પત્નીએ પતિને ફોન કરીને કહ્યું તમે જલ્દીથી ઘરે આવો દીકરી ગઈકાલ રાત્રે ઘરે આવી પછી રૂમમાં પુરાઈ ગઈ છે, અને તે રૂમ નથી ખોલતી, પતિએ ઘરે આવીને દીકરીનો રૂમ ખોલ્યો તો…

શેઠે પોતાના મોટા દીકરાને બોલાવ્યો અને તેને હુકમ કર્યો કે આપણા ઘરમાં દીકરી નથી જોઈતી, શેઠનો એ મોટો દીકરો ખૂબ જ આજ્ઞાકારી હતો, પરંતુ શેઠનો આવો હુકમ સાંભળીને તે ભારે મૂંઝવણમાં મુકાઈ ગયો. શું કરવું? તેના પિતાને ના પણ ન પાડી શકે.

બે દિવસ પછી એવું બન્યું કે કોઈ વિચારી પણ ન શકે, મોટો દીકરો તેની બધી સંપત્તિ, બંગલા વગેરે છોડીને પત્નીને લઈને તેનું ઘર છોડીને ક્યાંક ચાલ્યો ગયો. સાચું કહું બેટા તો એ દીકરો મહામૂર્ખ અને પાગલ હતો.

જે સમાજમાં દીકરીને સાપનો ભારો સમજવામાં આવે છે. અને દીકરીને બોજ સમજવામાં આવે છે જ્યારે બીજી બાજુ એ પાગલ માણસે પોતાની મિલકત, પૈસા, અનેક બંગલાઓ અને શેઠ તરીકે મળતું માન સન્માન બધું છોડીને, અજાણ્યા સ્થળે પત્નીને લઈને રહેવા જતો રહ્યો.

તે માણસ પાસે રહેલી બધી સુખ-સગવડતા, બાદશાહી ને ઠોકર મારીને તે ચાલ્યો ગયો. તેના પિતાની વાત માની લીધી હોત તો તે કદાચ આજે તે મોટા શેઠની જગ્યાએ હોત પરંતુ આ બધું આવનારી દીકરી માટે તેને કર્યું હતું.

આજે દીકરી અને તેનો બાપ કોણ જાણે કેવી હાલતમાં હશે, તેની દીકરી તો તારા જેવી મૂર્ખ તો નહીં જ હોય. પિતા અને દિકરી નો સંવાદ ચાલી રહ્યો હતો એવામાં દીકરીની માતા ત્યાં આવી અને કહ્યું કે કોમલ એ મૂર્ખ દીકરી ની પાછળ પાગલ બનીને આખી જિંદગીના મોજ શોખનો અને તેના પિતાનો ભવ્ય વારસો એક જ ઝટકામાં પાછળ રાખીને છોડી દેનાર બીજું કોઈ નહિ પણ આ તારા પિતા જ છે.

એ તને કોઈ ની વાર્તા નથી કરી રહ્યા, પરંતુ પોતાની જિંદગી ની હકીકત ની વાત કરે છે. તું નાનપણ થી કહેતી હતી ને કે નાના નાની પાસે તો આપણે જઈએ છીએ પરંતુ પણ દાદા દાદી પાસે ક્યારે જઈશું?

ત્યારે અમે તને એમ કહેતા કે તારા પિતાજી અનાથ છે એ તું મોટી થઇ ને દાદા દાદી ને મળવાની જીદ કરે નહિ તેના માટે, અને તારા જન્મ પછી તને પ્રેમ દેવા માં અમારી કોઈ ખામી ના રહી જાય તેના માટે થઇ ને અમે બીજું સંતાન જ પેદા નથી કર્યું.

તારા દાદા એ તો છાપામાં જાહેરાત આપી ને અમને ઘરે પાછા આવવાનું પણ કહ્યું હતું. પણ જે ઘર માં દીકરી નું માન-સન્માન ન રહે ત્યાં નું પાણી પણ અમને ખપે નહિ. આટલું સાંભળતા દીકરી ના દુઃખ ની હવા નીકળી ગઈ, આખું વાતાવરણ બદલી ચૂક્યું હતું.

દીકરી ની આંખ માં તેના પિતા માટે નું સન્માન ચોખ્ખું દેખાવા લાગ્યું હતું, અને પોતા માટે તેના માં બાપે કેટલી તકલીફો સહન કરી તેની તો કલ્પના જ નો થઇ શકે. અને આખો માંથી આસું નીકળી ગયા પણ હવે ના આસું ફક્ત તેના મમ્મી પપ્પા માટે જ હતા.

તેના પપ્પા એ કહ્યું કે દુનિયા મારા વિશે શું વિચારે છે તેની પરવા કર્યા વિના તું મારા વિશે શું વિચારે છે એ મારા માટે અગત્ય નું છે. આજે હું શેઠ નથી પણ તું હંમેશા ને માટે મારી પરી છે, આટલું સાંભળતા જ દીકરી બોલી ઉઠી ના પપ્પા ના, તમે તો દુનિયા ના મોટા માં મોટા શેઠ છો અને હું તમારી પરી… બધા ની આખો ભીની થઇ ગઈ.

અત્યાર ના સમય માં દીકરા દીકરી પ્રેમ માં પડી જાય અને એક બે મહિના માં તો પાછો પ્રેમ ભંગ પણ થઈ જાય! પણ એ લોકો ભૂલી જાય છે કે જેને તેના જીવન નો ભોગ દઈ ને આ સંતાનો ને મોટા કર્યા છે, એ લોકો પણ તેની પાસે થી સારા કામ કરે તેવી અપેક્ષા રાખી ને બેઠા હોય છે. માં બાપ તો પોતાના દીકરા કે દીકરી ખુબ જ આગળ આવે તેમ જ ઇચ્છતા હોય છે.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો, તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel