પત્નીએ પતિને ફોન કરીને કહ્યું તમે જલ્દીથી ઘરે આવો દીકરી ગઈકાલ રાત્રે ઘરે આવી પછી રૂમમાં પુરાઈ ગઈ છે, અને તે રૂમ નથી ખોલતી, પતિએ ઘરે આવીને દીકરીનો રૂમ ખોલ્યો તો…
કોમલ ગઈકાલ રાતથી ઘરે આવી ત્યારથી તેના રૂમમાં પુરાઈ ગઈ હતી. સવારે ચા નાસ્તો કરવા માટે પણ બહાર ના આવી. સહજતાથી ત્યારે તેની માતાએ તેનો રૂમ પર આવ્યો ત્યારે રૂમ પણ ન ખૂલ્યો, કોમલ ની માતા એ બહારથી જ ચા નાસ્તા નું પૂછ્યું ત્યારે ના પાડી દીધી.
માતા એ પૂછ્યું તે કેમ આવું કરે છે? કોમલ એ દરવાજો ખોલ્યો અને રડવા લાગી તેને તેની માતાને કહ્યું કે તમે મને કંઈ જ ન કહો, મને બસ હવે એકલી રહેવા દો. અત્યારે મારો મૂડ ખરાબ છે. માતા ત્યાંથી જતી રહી.
તેની માતા વિચારમાં પડી ગઈ કે આ કોમલ ને શું થઈ ગયું છે? એક ક્ષણે એવો પણ વિચાર આવ્યો કે નક્કી કોમલ કોઈ છોકરા ની સાથે પ્રેમમાં હશે અને તેને દગો મળ્યો લાગે છે, કારણકે કોમલનું આવું વર્તન તેના ઘરમાં આજ પહેલાં કોઈ દિવસ કોઇએ નહોતું જોયું.
માતાપિતા અને સંતાનોની ચિંતા હોય છે, એવી જ રીતે કોમલની માતાને પણ તેની ચિંતા થવા લાગી. તે વિચારવા લાગી કે આવેશમાં એ આવેશ માં ક્યાંક તેની લાડલી દીકરી કોઈ આડા અવળું પગલું ભરી બેસે. વિચાર માત્રથી તેની આંખો ભીની થઈ ગઈ.
બહાર જઈને તેના પતિને ફોન કર્યો અને ઘરે બોલાવ્યા, પતિ ઓફિસમાં બધું કામ છોડીને ઘરે આવ્યા અને પત્નીએ તેને બધી વાત કરી. સાથે સાથે તેને જે શંકા હતી એ પણ બધી રજૂ કરી અને કહ્યું કે કદાચ દીકરીને પ્રેમમાં દગો પણ મળ્યો હોય.
કોમલ ના પિતા આ બધું સાંભળીને ચૂપ થઈ ગયા થોડા સમય સુધી કંઈ જ ન બોલ્યા. જાણે વિચારોમાં ખોવાઈ ગયા. પછી થોડું પાણી પી ને દીકરી ના રૂમ માં ગયા. પિતા રૂમમાં ગયા અને દીકરી ને પૂછ્યું કે બેટા કોમલ, તારી તબિયતતો સારી છેને?
તું મજામાં છો ને? તને કોઈ પણ જાતની તકલીફ હોય તો બેટા મને જણાવજે, જરાપણ મૂંઝાતી નહીં, કોમલ એ પિતાની બધી વાતો સાંભળીને કહ્યું કે પપ્પા મને અત્યારે શાંતિથી એકલી રહેવા દો, અત્યારે મારો વાત કરવાનો કોઈ જ મોડું નથી.
કોમલ ના પિતા એ શાંતિથી તેને કહ્યું, ઠીક છે બેટા હું સમજી ગયો. પરંતુ મારી એક વાત સાંભળી લે, પછી હું અહીંયાંથી ચાલ્યો જઈશ. અને તને કંઈ પણ પૂછી ને હેરાન નહીં કરું. કોમલ એ કહ્યું ભલે તમે તમારી વાત કહી દો.
કોમલ ના પિતા એ વાતની શરૂઆત કરી, આજથી લગભગ ૨૦ વર્ષ પહેલાંની વાત છે. એક મોટા શેઠ હતા, જે ખૂબ જ સુખી હતા. તેની પાસે પુષ્કળ પૈસા હતા અને તેની જાહોજલાલી ની વાત આજુબાજુના કેટલાય ગામ માં થતી.
તેની પાસે અનેક મોટા બંગલા હતા જાણે કોઈ રાજાના મહેલ હોય, તેના બે દીકરા હતા. જેમાં મોટો દીકરો શેઠની દરેક આજ્ઞાનું પાલન કરતો. શેઠ કહે તેમ જ કરવાનું અને પૂરેપૂરી ઈમાનદારીથી તેના પિતા નો વેપાર પણ તેને સંભાળી લીધો હતો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
તેના પિતાને પણ તેના મોટા દીકરા ઉપર ખૂબ જ ગર્વ હતું, મોટો દીકરો હવે લગ્ન કરવા જેવડો થઇ ગયો હોવાથી એક અત્યંત સુંદર અને સુશીલ કન્યા સાથે તેના ધામધૂમથી લગ્ન કરાવ્યા. લગ્નના એકાદ વર્ષ પછી તેને ત્યાં ખૂબ જ હરખ ના સમાચાર આવ્યા તે મોટા શેઠ દાદા બનવાના છે.
આખા ઘરમાં ખુશીનો માહોલ છવાઈ ગયો, પરંતુ શેઠની જીદ એવી હતી કે તેને ત્યાં પુત્રનો જન્મ થવો જોઈએ. એટલે તેને ડોક્ટર પાસે લઈ જાય છે અને ચેક કરાવે છે, ચેક કરાવ્યા પછી શેઠ નિરાશ થઈ ગયા. દીકરાની વહુ થી નારાજ થઈ ગયા.
શેઠે પોતાના મોટા દીકરાને બોલાવ્યો અને તેને હુકમ કર્યો કે આપણા ઘરમાં દીકરી નથી જોઈતી, શેઠનો એ મોટો દીકરો ખૂબ જ આજ્ઞાકારી હતો, પરંતુ શેઠનો આવો હુકમ સાંભળીને તે ભારે મૂંઝવણમાં મુકાઈ ગયો. શું કરવું? તેના પિતાને ના પણ ન પાડી શકે.
બે દિવસ પછી એવું બન્યું કે કોઈ વિચારી પણ ન શકે, મોટો દીકરો તેની બધી સંપત્તિ, બંગલા વગેરે છોડીને પત્નીને લઈને તેનું ઘર છોડીને ક્યાંક ચાલ્યો ગયો. સાચું કહું બેટા તો એ દીકરો મહામૂર્ખ અને પાગલ હતો.
જે સમાજમાં દીકરીને સાપનો ભારો સમજવામાં આવે છે. અને દીકરીને બોજ સમજવામાં આવે છે જ્યારે બીજી બાજુ એ પાગલ માણસે પોતાની મિલકત, પૈસા, અનેક બંગલાઓ અને શેઠ તરીકે મળતું માન સન્માન બધું છોડીને, અજાણ્યા સ્થળે પત્નીને લઈને રહેવા જતો રહ્યો.
તે માણસ પાસે રહેલી બધી સુખ-સગવડતા, બાદશાહી ને ઠોકર મારીને તે ચાલ્યો ગયો. તેના પિતાની વાત માની લીધી હોત તો તે કદાચ આજે તે મોટા શેઠની જગ્યાએ હોત પરંતુ આ બધું આવનારી દીકરી માટે તેને કર્યું હતું.
આજે દીકરી અને તેનો બાપ કોણ જાણે કેવી હાલતમાં હશે, તેની દીકરી તો તારા જેવી મૂર્ખ તો નહીં જ હોય. પિતા અને દિકરી નો સંવાદ ચાલી રહ્યો હતો એવામાં દીકરીની માતા ત્યાં આવી અને કહ્યું કે કોમલ એ મૂર્ખ દીકરી ની પાછળ પાગલ બનીને આખી જિંદગીના મોજ શોખનો અને તેના પિતાનો ભવ્ય વારસો એક જ ઝટકામાં પાછળ રાખીને છોડી દેનાર બીજું કોઈ નહિ પણ આ તારા પિતા જ છે.
એ તને કોઈ ની વાર્તા નથી કરી રહ્યા, પરંતુ પોતાની જિંદગી ની હકીકત ની વાત કરે છે. તું નાનપણ થી કહેતી હતી ને કે નાના નાની પાસે તો આપણે જઈએ છીએ પરંતુ પણ દાદા દાદી પાસે ક્યારે જઈશું?
ત્યારે અમે તને એમ કહેતા કે તારા પિતાજી અનાથ છે એ તું મોટી થઇ ને દાદા દાદી ને મળવાની જીદ કરે નહિ તેના માટે, અને તારા જન્મ પછી તને પ્રેમ દેવા માં અમારી કોઈ ખામી ના રહી જાય તેના માટે થઇ ને અમે બીજું સંતાન જ પેદા નથી કર્યું.
તારા દાદા એ તો છાપામાં જાહેરાત આપી ને અમને ઘરે પાછા આવવાનું પણ કહ્યું હતું. પણ જે ઘર માં દીકરી નું માન-સન્માન ન રહે ત્યાં નું પાણી પણ અમને ખપે નહિ. આટલું સાંભળતા દીકરી ના દુઃખ ની હવા નીકળી ગઈ, આખું વાતાવરણ બદલી ચૂક્યું હતું.
દીકરી ની આંખ માં તેના પિતા માટે નું સન્માન ચોખ્ખું દેખાવા લાગ્યું હતું, અને પોતા માટે તેના માં બાપે કેટલી તકલીફો સહન કરી તેની તો કલ્પના જ નો થઇ શકે. અને આખો માંથી આસું નીકળી ગયા પણ હવે ના આસું ફક્ત તેના મમ્મી પપ્પા માટે જ હતા. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
તેના પપ્પા એ કહ્યું કે દુનિયા મારા વિશે શું વિચારે છે તેની પરવા કર્યા વિના તું મારા વિશે શું વિચારે છે એ મારા માટે અગત્ય નું છે. આજે હું શેઠ નથી પણ તું હંમેશા ને માટે મારી પરી છે, આટલું સાંભળતા જ દીકરી બોલી ઉઠી ના પપ્પા ના, તમે તો દુનિયા ના મોટા માં મોટા શેઠ છો અને હું તમારી પરી… બધા ની આખો ભીની થઇ ગઈ. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
અત્યાર ના સમય માં દીકરા દીકરી પ્રેમ માં પડી જાય અને એક બે મહિના માં તો પાછો પ્રેમ ભંગ પણ થઈ જાય! પણ એ લોકો ભૂલી જાય છે કે જેને તેના જીવન નો ભોગ દઈ ને આ સંતાનો ને મોટા કર્યા છે, એ લોકો પણ તેની પાસે થી સારા કામ કરે તેવી અપેક્ષા રાખી ને બેઠા હોય છે. માં બાપ તો પોતાના દીકરા કે દીકરી ખુબ જ આગળ આવે તેમ જ ઇચ્છતા હોય છે.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો, તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.