પિતાએ દીકરાને કહ્યું કે તારી જિંદગી તારા મિત્ર એ બચાવી છે તેને પૈસા આપી અને અહેસાનમાંથી મુક્ત થઈ જા, પછી દીકરાએ જે જવાબ આપ્યો તે સાંભળી પિતા…

જ્યારે તિલક નું એક્સિડન્ટ થયું અને તે ગંભીર હાલતમાં હતો ત્યારે આ જ બગીચાના એ ખૂણામાં જઈને તિલક માટે ભગવાનને અનેક પ્રાર્થનાઓ મોહને કરી હતી. અને તિલક જ્યારે વર્ષમાં આવ્યો ત્યારે મોહનને ભગવાનનો ખુબ ખુબ આભાર માન્યો હતો.

પરંતુ આજે એ જગ્યાએ બેસીને તેને એ જ બધી વાતો યાદ આવતી હતી અને તે માત્ર રડ્યા કરતો હતો. થોડા સમય સુધી ત્યાં બેસી રહીને પછી પોતાના ઘરે પાછો ફરી ગયો. આજે પોતાના પ્રિય મિત્રની તબિયત જોવા માટે પણ તે હોસ્પિટલે ગયો નહીં.

ઘરે જઈને બેઠો ત્યાં જ થોડીક વારમાં ઘરનો દરવાજો કોઈએ ખટખટાવ્યો, દરવાજો ખોલ્યો તો મોહનને આશ્ચર્ય થયું કારણ કે સામે તિલકના પપ્પા ઊભા હતા, હોસ્પિટલની વાતો સાંભળીને તેને વિચાર્યું કે કદાચ અહેસાન ઉતારવા માટે તિલકના પપ્પા પોતે જ આવી ગયા છે.

હજુ કંઈ પણ બોલે તે પહેલા તિલકના પપ્પાએ મોહનને કહ્યું કે બેટા કંઈ ખોટું ન લગાડતો, હું તારી માફી માંગવા માટે આવ્યો છું. તું હોસ્પિટલમાં આવ્યો ત્યારે તિલક ને ખબર પડી હતી અને ત્યાંથી નીકળી ગયો તે પણ તિલક ને ખબર હતી.

પરંતુ આ બનાવ બન્યા પછી તિલક કે મને જે તારા વિશે જણાવ્યું તે સાંભળીને મારી આંખો ખુલી ગઈ છે. મને મારા જીવનમાં ભૂતકાળમાં એવા ઘણા અનુભવ થયા છે એના કારણે હું તિલકને પણ સમજાવી રહ્યો હતો પરંતુ આજે મને સમજાઈ ગયું કે દરેક લોકો એક જેવા નથી હોતા.

બેટા મને માફ કરી દે અને મને પ્રોમિસ કર કે તું જે રીતે તિલક ને ભાઈની જેમ રાખે છે એવી જ રીતે કાયમ માટે ભેગા રહેજો. અને ક્યારેય તિલકથી અલગ ન થઈ જતો. તિલક તને ભાઈની જેમ જ માને છે.

મોહનને ઘણું બધું કહેવું હતું. પરંતુ તેની આંખમાં આંસુ હતા અને ગળે ડૂમો ભરાઈ ગયો હતો. એક શબ્દ પણ મોઢામાંથી ન નીકળી શક્યો અને તિલકના પપ્પાને પગે લાગવા માટે તે હાથ લંબાવીને પગે લાગી રહ્યો હતો તે પહેલા તિલકના પપ્પાએ તેના હાથ પકડીને મોહનને ગળે લગાડી દીધો.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel