પિતાએ દીકરા પાસે આવીને અચાનક કહ્યું, હવે હું અને તારી મમ્મી લાંબી જાત્રાએ જઈએ છીએ. દીકરાએ કારણ પૂછ્યું તો પિતાનો જવાબ સાંભળીને તે...

પિતાએ અચાનક દીકરા પાસે આવીને કહ્યું તું અને બહુ થોડો વખત એકલા રહેજો કારણ કે હું અને તારી મમ્મી બંને થોડા સમય માટે જાત્રાએ જાઈએ છીએ લગભગ એકાદ મહિના માટે જઈએ છીએ.

દીકરા એ તરત સામે સવાલ કર્યો પણ અરે આમ અચાનક?

પપ્પાએ કહ્યું જિંદગીમાં કમાવાની અને કમાવાની લાલચમાં ન તો ભગવાનને સરખો ભજાયો કે ન તો તારી મમ્મી સાથે હું એકદમ શાંતિથી જીવી શક્યો. ક્યારે ઘડપણ આંગણે આવીને ઊભું રહી ગયું પણ ખબર જ રહી નહીં. અને મોત પણ જાણે ક્યારે આંગણેથી અંદર આવી જશે તેની પણ ખબર રહેવાની નથી. જે અમારું જીવન હવે બાકી રહ્યું છે તે હવે મારી શાંતિથી જીવવાની ઈચ્છા છે.

આટલું જાત્રાએ જતા પહેલા પપ્પા બોલ્યા હતા, જાત્રાએ જતાં પહેલાં આ આ તેમના છેલ્લા શબ્દો હતા પપ્પા અને મમ્મી બંને જાત્રાએ ગયા તેને લગભગ મહિના જેવું થઈ ગયું હતું દીકરો પણ રોજ ફોન ઉપર વાતચીત કરી લેતો એક મહિનો પૂરો થઈ ગયો, બીજો મહિનો પણ પૂરો થવા આવ્યો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

દીકરાએ ફોન કરીને પપ્પાને પૂછ્યું તમે આખરે છો ક્યાં પપ્પા? બે મહિના થઈ ગયા મને હવે ખરેખર શંકા લાગે છે, તમને મારા સોગંદ છે આપ સાચેસાચું જણાવો કે તમે અત્યારે ક્યાં છો?

પપ્પા એ સામેથી જવાબ આપ્યો સાંભળ દીકરા, અમે અહીં કાશીમાં જ છીએ. અહીં ફરતા ફરતા એક વૃદ્ધાશ્રમ દેખાયો. એ વૃદ્ધાશ્રમનું વાતાવરણ ત્યાંનું ખાવા-પીવાનું રહેવાનું સવાર અને સાંજ દરરોજ ભગવાનના દર્શન કરવાના સાથે સાથે સત્સંગ આ બધું તારી મમ્મીને અને મને સારું એવું માફક આવી ગયું છે. અને જણાવી દઉં કે તારી મમ્મીનો સ્વભાવ પણ એકદમ બદલાઈ ગયો છે.

દીકરા મેં તને ઘરેથી નિકળતા પહેલા જ કહ્યું હતું કે હવે અમારી ઉંમર શાંતિ મેળવવાની થઈ ચૂકી છે. હવે અમારી ઉંમર અશાંતિ ઊભી કરવાની નથી, તમે બંને તમારી જિંદગી શાંતિથી જીવો અમારી જરા પણ ચિંતા નહીં કરતા. ભગવાને પેન્શન આપ્યું છે તેમાં તમારો બધો ખર્ચ પણ નીકળી જાય છે અને હા તમારી તબિયતનું ખાસ ધ્યાન રાખજો.

દીકરો ગળગળો થઈ ગયો, એના આંખમાં આંસુ આવવાના જ જાણે બાકી હતા. ફોન પર કહ્યું પપ્પા મહેરબાની કરીને તમે પ્લીઝ ઘરે પાછા આવી જાવ.

ના દીકરા હવે આપણા બંનેની મંજીલ અલગ અલગ છે, તમે તમારી જિંદગી તમારી રીતે આનંદથી જીવો અને અમે અમારી રીતે જીવીશું.

બેટા તને ખબર છે તારી મમ્મીનો સ્વભાવ બહુ ચીડિયો થઇ ગયો હતો, એ પોતે જે રીતે ઝીણવટ થી અને એકદમ ચોખ્ખાઈ સાથે જિંદગી જીવી હતી તેવી અપેક્ષા તે તારી વહુ પાસે રાખે એ શક્ય નથી. અને ખાસ કરીને હવે બદલાતા સંજોગોમાં તો એ બિલકુલ શક્ય નથી. અને આ જ વસ્તુ ને કારણે રોજ ઘરનું વાતાવરણ ગરમ અને અશાંત બની જાય તેવું હું ઈચ્છતો નહોતો. સવારે જાગીને એકબીજાના મોઢા પણ જોવા ન ગમે ત્યારે સમજી લેવું જોઈએ કે ઘર નું પતન થવાનું નક્કી છે.

અને હું જરા પણ એવું નહોતો ઈચ્છતો કે આપણા ઘરનું એક પણ સભ્ય આ વાતાવરણને કારણે ગંભીર બીમારીનો ભોગ બને અથવા આપણા ઘરમાં ન બનવાની ઘટના બને, એટલે મેં પ્રેમથી જ આ રસ્તો અપનાવી લીધો છે. અને દીકરા તું જરા પણ મનમાં નહીં લેતો. કારણ કે જતું કરે તેને જ તો મા-બાપ કહેવાય ને! અને હા જીવનમાં ક્યારેય કોઈ તકલીફ પડે તો હું બેઠો છું એ વાત યાદ રાખજે, આપણે બંને ભલે દૂર હોય પરંતુ દૂર હોવાથી હું તારો બાપ કે તું મારો દીકરો મટી નથી જતો. ભલે આપણા વિચારો નથી મળતા, પરંતુ પ્રેમ તો એટલો જ છે. દીકરા, હજુ એક વાત કે જ્યારે મતભેદ હોય ત્યારે જુદા થઈ જવું જ સારું છે કારણ કે જો મનભેદ થયા પછી જુદા પડીએ તો ફરી પાછું એક થવું ખૂબ જ મુશ્કેલ બની જાય છે.

અને હા એક અગત્યની વાત કરવી હતી દીકરા તે જે બેંકમાં નવું ઘર લેવા અને અમારાથી જુદા થવા માટે લોનની અરજી કરી હતી તે બેન્કનો મેનેજર મારા મિત્રનો દીકરો છે, તેને મળજે તારે મકાન નવું લેવાની કોઈ જરૂર નથી આપણું જે મકાન છે તે મેં તારા નામે જ કરી નાખ્યું છે અને પેપર તેની પાસેથી જ લઈ લેજે.

દીકરા તારો પગાર હજુ ટૂંકો પડે એમાં તુ લોનના હપ્તા ના ભરીશ કે પછી ઘર ચલાવીશ? જેનો દીકરો હેરાન થતો હોય અને અમે આનંદ કરીએ એવો તારો બાપ નથી, તમે સુખી થાવ અને કાયમ આનંદમાં રહો એ જ તો અમારું સપનું હોય છે. ચલો દીકરા હવે આરતીનો સમય થઈ રહ્યો છે તારી મમ્મી નીચે મારી રાહ જોઇને ઉભી છે. ફોન રાખું છું.

દીકરાના આંખમાં જે આંસુ એ સાચવી ને બેઠો હતો તે બધા એક સાથે નીકળી પડ્યા, ચોધાર આંસુએ તેને પપ્પા નો ફોન કાપ્યો. અને પછી મનોમન જ બોલવા લાગ્યો પપ્પા મેં તમને સમજવામાં બહુ મોટી ભૂલ કરી દીધી છે, ભગવાન મને ક્યારેય માફ નહીં કરે. દીકરા ની પત્ની પાછળ જ ઉભી હતી તેને આ હકીકતની જાણ થઈ એટલે તેણે તરત જ કહ્યું આપણે આજે જ ગાડી કરીને મમ્મી અને પપ્પાને લેવા જઈએ અને તરત જ અત્યારે ઘરે લઈ આવીએ. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

દીકરાનાં આંસુ સુકાયા નહોતા એટલામાં પત્નીએ આમ કહ્યું એટલે ફરી પાછું રડી પડ્યો અને કહ્યું બહુ મોડું થઈ ગયું છે! હું મારા પપ્પાને જાણું છું કે તે જલ્દી માં કોઈ જ નિર્ણય નથી કરતા અને જો નિર્ણય તેમને લઈ જ લીધો હોય તો એ નિર્ણયમાં કોઈ દિવસ તે ફેરફાર કરતા નથી. મને આજે સારી રીતે સમજાઈ ગયું કે દુનિયામાં જતું કરવાની તાકાત જે માતા-પિતા પાસે હોય છે તેવી કોઈ પાસે હોતી નથી. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

આજે તે દીકરાને સમજાઈ ગયું હતું કે આપણે બાળપણમાં મા-બાપ પાસેથી જે પ્રેમ ની લોન લીધી હતી, તે તેના ઘડપણમાં ચૂકવવાની જવાબદારી આપણી જ હતી. માતા-પિતા આપણી પાસેથી બીજી તો કોઈ આશા નથી રાખતા પણ એટલું જરૂર ઈચ્છા હોય છે કે તેને તે રીતે બાળપણમાં સંતાનને પ્રેમ કર્યો હોય, તે સંતાન તેને ઘડપણમાં પણ એટલો જ પ્રેમ કરે.

જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો અને કમેન્ટમાં આ સ્ટોરી કેવી લાગી તેનો પ્રતિભાવ પણ અચૂક આપજો.

Read more

અહંકારી મહિલા મેનેજરે ગરીબ સિક્યોરિટી ગાર્ડને નોકરીમાંથી કાઢી મૂક્યો, પછી એ જ રાત્રે સુમસામ રસ્તા પર જે થયું તે…

શહેરના સૌથી પોશ વિસ્તારમાં આવેલી એક ગગનચુંબી ઈમારતમાં એક મોટી મલ્ટિનેશનલ આઈટી કંપનીની મુખ્ય ઓફિસ આવેલી હતી. આ ઓફિસની અંદરનું વાતાવરણ એકદમ હાઈ-ફાઈ અને કો

By Just Gujju Things Team

જ્યારે પત્નીએ કહ્યું કે હવે ભગવાન પર ભરોસો છોડો, ત્યારે ગરીબ પતિએ લીધેલો આ એક નિર્ણય તમારી આંખો ખોલી નાખશે…

ગામના છેવાડે એક નાનકડી માટીની ઝૂંપડી આવેલી હતી. આ ઝૂંપડીમાં કાનાભાઈ નામના એક ગરીબ કુંભાર પોતાના પરિવાર સાથે રહેતા હતા. કાનાભાઈ સ્વભાવે

By Just Gujju Things Team

રોજ રાત્રે વધેલું ભોજન ગરીબોને મફત આપતા હોટેલ માલિકના દીકરા પર જ્યારે આફત આવી, ત્યારે કુદરતે જે ચમત્કાર કર્યો તે…

ગામડામાંથી હાઈવે તરફ જતા રસ્તા પર એક નાની પણ ખૂબ જ સ્વચ્છ હોટેલ આવેલી હતી. આ હોટેલનું નામ શિવશક્તિ હોટેલ હતું અને તેના માલિક રઘુભાઈ હતા

By Just Gujju Things Team

પિતાના ગયા પછી કરોડોની મિલકત વેચીને વિદેશ ભાગતા દીકરાઓ સામે જ્યારે પિતાનું આ રહસ્ય ખુલ્યું ત્યારે…

ગામડાના પાદરમાં આવેલી એક મોટી અને ભવ્ય હવેલી હંમેશા આખા વિસ્તારમાં આકર્ષણનું કેન્દ્ર રહેતી હતી. આ હવેલીના માલિક જગદીશભાઈ હતા, જેઓ પોતાની સચ્ચા

By Just Gujju Things Team