પિતાએ બંને દિકરાને ભણાવીને વિદેશ નોકરી કરવા મોકલ્યા, પરંતુ નિવ્રુત થયા પછી પિતાએ દિકરાને પાછા બોલાવ્યા તો દિકરાઓએ કહ્યું…

સુરેશભાઈ ના બે દીકરા હતા. બંને દીકરા ભણવામાં ખૂબ જ હોંશિયાર હતા અને બન્ને દીકરાઓને પેટે પાટા બાંધીને પણ બન્ને દીકરાઓને ભણાવવામાં સુરેશભાઈએ કોઈ ખામી નહોતી રાખી. સુરેશભાઈ ના બંને દીકરા ભણવામાં હોશિયાર હોવાથી બંને દીકરાઓ એન્જિનિયર બને છે.

સુરેશભાઈ ની સામાન્ય નોકરી હતી, તેમ છતાં તેઓએ બંને દીકરાને ભણાવ્યા અને સુરેશભાઈ પોતાને ખૂબ જ ભાગ્યશાળી માનતા હતા કારણ કે બંને પુત્ર ભણીને એન્જીનિયર થઈને વિદેશમાં નોકરી કરવા માટે ગયા હતા.

વાર્ષિક લગભગ એક કરોડ રૂપિયા જેટલું વેતન તેના પુત્રોને મળતું હતું. હવે સુરેશભાઈનો પણ નિવૃત્તિનો સમય આવે છે સુરેશભાઈ પોતે નિવૃત થયા પછી એવું વિચારે છે કે બંનેમાંથી જો કોઈ એક દીકરો ભારત પાછો આવી જાય તો તેની સાથે રહે, પરંતુ વિદેશ ગયા પછી પાછું ભારત આવવા માટે બંનેમાંથી એક પણ દીકરો તૈયાર ન થયો.

દીકરાઓને જાણ કરી તો દીકરાઓએ ઉલટુ સુરેશભાઈને વિદેશ આવીને રહેવાની સલાહ આપી. આ ઉંમરે વિદેશ જવું તે વાત સુરેશ ભાઈ ના મગજ માં બેસતી નહોતી. સુરેશભાઈએ તેની પત્ની સાથે પણ આ બાબતની ચર્ચા કરી પહેલા તો બંને વિદેશ રહેવા જવા માટે તૈયાર નહોતા થતા. પછી જેમ તેમ કરીને તેઓ વિદેશ જવા માટે તૈયાર થઈ ગયા.

સુરેશભાઈ અને તેની પત્ની વિદેશ તો જતા રહ્યા પરંતુ તેઓનું ત્યાં મન જરા પણ લાગતું નહોતું એટલે થોડા સમય ત્યાં રહ્યા પછી તેઓ ફરી પાછા ભારત રહેવા માટે આવી ગયા.

ભારત આવ્યા પછી દુર્ભાગ્યવશ સુરેશભાઈ ની પત્ની ને લકવો થઈ ગયો અને તેની પત્ની સંપૂર્ણપણે પતિની સેવા ઉપર જ નિર્ભર થઈ ગઈ. સુરેશભાઇના પત્નીથી હલનચલન પણ ન થતું અને થોડા સમય પછી તેઓ કંઈ બોલી પણ ન શકતા.

સવારના નિત્યક્રમથી લઈને જમવાનું, દવા લેવાની વગેરે બધા કાર્ય સુરેશભાઈ ના ભરોસે જ તેની પત્ની કરી શકતી હતી. અને સુરેશભાઈ પણ સંપૂર્ણ નિષ્ઠા અને પ્રેમથી તેની પત્ની ની સેવા કરી રહ્યા હતા. બંને દીકરાઓ વિદેશમાં રહેતા હતા, આથી સુરેશભાઈ અને તેની પત્ની બંને એકલા જ રહેતા હતા. દરરોજ થોડા સમય માટે પાડોશીઓ સુરેશ ભાઈ ના ઘરે આવતા, અને થોડા સમય સુધી બંનેનો સમય પણ પસાર થઈ જતો.

થોડા સમય પછી એક રાત્રે સુરેશભાઈ પોતાની પત્નીને જમાડી તેને દવા આપીને તેને સૂવડાવે છે અને બાજુમાં જ રહેલા પલંગ ઉપર પોતે પણ સૂઈ જાય છે.

સુરેશ ભાઈ ની તબિયત પણ થોડી નબળી રહેતી પરંતુ કોઈ દિવસ પત્ની ના મોઢે આ વાતનો ઉલ્લેખ નહોતો કર્યો. એ રાત્રે સુરેશભાઈને અચાનક હૃદયરોગનો હુમલો આવે છે અને તે મૃત્યુ પામે છે. સવારે પત્ની ની આંખ ખુલે છે ત્યારે તેને જોયું કે થોડે દૂર બાજુમાં રહેલા પલંગ પર પતિ સૂઈ રહ્યા છે. તેઓએ થોડા સમય સુધી પતિના જાગવાની રાહ જોઈ. ઘણા સમય સુધી પતિ ન જાગ્યા એટલે તેઓને કંઈક અણબનાવની આશંકા થઈ પરંતુ પોતે વધારે કશું કરી શકે તેમ ન હતા, તેઓ કંઈ બોલી પણ ન શકતા હતા અને હલનચલન ની તો વાત જ દૂર હતી.

હલન ચલન થઈ શકે તેમ નહોતું તેમ છતાં ધીમે ધીમે કરીને તેઓએ પોતાને અલગ થી નીચે પછાડ્યા, અને ધીમે ધીમે તેઓ પતિ ના પલંગ બાજુ જઈ રહ્યા હતા. ઘણા સમય પછી પતિના પલંગ પાસે પહોંચીને પતિને હલાવીને જગાડવાની કોશિશ કરી, પરંતુ કોઈ હલચલ ના થઇ. પત્ની ને સમજાઈ ગયું કે સુરેશભાઈ હવે નથી રહ્યા. તેઓ કશું બોલી શકે તેમ પણ ન હતા, એટલે કોઈને અવાજ કરીને બોલાવી શકે તેવી તેની હાલત નહોતી. અને સુરેશભાઈ અને તેની પત્ની સિવાય ઘરે બીજું કોઈ સભ્ય પણ હાજર નહોતું.

સુરેશભાઈ ના પત્ની પણ પહેલેથી જ બીમાર હતા, અને ઉપરથી પતિનું આવું અચાનક બની જવાથી તેઓ વધારે દુઃખ સહન ન કરી શક્યા અને થોડા જ સમય પછી તેઓ પણ મૃત્યુ પામ્યા.

પાડોશી દરરોજ તેના ઘરે આવતા અને સુરેશભાઈ અને તેની પત્ની જોડે વાતો કરતા. આજે પાડોશી આવ્યા તો દરવાજો ખખડાવ્યો પરંતુ અંદરથી કોઈ જવાબ ન મળ્યો, ઘણા સમય સુધી દરવાજો ખખડાવતા રહ્યા પરંતુ કોઈ જવાબ ન મળતા અંતે બધા પાડોશીઓએ ભેગા થઈને દરવાજો તોડવાનું નક્કી કર્યું.

દરવાજો તોડીને અંદર આવ્યા તો જોયું કે સુરેશભાઈ અને તેની પત્નીના નિષ્પ્રાણ દેહ ત્યાં પડ્યા હતા.સુરેશભાઈ અને તેની પત્નીની અંતિમયાત્રા સાથે જ નીકળી. બધા પાડોશીઓ સહિત ત્યાં હાજર દરેક લોકો અંતિમયાત્રા ને કાંધ આપી રહ્યા હતા. પરંતુ ત્યાં બે ખભા મોજૂદ ન હતા જેની માતા-પિતાને સૌથી વધારે ઉમ્મીદ હતી. કદાચ એ ખભા ઉપર કરોડો રૂપિયાની કમાણી નો ભાર અને સાથે સાથે વધારે પડતી મહત્ત્વાકાંક્ષા ને કારણે એ ખભા દબાઈ ચૂક્યા હતા.

કહેવાય છે કે લોકો ફળ માટે બગીચો બનાવે છે, અને પોતાના સંતાનોને લાડકોડથી ઉછેરી છે જેથી કરીને ઘડપણમાં તેઓના સંતાન તેને સાચવી શકે.

પરંતુ અફસોસ કે ઘણા સંતાનો પોતાની ફરજ નિભાવવા નું ભૂલી જાય છે. માતા-પિતા પોતાના સંતાનને ભણાવી ગણાવીને લાયક બનાવે છે, અને ઘણા સંતાન એટલા બધા લાયક બની જાય છે કે તેઓ તેના માતા-પિતાને ખભા આપવાને લાયક પણ સમજતા નથી.

જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો, અને આ સ્ટોરીને કમેન્ટમાં રેટિંગ પણ આપજો.

તમે આવી જ રસપ્રદ સ્ટોરી તેમજ પ્રેરણાદાયક પ્રસંગો સાંભળવા માંગતા હોય તો આપણી Youtube ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો. સબસ્ક્રાઇબ કરવા માટે નીચે આપેલી લીંક ઉપર ક્લિક કરી સબ્સ્ક્રાઇબ કરી અને નોટીફીકેશન બેલને દબાવી દેજો.

Subscribe to us on youtube.

error: Content is Protected!