in

પત્નીએ પતિને એનીવર્સરી ના દિવસે એવો સવાલ પુછી નાખ્યો કે પતિ…

એક કપલ હતું, તેનાં લગ્નને લગભગ આજે 15 વર્ષ પૂરા થઈ ગયા હતા. સવારનો સમય હતો, ઘરની બહાર ફળિયામાં બગીચા જેવું બનાવ્યું હતું અને વચ્ચોવચ એક હિંચકો પણ રાખેલો હતો. તેમાં બંને પતિ-પત્ની બેઠા હતા, સૂર્યના સોનેરી કિરણો સીધા તેઓના શરીર પર સ્પર્શી રહ્યા હતા. સંતાનમાં તેઓને એક દીકરો હતો જે વહેલી સવારે શાળાએ જતો રહ્યો હતો.

આજે અચાનક પત્નીને ખબર નહીં શું પણ કંઈક પુછવાનું મન થયું તેણે કહ્યું તમને એક સવાલ પૂછું? પતિએ તેની સામે જોઈને પહેલા તો તેના ચહેરા પર આશ્ચર્ય દેખાડ્યું, પછી માથું ધુણાવીને હા પાડી.

પત્નીએ પૂછ્યું કે આપણે બંને આટલા વર્ષોથી સાથે રહીએ છીએ, આજે આપણી એનિવર્સરી પણ છે પરંતુ મને પૂછવાનું મન થાય છે કે આપણા બંને વચ્ચે મતભેદ ક્યારેક ક્યારેક થઈ જાય છે આપણા બન્નેના વિચાર અમુક વાતમાં ઘણા અલગ છે છતાં આપણે બંને એક સાથે કેમ રહી શકીએ છીએ? આનો જવાબ આપો

પતિએ આખો સવાલ એકદમ શાંતિથી સાંભળ્યા પછી મનમાં ને મનમાં સ્મિત કર્યું થોડું સ્મિત તેના ચહેરાપર પણ દેખાઈ ગયું એટલે તરત જ તેના પત્ની તેને કહ્યું હસો નહી બસ મને આ વાતનો જવાબ આપો.

પતિએ ખૂબ જ સહજતાથી તેની પત્નીને જવાબ આપતા કહ્યું તારી વાત તો બિલકુલ સાચી છે આપણે ઘણા મુદ્દે એકબીજાને અલગ પાડીએ છીએ આપણે ઘણી વખત જુદું પણ વિચારીએ છીએ અને ઘણી બાબતોમાં આપણા વિચાર અલગ છે. પરંતુ હું તને જણાવવા માગું છું કે એક મુદ્દો એવો છે જ્યાં આપણે બંને એકસરખું જ વિચારતા રહીએ છીએ,

અને પત્નીએ આશ્ચર્ય સાથે અને કૃતજ્ઞતા સાથે પૂછ્યું એ કયો મુદ્દો છે?

પતિ એ જવાબ આપતા કહ્યું કે આપણે એક મુદ્દે ખરેખર સરખું જ વિચારીએ છીએ એ એમ કે હું તને પ્રેમ કરું છું અને તું પણ મને પ્રેમ કરે છે.

મારી સમજ જેટલી પણ છે તેટલી તું સ્વીકારે છે અને હું પણ સામે તારી સમજણને આવકારું છું, આપણે બંને હંમેશા એકબીજાનું સન્માન કરીએ છીએ.