પિતા માટે દીકરાએ એસી, ટીવી જેવી સગવડ વાળો આલીશાન રૂમ બનાવ્યો, પિતાએ રૂમ જોઈને કહ્યું મારે અહીંયા નથી રહેવું, દીકરાએ કારણ પૂછ્યું તો પિતાએ એવો જવાબ આપ્યો કે...

ભુપતભાઈના પરિવાર માં તેના પત્ની તેના બે પરિણીત દીકરા, તેની વહુઓ અને કુલ ત્રણ સંતાનો સાથે સંયુક્ત પરિવાર માં રહેતા હતા. ઘરમાં બધા સામાન્ય રીતે હળીમળીને રહેતા હતા. સંયુક્ત પરિવાર હોય અને નાના છોકરા વાળા હોવાથી ક્યારેક ક્યારેક અંદરો અંદર બોલાચાલી થઇ જતી, પણ એ બધું ક્ષણિક રહેતું પરિવાર ના સભ્યો હળી મળી ને આનંદ થી રહેતા હતા.

ભુપતભાઈ ની દુકાન સારી ચાલતી હતી, અને બંને દીકરા ના લગ્ન પછી તે નિવૃત્ત થઇ ગયા હતા. અને દીકરાઓ ને દુકાન સોંપી અને પોતે નિવૃત જીવન માણી રહ્યા હતા. બંને દીકરાઓ એ દુકાન નો બધો કારોબાર માથે લઇ લીધો હતો.

અને સમય મુજબ વ્યાપાર ની રીતભાત માં માં ફેરફાર કરીને દુકાન માં ખૂબ જ પ્રગતિ કરી હતી. બંને દીકરાએ પોતાના ઘરના ઉપર ના ભાગે ભુપતભાઈ માટે એક આલીશાન રૂમ બનાવ્યો, જેમાં એ સી, ટી વી જેવી અનેક આધુનિક સુખ સગવડતા ના સાધનો પણ ફિટ કર્યા હતા.

અને જયારે ભુપતભાઈ ને ઉપર ના રૂમ માં રહેવા માટે કહ્યું ત્યારે ભુપતભાઈ નર્વસ થઇ ગયા, અને ઉદાસ અવાજે દીકરા ને કહ્યું કે ભલે નીચે સગવડતા ઓછી હોય તો અમારે ચાલશે, મને અને તારી માતાને નીચે જ રહેવા દો.

પણ દીકરાઓ એ તો ખુબજ હરખ થી ભુપતભાઈ નો રૂમ બનાવ્યો હતો. અને તેની જીદ સામે ભુપતભાઈ કશું બોલ્યા નહીં. અને પહેલા માળે રહેવા માટે ગયા. થોડા દિવસ તો ભુપતભાઈ રહ્યા ઉપર ગયા પછી તેની તબિયત પણ નરમ રહેવા લાગી હતી. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

પણ તેમનું મન નીચે જ રહેતું, કારણ કે ત્રણ નાના સંતાનો ની સાથે તે રહી શકતા નહિ. નીચે જમવા માટે આવ્યા ત્યારે તેને દીકરાઓ ને કહ્યું કે મારો સમાન પાછો નીચે ફેરવી આપો. મને ઉપર રહેવું ફાવતું નથી. ત્યારે તેના દીકરાઓ એ ના કહી. અને કહ્યું કે તમે શાંતિ થી રહી શકો એ માટે તમારા માટે રૂમ માં બધી જાત ની સગવડતા કરાવી છે.

અને તમે તે બધું છોડી અને નીચે આવવાની વાત કરો છો? ત્યારે દીકરા ની વહુ એ રસોડા માંથી વચ્ચે બોલી બાપુજી કોઈ ના ઘરે વડીલો માટે આટલી સગવડતા નથી. ઘણા લોકો હોલ રૂમ માં જ સુતા અને રહેતા હોય છે, અને તમને આટલી બધી સુખ સગવડતા વાળો રૂમ બનાવી દીધો. તો તેની કદર કરવા ને બદલે તમે નીચે આવવાની જીદ કરો છો?

ત્યારે ભુપતભાઈ એ કહ્યું કે સુખ સગવડ તો બધી છે. પણ મારે તેનું કશું કામ નથી, ઉપર ના રૂમ માં ગયા પછી મારે આ ત્રણ નાના બાલુડા ની સાથે રમવાનું અને રમાડવાનું બંધ થઇ ગયું છે. તે મારી પાસે રામે મારા ખોળા માં ઠેકડા મારે અને દાદા દાદા કરે તેમાં મને જે સુખ મળે છે, તે ઉપર ના રૂમ માં નથી મળતું.

આટલું બોલતા ભુપતભાઈ અને ત્યાર બાદ તેના પત્ની બંને ની આખો ભીની થઇ ગઈ. હવે ભુપતભાઈ ને નીચે ના રૂમ માં ગોઠવણ કરી આપી ત્યારે તે નાના છોકરાઓ ની સાથે આખો દિવસ સમય પસાર કરવા લાગ્યા. અને નાના છોકરા ની સાથે નાના થઇ ને રહેવા લાગ્યા.

અને તેની તબિયત માં દવાથી ફાયદો થાય તેના કરતાં અનેક ગણો ફાયદો તેના દીકરા ના સંતાનો સાથે રહી ને થવા લાગ્યો. તે જોઈને તેના દીકરા ને પણ ખુશી થઇ. ત્યારે ભુપતભાઈ એ કહ્યું કે તમે મને જે સુખ સગવડતા વાળો રૂમ આપ્યો તેમાં મને બીજો કોઈ જ વાંધો નહોતો.

પરંતુ ત્યાં આપણા પરિવાર ના સભ્યો નો સાથ સહકાર હતો નહિ કે હું બાળકો સાથે હળી મળી ને રહી શકતો કે રમી શકતો નહિ. ફક્ત નીચે જમવા માટે આવું એટલો સમય જ બધા ની સાથે રહી શકતો હતો. અને જ્યારે થી નીચે ના રૂમ માં રહેવા આવ્યો.

ત્યાર થી નાના બાળકો ની સાથે પૂરતો સમય વિતાવી શકું છું અને બાળકો ની સાથે બાળક થઇ ને રહુ છું ભૌતિક સુખ સગવડો તો તમે મને આપી હતી, પણ સાચી જરૂરિયાત તો પરિવાર ના સભ્યો ના સાથ અને હૂંફ ની હતી જે મને મળતા બીમારી પણ ચાલી જશે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

બંને દીકરાઓ પિતાજી ની વાત એકદમ ગંભીરતા થી સાંભળી રહ્યા હતા, એટલે મોટા દીકરા એ નાના ભાઈ ને કહ્યું કે ઘરના વડીલો એક એવું વૃક્ષ છે, જે થોડા કડવા હશે પણ તેના ફળ હંમેશ ને માટે મીઠા હશે. તેની વાત કડવી હશે. પણ કાયમ ને માટે આપણને ફાયદો કરતી હશે.

આપણે જ્યારે દુકાન પર જઇએ ત્યારે નાના સંતાનો ને રમત ગમ્મત અને સારા સંસ્કારો આવા વડીલો જ દરેક ના ઘર માં આપતા હોય છે. તેનું માન સન્માન રાખી શકીએ અને તેને રાજી રાખી શકીએ તો બીજા કોઈ ના શરણ માં જવાની જરૂર પડતી નથી. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો, તેમજ આ સ્ટોરી ને કમેન્ટ માં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

Read more

મોટા ભાઈએ નાની બહેનને ઘરમાંથી કાઢી મૂકી હતી પણ જ્યારે સત્ય બહાર આવ્યું...

મને માફ કરી દે મારી વહાલી બહેન!" રમેશ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. "મેં તને કેટલી ગાળો આપી, તારા માટે કેટલું ખરાબ વિચાર્યું. પણ તું તો મારા મા

By Just Gujju Things Team

મંદિરના પગથિયે ફૂલ વેચતી ગરીબ છોકરી સામે કરોડપતિ શેઠે અચાનક ગાડી રોકીને...

રાધાએ ભીના હાથે ગુલાબની પાંખડીઓ પકડી અને સોય-દોરો ઝડપથી ચલાવવા લાગી. હાથમાં વાગેલા કાંટાનું દર્દ સહન કરીને પણ તે સુંદર ગજરો ગૂંથી રહી હતી. બાજુની દુકા

By Just Gujju Things Team

ખોવાયેલી દીકરીના રૂમમાં રડતા પરિવારના આંગણે અડધી રાતે આર્મીની ગાડી આવી ત્યારે...

દિવાળીના શુભ તહેવારની પવિત્ર સંધ્યાએ પિતા વિનોદભાઈના બંને ધ્રૂજતા હાથમાંથી સળગતો માટીનો મોટો કોડિયું આરસપહાણના સફેદ ફ્લોર પર પડીને જો

By Just Gujju Things Team

વાંઝણી કહીને વહુને ઘરમાંથી કાઢતી સાસુ સામે જ્યારે ડોક્ટરે જૂની ફાઈલ ખોલી ત્યારે...

શાંતાબાએ હાથમાં રહેલી કાંસાની થાળી જોરથી રસોડાના ઓટલા પર પટકી. આખો ઓસરીનો ભાગ થાળીના અવાજથી ગૂંજી ઊઠ્યો. શાંતાબાએ પાડોશી મહિલાઓ આગળ મોટેથી બરા

By Just Gujju Things Team