પત્નીને પતિએ કહ્યું પહેલી અને છેલ્લી વખત કહું છું, જો હવે પછીથી મમ્મી સાથે આ રીતનું વર્તન થયું તો એવું થઈ જશે જે…

આટલું કહી ગાડીની ચાવી લઈ અને દરવાજો ખોલતા ખોલતા ફરી પાછું કહ્યું જો પ્રિયા હમણાં જ દિવાળી ઉપર મમ્મી આવ્યા હતા અને થોડા જ દિવસોમાં રડતા રડતા પાછા ગયા હતા. આઠ મહિના થઈ ગયા છે આ વાતને, એ માત્ર થોડા દિવસો માટે જ અહીં રહેવા આવે છે. અને હું ઈચ્છું છું કે બધા લોકો હળી મળીને ખુશ રહો દિવાળી જેવું કંઈ થવું જોઈએ નહીં.

પ્રિયા ગુસ્સે થઇ ગઈ અને કહ્યું દિવાળી જેવું કંઈ ન થવું જોઈએ એટલે? તને શું લાગે છે ભૂલ મારી હતી, આમ તો જોકે તું તારી મમ્મીની ભૂલને થોડી ભૂલ ગણાવે, તને તો તારી મમ્મી થી સારું ક્યાં કોઈ લાગે જ છે… આ દુનિયામાં સૌથી સર્વશ્રેષ્ઠ તો તારી મમ્મી જ લાગે છે. અને મારામાં તો કંઈક ને કંઈક ભૂલ કાઢતો જ રહે છે.

error: Content is Protected!