજાર રૂપિયા કોઈપણ બહાને આપી દેજે.

તમે આ શું કહી રહ્યા છો પપ્પા? હવે દીકરાના અવાજમાં થોડો ગુસ્સો છલકાઈ રહ્યો હતો,. મોહન ભલે ગરીબ હોય પરંતુ તે એક આત્મસન્માન ધરાવતો વ્યક્તિ છે. તમે જે કહ્યું તે કરીશ તો તે ક્યારેય સ્વીકાર નહીં કરે, અને હા હું કોઈ પણ બહાનું કરીને તેને કહી પણ નહીં શકું.

પિતાએ જવાબ આપતા કહ્યું બેટા તું હજી નાનો છે તને દુનિયાદારીની સમજ નથી, અમે ઘણા બધા ગરીબ લોકો જોયા છે. જોઈ લેજે ક્યારેક તારા અહેસાનને એ વ્યાજ સહિત કેવી રીતે વસૂલ કરશે.

નાનપણથી પ્રિય મિત્ર મોહન સાથે રહેલા તિલકને આ સાંભળીને વધારે દુઃખ થઈ આવ્યું. પરંતુ એનાથી પણ વધારે દુઃખ થયું હોસ્પિટલમાં પોતાના મિત્રને મળવા આવેલા મોહનને. રૂમની બહાર આ વાત સંભળાતા એક એક શબ્દ જાણે તેના અંતર મનને ચીરી રહ્યો હતો.

મોહન તેના મનમાં વિચારવા લાગ્યો કે તિલકનું એક્સિડન્ટ થયું ત્યારે તેને ઘાયલ અવસ્થામાં હોસ્પિટલે પહોંચાડીને તેમજ તેને જરૂર પડે ત્યારે લોહી આપીને શું તેને કોઈ અહેસાન કર્યું છે? શું ગરીબી તે અભિશાપ છે? શું અમારું કોઈ સ્વાભિમાન નથી?

હોસ્પિટલના રૂમમાં અંદર જઈ રહ્યો હતો અને આ શબ્દો સાંભળીને મોહનના પગ જાણે અટકી ગયા,. તરત જ હોસ્પિટલથી બહાર નીકળી ગયો અને હોસ્પિટલની નીચે આવેલા એક બગીચામાં જઈને ખૂણામાં બેસી ગયો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel