કોમલ ગઈકાલ રાતથી ઘરે આવી ત્યારથી તેના રૂમમાં પુરાઈ ગઈ હતી. સવારે ચા નાસ્તો કરવા માટે પણ બહાર ના આવી. સહજતાથી ત્યારે તેની માતાએ તેનો રૂમ પર આવ્યો ત્યારે રૂમ પણ ન ખૂલ્યો, કોમલ ની માતા એ બહારથી જ ચા નાસ્તા નું પૂછ્યું ત્યારે ના પાડી દીધી.
માતા એ પૂછ્યું તે કેમ આવું કરે છે? કોમલ એ દરવાજો ખોલ્યો અને રડવા લાગી તેને તેની માતાને કહ્યું કે તમે મને કંઈ જ ન કહો, મને બસ હવે એકલી રહેવા દો. અત્યારે મારો મૂડ ખરાબ છે. માતા ત્યાંથી જતી રહી.
તેની માતા વિચારમાં પડી ગઈ કે આ કોમલ ને શું થઈ ગયું છે? એક ક્ષણે એવો પણ વિચાર આવ્યો કે નક્કી કોમલ કોઈ છોકરા ની સાથે પ્રેમમાં હશે અને તેને દગો મળ્યો લાગે છે, કારણકે કોમલનું આવું વર્તન તેના ઘરમાં આજ પહેલાં કોઈ દિવસ કોઇએ નહોતું જોયું.
માતાપિતા અને સંતાનોની ચિંતા હોય છે, એવી જ રીતે કોમલની માતાને પણ તેની ચિંતા થવા લાગી. તે વિચારવા લાગી કે આવેશમાં એ આવેશ માં ક્યાંક તેની લાડલી દીકરી કોઈ આડા અવળું પગલું ભરી બેસે. વિચાર માત્રથી તેની આંખો ભીની થઈ ગઈ.
બહાર જઈને તેના પતિને ફોન કર્યો અને ઘરે બોલાવ્યા, પતિ ઓફિસમાં બધું કામ છોડીને ઘરે આવ્યા અને પત્નીએ તેને બધી વાત કરી. સાથે સાથે તેને જે શંકા હતી એ પણ બધી રજૂ કરી અને કહ્યું કે કદાચ દીકરીને પ્રેમમાં દગો પણ મળ્યો હોય.
કોમલ ના પિતા આ બધું સાંભળીને ચૂપ થઈ ગયા થોડા સમય સુધી કંઈ જ ન બોલ્યા. જાણે વિચારોમાં ખોવાઈ ગયા. પછી થોડું પાણી પી ને દીકરી ના રૂમ માં ગયા. પિતા રૂમમાં ગયા અને દીકરી ને પૂછ્યું કે બેટા કોમલ, તારી તબિયતતો સારી છેને?
તું મજામાં છો ને? તને કોઈ પણ જાતની તકલીફ હોય તો બેટા મને જણાવજે, જરાપણ મૂંઝાતી નહીં, કોમલ એ પિતાની બધી વાતો સાંભળીને કહ્યું કે પપ્પા મને અત્યારે શાંતિથી એકલી રહેવા દો, અત્યારે મારો વાત કરવાનો કોઈ જ મોડું નથી.
કોમલ ના પિતા એ શાંતિથી તેને કહ્યું, ઠીક છે બેટા હું સમજી ગયો. પરંતુ મારી એક વાત સાંભળી લે, પછી હું અહીંયાંથી ચાલ્યો જઈશ. અને તને કંઈ પણ પૂછી ને હેરાન નહીં કરું. કોમલ એ કહ્યું ભલે તમે તમારી વાત કહી દો.
કોમલ ના પિતા એ વાતની શરૂઆત કરી, આજથી લગભગ ૨૦ વર્ષ પહેલાંની વાત છે. એક મોટા શેઠ હતા, જે ખૂબ જ સુખી હતા. તેની પાસે પુષ્કળ પૈસા હતા અને તેની જાહોજલાલી ની વાત આજુબાજુના કેટલાય ગામ માં થતી.
તેની પાસે અનેક મોટા બંગલા હતા જાણે કોઈ રાજાના મહેલ હોય, તેના બે દીકરા હતા. જેમાં મોટો દીકરો શેઠની દરેક આજ્ઞાનું પાલન કરતો. શેઠ કહે તેમ જ કરવાનું અને પૂરેપૂરી ઈમાનદારીથી તેના પિતા નો વેપાર પણ તેને સંભાળી લીધો હતો.
તેના પિતાને પણ તેના મોટા દીકરા ઉપર ખૂબ જ ગર્વ હતું, મોટો દીકરો હવે લગ્ન કરવા જેવડો થઇ ગયો હોવાથી એક અત્યંત સુંદર અને સુશીલ કન્યા સાથે તેના ધામધૂમથી લગ્ન કરાવ્યા. લગ્નના એકાદ વર્ષ પછી તેને ત્યાં ખૂબ જ હરખ ના સમાચાર આવ્યા તે મોટા શેઠ દાદા બનવાના છે.
આખા ઘરમાં ખુશીનો માહોલ છવાઈ ગયો, પરંતુ શેઠની જીદ એવી હતી કે તેને ત્યાં પુત્રનો જન્મ થવો જોઈએ. એટલે તેને ડોક્ટર પાસે લઈ જાય છે અને ચેક કરાવે છે, ચેક કરાવ્યા પછી શેઠ નિરાશ થઈ ગયા. દીકરાની વહુ થી નારાજ થઈ ગયા.