પત્નીએ તેની માતાને ફોન કરીને કહ્યું મારે અહીંયા રહેવું જ નથી, હું પિયર આવવા નીકળું છું. પિયર ગયા પછી બીજા જ દિવસે માતાએ તેની દીકરીને એવું કહ્યું કે…

કાજલ અને મોક્ષના લગ્ન થયાને ૫ વર્ષ થઇ ચુક્યા હતા, તે લોકોનું વૈવાહિક જીવન લગ્નની શરૂઆતમાં ખૂબ જ સારું હતું. ત્યાર પછી બંને વચ્ચે કોઈ કારણોસર નાના-મોટા ઝઘડા થતા રહેતા. પરંતુ બે વર્ષના લગ્નજીવન પછી શરૂ થયેલા નાના-મોટા ઝઘડા ઘણી વખત મોટું પરિણામ લઈ લેતા.

ઝઘડો જ્યારે પણ મોટો થઈ જાય ત્યારે કાજલ કાયમ માટે તેના પિયર જવાની વાત કરીને તેની માતાને ફોન કરતી, પરંતુ તેના માતા-પિતા દીકરી નો સંસાર બગડે નહીં એ માટે તેને ઘણું સમજાવતા અને થોડા દિવસો પછી બધું બરાબર થઇ જતું.

લગ્નના પાંચ વર્ષ પછી પણ બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા, એક દિવસ આવી જ રીતે નાના ઝઘડા એ મોટું સ્વરૂપ લઇ લીધું અને કાજલ અને મોક્ષ બંને અત્યંત ઝઘડવા લાગ્યા, કાજલ એ તરત જ ફરી પાછું તેની માતાને ફોન કર્યો અને કહ્યું મારે અહીંયા રહેવું જ નથી, હું પિયર આવવા નીકળું છું.

માતા પણ અનેક વખત દીકરી નો સંસાર ન બગડે તે માટે અનેક વખત આવી રીતે ફોન આવે ત્યારે તેને સમજાવતી, પરંતુ આજે તેને પણ નક્કી કર્યું કે કાજલ ભલે જે કરવા ઇચ્છતી હોય તે પરંતુ તેને બીજી રીતે જ સમજાવવી પડશે.

માતા એ તરત જ ફોનમાં કહ્યું કે, તને કેમ ત્યાં નથી રહેવું? એટલે કાજલ એ જવાબ આપ્યો કે બસ હું હવે ઝઘડાઓ થી કંટાળી ગઈ છું અને અહીંયા રહેવા જ માંગતી નથી. માતા એ તરત જ કહ્યું કે ભલે જેવી તારી ઈચ્છા, આવતી રહે અહીંયા, સાચવીને આવજે.

કાજલને આ થોડું અજુગતું લાગ્યું તેમ છતાં તે પિયર જવા માટે નીકળી ગઈ. પિયર પહોંચીને તરત જ માતાને બધી વાત કરી માતાએ તેને કહ્યું કે ભલે બેટા કાંઈ વાંધો નહીં. તને જેમ ઠીક લાગે એમ કરજે. હું તને ક્યાંય રોકીશ નહિ.

કાજલ તેના પતિનો. તેના સાસુ સસરાનો બધાનો વાંક કાઢવા લાગી. તેની માતાએ તેને કશો જવાબ ન આપ્યો, સાંજે જ્યારે પિતા ઘરે આવ્યા ત્યારે પિતાને ખબર પડી કે કાજલ તેના સાસરીમાંથી ઘરે આવી ગઈ છે.

હજુ પિતા તેને કંઈ પણ કહે તે પહેલાં જ માતાએ કહ્યું કે આ વખતે તમે કાજલ ને કંઈ જ ન કહેતા, એ ખૂબ જ દુઃખ માં જીવી રહી છે, એને મને બધી વાતો કરી છે. બસ આ વખતે તો હવે કંઈ જ સહન કરવાનું નથી. આવી રીતે તેની માતાએ કહ્યું એટલે પિતા પણ સમજી ગયા કે દાળમાં કંઈક કાળું છે. થોડા સમય પછી માતાએ તેના પતિને બધી વાત કરી.

બધા સાથે જમ્યા અને જમ્યા પછી દરેક લોકો ત્યાં બેસીને વાતો કરતા હતા, કાજલ એ ફરી પાછું તેના સાસરીના લોકો ના દરેક વાંક જણાવવા લાગી, થોડા સમય પછી દરેક લોકો સુવા જતા રહ્યા.

બીજા દિવસે સવારે કાજલની માતાએ કાજલ ને જગાડી અને કહ્યું કે તૈયાર થઈ જાઓ, મંદિરમાં દર્શન કરવા જવું છે. કાજલ તૈયાર થઈ ગઈ અને તે બંને મંદિરમાં દર્શન કરવા પણ ગયા. દર્શન કરીને ફરી પાછા ઘરે આવ્યા. ઘરે આવતા રસ્તામાં કાજલ ની માતા એ થોડું શાક પણ લીધું.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel