પત્નીને પતિએ કહ્યું પહેલી અને છેલ્લી વખત કહું છું, જો હવે પછીથી મમ્મી સાથે આ રીતનું વર્તન થયું તો એવું થઈ જશે જે…

પ્રિયા અને માનવ ના લગ્ન થયાને આઠ વર્ષ થઈ ચૂક્યા હતા. તેઓને એક સંતાન પણ હતું, શહેરમાં આલિશાન ફ્લેટ માં પોતે બંને અને એક દીકરી એમ કુલ ત્રણ વ્યક્તિ રહેતા હતા.

આજે સવારે રવિવાર હતો, રવિવારે માનવ કાયમ મોડો જાગતો કારણકે રવિવારે તેને રજા રહેતી. આજે થોડો વહેલો જાગી ગયો અને તૈયાર થઇ ને પ્રિયા ને કહ્યું આજે મમ્મી આવી રહ્યા છે તો હું તેને રેલવે સ્ટેશન માં તેડવા જાઉં છું.

પ્રિયા હજુ તૈયાર જ થઈ રહી હતી તેને રૂમમાં તૈયાર થતાં થતાં કહ્યું લઈ આવો, મેં ક્યાં તમને ના પાડી છે તમારી મમ્મી લઇ આવો કે ન લઈ આવો એવું મેં કોઈ દિવસ કહ્યું નથી. પ્રિયા નું મોઢું ફરી ગયું અને માનવ ચહેરો જોઈને તેના હૃદયને વાંચી ચુક્યો હતો એટલે કહ્યું શું મારી મમ્મી તારી કશું નથી લાગતી? તો આવી રીતે વાત કરે છે…

આટલું કહી ગાડીની ચાવી લઈ અને દરવાજો ખોલતા ખોલતા ફરી પાછું કહ્યું જો પ્રિયા હમણાં જ દિવાળી ઉપર મમ્મી આવ્યા હતા અને થોડા જ દિવસોમાં રડતા રડતા પાછા ગયા હતા. આઠ મહિના થઈ ગયા છે આ વાતને, એ માત્ર થોડા દિવસો માટે જ અહીં રહેવા આવે છે. અને હું ઈચ્છું છું કે બધા લોકો હળી મળીને ખુશ રહો દિવાળી જેવું કંઈ થવું જોઈએ નહીં.

પ્રિયા ગુસ્સે થઇ ગઈ અને કહ્યું દિવાળી જેવું કંઈ ન થવું જોઈએ એટલે? તને શું લાગે છે ભૂલ મારી હતી, આમ તો જોકે તું તારી મમ્મીની ભૂલને થોડી ભૂલ ગણાવે, તને તો તારી મમ્મી થી સારું ક્યાં કોઈ લાગે જ છે… આ દુનિયામાં સૌથી સર્વશ્રેષ્ઠ તો તારી મમ્મી જ લાગે છે. અને મારામાં તો કંઈક ને કંઈક ભૂલ કાઢતો જ રહે છે.

હંમેશા તુ અને તારો પરિવાર જ સાચો હોય છે બસ બધી ખામી તો મારામાં જ હોય છે, હું તો જાણે આ દુનિયામાં સૌથી ખરાબ પત્ની હોય એવું જ તને લાગતું હોય છે.

માનવ પણ થોડો આવેશમાં આવી ગયો અને કહ્યું પ્રિયા ખોટી દલીલ કરવાનો કોઈ અર્થ નથી, હું માત્ર એટલું જ કહી રહ્યો છું કે જેટલા દિવસ પણ મમ્મી અહીં રહેવા માંગે એટલા દિવસ સુધી આપણે હળી મળીને તેની સાથે રહી શકીએ અને તેની પાસે બેસીને તેની સાથે સારો સમય વિતાવી શકે.

પ્રિયા હજુ ગુસ્સામાં જ હતી તેને કહ્યું ઠીક છે પતિ પરમેશ્વર, તમે કહો એ રીતે હું ઘરનું બધું જ કામ બાજુ પર મૂકીને આપની દીકરીને પણ રજા લઈને 24 કલાક તમારી મમ્મી પાસે જ બેસી રહીશું. એટલે શું છે કે તમને કોઈ ફરિયાદ ન રહે…

માનવ એ કહ્યું પ્રિયા, હું તને કંઈક સમજાવવા માગું છું તો તે તું સમજવા જ નથી ઈચ્છતી.

પ્રિયા ફરી પાછું બોલી હું બધું સમજી રહી છું તું જે પણ કંઈ સમજાવવા માંગે છે તે બધું સમજું છું દિવાળીએ જે કંઈ થયું ત્યાર પછી તે કહેલી બધી વાત મને યાદ છે. મને આખું લેક્ચર જાણે સંભળાવ્યું હતું અને તારી મમ્મી ને તે કશું નહોતું કહ્યું. તું મારી પરવાહ તો કોઈ દિવસ કરતો જ નથી.

હું અને દીકરી ગયા એક બાજુ તારે તો બસ તારો પરિવાર જ વહાલો છે.

માનવ નો હવે ધીરજનો બાંધ જાણે તૂટી ગયો, દરવાજો ખોલીને બહાર જઈ રહ્યો હતો એ જ દરવાજો પછાડીને બંધ કરીને ત્યાં ગાડી ની ચાવી નો ઘા કરી અને પ્રિયાને કહ્યું તો તમે લોકો શું મારો પરિવાર નથી, હું આ બધું કોના માટે કરું છું. આ બધું તમારા માટે જ તો કરી રહ્યો છું. મારે એક બહેન પણ છે જેને કદાચ વર્ષે-બે વર્ષે એક વખત મળવાનું થતું હશે. પપ્પા ગયા પછી મમ્મી સાવ એકલી પડી ગઈ છે, ગામડે એકલી જ રહે છે પરંતુ તેમ છતાં હું એને અહીં ન લાવ્યો કારણ કે તમારા લોકોના જીવનમાં અશાંતિ ન આવે.

માતાને ગામડે જરૂર પડે કેટલા રૂપિયા હું મોકલાવું છું અને હું માતાને વધારે પૈસા આપું તો એ પણ સ્વીકારતા નથી. જ્યારે જ્યારે ગામડે જવું હોય ત્યારે તારું મોઢું બગડી જાય છે એટલે જ ગઈ દિવાળી ઉપર આપણે ગામડે નહોતા ગયા અને મમ્મીને અહિં બોલાવ્યા હતા. પરંતુ અહીં પણ એ જ થયું જે ન થવું જોઈએ.

હું આટલો ખ્યાલ રાખું છું તેમ છતાં તે કહી દીધું કે મને બસ મારો પરિવાર જ વહાલો છે.

શું તમે મમ્મી સાથે કેવું વર્તન કરો છો એ શું મને નહીં ખબર પડતી હોય? હું ભલે મોટાભાગનો સમય ઓફિસમાં જ વિતાવતો હોય પરંતુ ઘરે આવ્યા પછી પણ તમે મમ્મી સાથે જે વર્તન કરો છો એ વતન હું જોતો જ આવ્યો છું.

પ્રિયાએ કહ્યું હા તો કહે ને હું પણ સાંભળ્યું કે અમારું વર્તન કેવું હોય છે?

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel