પત્નીએ પતિને ફોન કરીને આજની તારીખ પૂછી? પતિ એ જવાબ આપ્યો તો જવાબ સાંભળીને ફોન કાપી નાખ્યો… સાંજે પતિ ઘરે ગયો ત્યારે એવું થયું કે…

અવની અને વૈભવના લગ્ન થયાને લગભગ 10 વર્ષ થઈ ચૂક્યાં હતાં. તેઓને સંતાનમાં એક દીકરી હતી, જેની ઉંમર સાત વર્ષની હતી. બન્નેનું લગ્નજીવન એકદમ સુખેથી પસાર થઈ રહ્યું હતું. ઘરમાં અવની, વૈભવ તેઓની દિકરી અને વૈભવ ના માતા પિતા એમ કુલ મળીને પાંચ સભ્યો રહેતા હતા.

વૈભવ એક ફેશન બ્રાન્ડમાં છેલ્લા છ વર્ષથી નોકરી કરી રહ્યો હતો. દરરોજની જેમ આજે પણ સવારે વહેલા જાગી ને તૈયાર થઈને નાસ્તો કર્યો, દીકરીને સ્કૂલે જવાનું હતું એટલે તરત જ દીકરીને સ્કૂલે મૂકી આવ્યો અને ફરી પાછો આવીને વૈભવ ના પિતા ની દવા લેવાની હતી એ દવા પણ લઈ લીધી.

આવીને પત્નીએ ટિફિન તૈયાર રાખ્યું હતું જે લઈને તરત જ વૈભવ નોકરીએ જવા માટે નીકળી ગયો. જતાં જતાં એ જ વિચારી રહ્યો હતો કે આજે મોડું તો નથી થઈ ગયું ને અને ડાબા હાથમાં પહેરેલી ઘડિયાળ માં સમય જોયો ત્યારે ખબર પડી કે થોડું મોડું થઈ ગયું છે. પરંતુ તરત જ ઓફિસે પહોંચીને પોતાની જગ્યા પર જઈ રહ્યો હતો.

તે હજુ ઓફિસ પહોંચ્યો કે તરત જ તેનો ફોન રણક્યો, જોયું તો ઘરેથી પત્ની નો ફોન હતો. ફોન ઉપાડ્યો તો સામેથી પત્નીએ પૂછ્યું કે આજે કઈ તારીખ છે? પતિએ કહ્યું આજે 2 તારીખ છે. બોલને શું કામ હતું?

પત્નીએ કંઈ જવાબ આપ્યા વગર ફોન કાપી નાખ્યો, તરત જ અચાનક ફોન કાપ્યો એટલે વૈભવ થોડો ગભરાઈ ગયો. કે માત્ર તારીખ પૂછીને ફોન કાપ્યો એટલે તે ઘણો ડરી ગયો અને વિચારવા લાગ્યો કે આજે એવી કઈ તારીખ છે જે અગત્યની છે?

તેને વિચાર કરવા લાગ્યો કે આજે પોતાનો જન્મદિવસ પણ નથી, પત્નીનો પણ જન્મદિવસ નથી, દીકરી નો જન્મદિવસ પણ નથી, એનિવર્સરીનો દિવસ પણ નથી, માતા પિતા નો જન્મદિવસ પણ નથી, પિતા ની દવા લેવાની હતી તે આજે સવારે જ આવી ગઈ છે, ગઈકાલે જ લાઈટ બિલ ભરી દીધું છે, મોબાઈલ નું રિચાર્જ પણ થયેલું છે. તો પછી આખરે પત્નીએ તારીખ કેમ પૂછી?

વૈભવ આ વિચાર માં ને વિચાર માં બેઠો હતો ત્યાં જ અંદર બેઠેલા બોસ એ તેને બોલાવ્યો. તરત જ વૈભવ એ અંદર જવા લાગ્યો. જતાં જતાં વિચારતો હતો કે આજે કદાચ મોડો આવ્યો છું એટલા માટે જ બોસ બોલાવતા હશે, શું કોઈ બીજું કારણ તો નહીં હોયને ફરી પાછો એક બીજો ડર મનમાં રાખીને તે બોસની કેબિનમાં ગયો.

બોસ તેને અમુક નવા પ્રોજેક્ટ્સ ઉપર કામ કરવા માટે બોલાવી રહ્યા હતા. આ બધું સાંભળીને અત્યંત રાહત નો શ્વાસ લીધો અને બધું કામ જોઈને તે ફરી પાછો પોતાની જગ્યાએ પાછો આવી ગયો.

ફરી પાછું તેના મનમાં એ જ ટેન્શન આવી ગયું કે આજે કઈ તારીખ હશે કે જે હું યાદ નહીં રાખી શક્યો હોય? અંતે તે પોતાના કામમાં વળગી ગયો અને જોતજોતામાં જ સાંજનો સમય થઈ ગયો, તેના ડેસ્ક ઉપર કોફી આવી ત્યારે તેને ખબર પડી કે પાંચ વાગી ચૂક્યા છે. તેને બપોરનો લંચ અને સાંજની કોફી પણ વિચારોના વંટોળ માં જ પીધી હતી. અને આ વિચારોનું વંટોળ સવારના આવેલા ફોન પૂરો થયા પછી ચાલુ થયું હતું. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

અંતે ઘરે જવાનો સમય આવી ગયો ઘરે જવા વૈભવ રવાના થઇ ગયો અને થોડા જ સમયમાં ઘરે પહોંચી ગયો, તે પોતાના ઘર પાસે પાર્કિંગ કરીને ઘરમાં પ્રવેશી રહ્યો હતો ત્યાં જ તેની નજર તેની દીકરી ઉપર પડી. તેની દીકરી અને બીજા બધા બાળકો સાંજે ત્યાં રાબેતા મુજબ રમતા હતા. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

ઈશારો કરીને દીકરીને પોતાની પાસે બોલાવી અને પૂછ્યું, આજે ઘરનો માહોલ કેવો છે? નાનું તોફાન આવ્યું છે કે પછી મોટું વાવાઝોડું આવ્યું છે? આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

વૈભવની અને એની દીકરીની આ જાણે કોડ લેંગ્વેજ તેની દીકરી તરત જ સમજી ગઈ અને દીકરી એ જવાબ આપ્યો કે પપ્પા એવું તો કંઈ નથી તમે કેમ આવું પૂછી રહ્યા છો?

ત્યારે વૈભવ પૂછ્યું કે મને આજે સવારે મમ્મીનો ફોન આવ્યો હતો અને આજની તારીખ પૂછી હતી પછી મારો આખો દિવસ એ જ વિચારવામાં નીકળી ગયો કે આખરે આ તારીખે શું છે?

દીકરી નિર્દોષ હાસ્ય કરવા લાગી અને સ્મિત કરીને કહ્યું કે અરે ભગવાન, આજે સવારે મેં કૅલેન્ડર માંથી થોડા કાગળ ફાડી નાખ્યા હતા એટલા માટે કદાચ આજની તારીખ શું છે એ જાણવા માટે તમને ફોન કર્યો હશે. હા બરાબર એટલા માટે જ ફોન કર્યો હશે કારણકે આજે સવારે મમ્મી તમે લાવેલું ફોર્મ પણ ભરી રહ્યા હતા, જેમાં તારીખ લખવાની હતી.

વૈભવ એ આ સાંભળીને જાણે રાહતનો શ્વાસ લીધો, વિચારવા લાગ્યો કે માત્ર એક તારીખ જ જોવી હતી તો દીકરીને અથવા મોબાઇલમાં જોઈ લીધી હોત. મારો આજનો દિવસ કેવો ભયાનક રીતે પસાર થયો!!! પછી વૈભવ ઘરમાં જવાની બદલે બહારથી નાસ્તો લઇ આવ્યો અને ઘરમાં જઈને અવનીને બધી વાત કરી, પછી બધા લોકો આ વાત ઉપર હસવા લાગ્યા.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં ૧ થી ૧૦ ની વચ્ચે રેટિંગ પણ આપજો.

Read more

અહંકારી મહિલા મેનેજરે ગરીબ સિક્યોરિટી ગાર્ડને નોકરીમાંથી કાઢી મૂક્યો, પછી એ જ રાત્રે સુમસામ રસ્તા પર જે થયું તે…

શહેરના સૌથી પોશ વિસ્તારમાં આવેલી એક ગગનચુંબી ઈમારતમાં એક મોટી મલ્ટિનેશનલ આઈટી કંપનીની મુખ્ય ઓફિસ આવેલી હતી. આ ઓફિસની અંદરનું વાતાવરણ એકદમ હાઈ-ફાઈ અને કો

By Just Gujju Things Team

જ્યારે પત્નીએ કહ્યું કે હવે ભગવાન પર ભરોસો છોડો, ત્યારે ગરીબ પતિએ લીધેલો આ એક નિર્ણય તમારી આંખો ખોલી નાખશે…

ગામના છેવાડે એક નાનકડી માટીની ઝૂંપડી આવેલી હતી. આ ઝૂંપડીમાં કાનાભાઈ નામના એક ગરીબ કુંભાર પોતાના પરિવાર સાથે રહેતા હતા. કાનાભાઈ સ્વભાવે

By Just Gujju Things Team

રોજ રાત્રે વધેલું ભોજન ગરીબોને મફત આપતા હોટેલ માલિકના દીકરા પર જ્યારે આફત આવી, ત્યારે કુદરતે જે ચમત્કાર કર્યો તે…

ગામડામાંથી હાઈવે તરફ જતા રસ્તા પર એક નાની પણ ખૂબ જ સ્વચ્છ હોટેલ આવેલી હતી. આ હોટેલનું નામ શિવશક્તિ હોટેલ હતું અને તેના માલિક રઘુભાઈ હતા

By Just Gujju Things Team

પિતાના ગયા પછી કરોડોની મિલકત વેચીને વિદેશ ભાગતા દીકરાઓ સામે જ્યારે પિતાનું આ રહસ્ય ખુલ્યું ત્યારે…

ગામડાના પાદરમાં આવેલી એક મોટી અને ભવ્ય હવેલી હંમેશા આખા વિસ્તારમાં આકર્ષણનું કેન્દ્ર રહેતી હતી. આ હવેલીના માલિક જગદીશભાઈ હતા, જેઓ પોતાની સચ્ચા

By Just Gujju Things Team